Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લાના દેગામમાં જમીનનો કબજો હક આપવામાં આવ્યો નથી. આથી આ ગામના રહીશોએ કલેકટર કચેરીમાં સોમવારના રોજ આવેદનપત્ર આપ્યું હતું. જેમાં દેગામ પંચાયત દ્વારા ખેડુતોની જમીન પર સ્કુલ બનાવી દીધાના આક્ષેપ સાથે જમીન પરત આપવાની માંગ કરતા ચકચાર ફેલાઈ છે.

Advertisement

આ અંગે જુવાનસિંહ ડોડીયા, શકિતસિંહ ડોડીયા, પટેલ હાર્દિકભાઈ, પટેલ ધીરજભાઈ, ગૌતમભાઈ, નરેશભાઈ, પ્રભુભાઈ સહિતના ૧૦ ખેડુતોની જમીન પર ગ્રામ પંચાયત દ્વારા સ્કુલ બનાવી દેવામાં આવી છે. ૧૯૮૪થી ગામતળ કરવામાં આવ્યું છતાં આજદિન સુધી હરાજી કરવામાં આવી નથી. જમીન હક પ્રાપ્ત નહીં થાય તો આમરણાંત ઉપવાસ અને આત્મવિલોપનની ચીમકી પણ આપી હતી. આથી દબાણવાળી જગ્યા પર કરેલ બાંધકામ હટાવી દેવાની અમારી લાગણી અને માંગણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.