Abtak Media Google News

જામીન નામંજુર કરવાનો માર્ગ શોધવાની માનસિકતા બદવલવા અંગે વડી અદાલતની ટકોર

દરેકને જેલના સળીયા પાછળ ધકેવા અયોગ્ય ગણાવી જામીનને પ્રોત્સાહીત કરવા જરૂરી

જામીન નામંજુર કરવા માટે ઘણા કારણો હોય છે તેમ જામીન મંજુર કરવા માટે પણ ઘણા કારણો હોય છે. જામીન અંગેના નીચેની અદાલતની માનસિકતા બદલવા અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું છે.  આરોપી તપાસમાં સહકાર આપી રહ્યો હોય ત્યારે તેની ધરપકડ નિયમિત પધ્ધતિમાં થવી જોઇએ નહી તેવું સુપ્રીમ કોર્ટના જસ્ટીશ સંજય કિશન કૌલ અને એમ.એમ.સુંદરેશની ખંડપીઠમાં થયેલી સુનાવણીમાં અદાલતો મુખ્ય મુદાઓ અને સંજોગોના અવેજી તરીકે માત્ર જામીનના મુદા નક્કી કરવામાં નોંધપાત્ર સમય વિતી રહ્યો છે.

નીચેની અદાલત દ્વારા જામીન નામંજુર કરવાના વલણના કારણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજીનો ભરાવો થયો હોવાની પણ ટકોર કરી હતી. એવું ન હોવુ જોઇએ કે, દરેક કેસમાં આરોપીને જેલના સળીયા પાછળ ધકેલી દેવા જોઇએ કેટલીક તપાસ વર્ષો સુધી ચાલે છે ત્યારે તપાસ ચાલી રહી હોવાનો મુદો આગળ ધરી જામીન નામંજુર કરવામાં આવી રહ્યા છે. તપાસનીસ એજન્સી પાસે સમયસર તપાસ પુરી કરવા માટે પુરતા માનવબળનો અભાવ હોય, ઇન્ફ્રાસ્ટ્રકચરની અછત, લેબોરેટરીની અછત હોવાના કારણે તપાસ લાંબો સમય સુધી ચાલતી હોય છે.

ત્યારે જામીન મંજર કરી જેલમાં થતી ભીડ ઘટાડવી પણ જરૂરી બને છે. સુપ્રીમ કોર્ટના આદેશનું ખોટુ અર્થઘટન કરી ટ્રાયલ કોર્ટ દ્વારા જામીન નામંજુર કરવામાં આવી રહ્યા છે ત્યારે ખંડપીઠ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. ગુનાની કેટેગરી મુજબ જામીન મંજુર કરવા કે નામંજુર કરવા અંગે સ્પષ્ટતા કરી છે. જીવનની ખોટ, આજીવન કેદ અથવા સાત વર્ષથી વધુ સજાના કેસ અંગે કેટેગરી નક્કી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.