Abtak Media Google News

ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા તારીખ 3 ડિસેમ્બર ના મોક્ષદા એકાદશી અને ગીતા જયંતિ ના અવસર પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે. સવારે 10 થી 12 સંપૂર્ણ ભગવદ ગીતા પરાયણ સાંજે 6:30 વાગે વિશેષ ગીતાજી ની આરતી કરવામાં આવશે. અને સાંજે 7 વાગે સિંગાપોર ના સુપ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર દેવકીનંદન પ્રભુજી દ્વારા ગીતા ના રહસ્ય સમજવાના જાદુરી સૂત્ર  વિષય પર પ્રવચન આપવામાં આવશે અને ત્યાર બાદ સૌ માટે મહાપ્રસાદ નું પણ આયોજન કરેલ છે. આ કાર્યક્રમ માં ભાગ લેવા માટે ભારત ભર માંથી તેમજ દુબઇ, અબુધાબી, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝેલેન્ડ થી પણ ભક્તો રાજકોટ પધારવાના છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેવકીનંદન પ્રભુજી એ સિંગાપોર ના સુપ્રખ્યાત વકીલ છે તેમજ તેઓ એક પ્રેરક વક્તા તરીકે પણ ખુબ જ જાણીતા છે. સાથે સાથે પ્રભુજી ઇસ્કોન મંદિર સિંગાપુરના પ્રમુખ તેમજ વિશ્વ ભર ના ઇસ્કોન મંદિરમાં કાયદાકીય બાબતોના સલાહકાર છે.

અ અંગે વધુ માહિતી આપતા ઇસ્કોન મંદિર રાજકોટ ના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે અર્જુને પણ પોતાના જીવનની વિષમ પરિસ્થિતિ માં આ ગીતાના દિવ્ય જ્ઞાન નાં આધારે જ જાગૃતિ મેળવી હતી.  ઇસ્કોન ના સંસ્થાપક આચાર્ય શ્રી શ્રીમદ એ. સી. ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજી દ્વારા ભગવદ ગીતા તેના મૂળ રૂપે પુસ્તક લિખિત છે.  વિશ્વના ભ્રમિત, દુ:ખી, માનસિક તણાવ, હતાશ, નિરાશ, ચિંતા ગ્રસ્ત, આત્મહત્યા ના વિચારું, ત્રસ્ત, નશાગ્રસ્ત, બેરોજગારી, છૂટાછેડા, સહનશીલતા નો અભાવ વગેરે થી ત્રસ્ત દિશા શૂન્ય લોકો માટે  આ ભગવદ ગીતા દિશા સૂચક નું કામ કરે છે. આ ભગવદ ગીતા તેના મૂળ રૂપે માં શ્રીલ પ્રભુપાદજી એ 700 શ્લોકોના એક-એક શબ્દાર્થ, અનુવાદ તેમજ સચોટ તથા સ્પષ્ટ ભાવાર્થ રજૂ કરેલા છે, જેનાથી આ ગીતા  ખૂબ જ પ્રમાણભૂત અને અધિકૃત બની છે. વિશ્વભરના ઘણા વિદ્વાનો, રાજકીય નેતાઓ, સમાજ સુધારકોએ આ ગીતાની પ્રમાણભૂતતાનો સ્વીકાર કરેલ છે. શ્રીલ પ્રભુપાદજી ની આ ગીતામાં આપણા  રોજ-બરોજની ભૌતિક મુશ્કેલીઓ, આપણી કૌટુંબિક, સામાજિક અને આર્થિક જવાબદારીઓ, તથા શ્રીકૃષ્ણએ ગીતાજી દ્વારા વિદિત કરેલા આધ્યાત્મિક  મૂલ્યોની સમતોલતા ખૂબ જ સરસ રીતે રજૂ કરેલ છે.  આ  પ્રભુપાદ દ્વારા લિખિત ભગવદગીતા તેના મૂળ રૂપે જે વિશ્વભરમાં 150 થી વધારે ભાષાઓ માં ભાષાંતરિત છે તે ભગવદગીતા તેના મૂળ રૂપે જેની કિંમત 300 રૂપિયા છે તે ગીતા જયંતિ ના દિવસે (માત્ર એક દિવસ માટે) 100 રૂપિયા માં મળશે

સાથે સાથે ગીતા જયંતિ ના અવસર પર ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા 3 ડિસેમ્બર ના  સવારે 10 થી 12 સંપૂર્ણ ભગવદ ગીતા પરાયણ, સાંજે 6:30 વાગે ગીતાજી ની આરતી માં તેમજ સાંજે 7 વાગે *ગીતા ના રહસ્ય સમજવાના જાદુરી સૂત્ર* વિષય પર દેવકીનંદન પ્રભુજી ના પ્રવચન નું તેમજ ત્યાર બાદ સૌ માટે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ છે જેનો લાભ લેવા રાજકોટ ની ધર્મ પ્રેમી જનતા ને મંદિરે પધારવાનું ભાવભર્યું આમંત્રણ પાઠવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.