Abtak Media Google News

ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજાનું હિત ધ્યાને રાખીને ગેસનાં ભાવ નકકી કરવાની માંગ

રાંધણગેસનાં ભાવ વધારા સામે આજે રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ સમિતિએ જિલ્લા કલેકટરને આવેદન પાઠવીને ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજાના હિત ધ્યાને રાખીને ગેસનાં ભાવ નકકી કરવાની માંગ ઉઠાવી હતી. આ આવેદનમાં શહેર મહિલા કોંગ્રેસ મનીષાબેન વાળાની આગેવાનીમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી.

આવેદનમાં જણાવાયું કે, સરકાર દ્વારા રાંધણગેસ સબસીડી વગરના સીલીન્ડરમાં ૬૦ રૂ. અને સબસીડીવાળા સીલીન્ડરમાં રૂ.૨-૫૪ પૈસાનો તોતીંગ ભાવવધારાથી પ્રજાની સ્થિતિ કફોડી થઈ રહેલ છે. ભાજપ સરકારના અમુક મહાનુભાવો પોતાના મગરમચ્છ જેવા આંસુઓ બતાવીને ભાષણો અંદર લાકડા વીણતી બહેનોને દિલગીરી વ્યકત કરેલ હતી.

હવે દિવાળી પર્વ નિમિતે, ભાઈબીજ પર્વ નજદીક હોવાથી અગાઉ બહેનોને અનમોલ ભેટ સમાન ભાવવધારો આપવામાં આવેલ છે. જે ગૃહિણીઓ ઘરની ચુલો ફુકીને રસોઈ બનાવતી હતી. તે બહેનોને ઉજજવલા યોજના હેઠળ એલ.પી.જી.ગેસના બાટલા આપીને હવે છેતરીને લુંટવાના કાર્યો શરૂ થઈ ગયા છે.

એલપીજી ગેસ સીલીન્ડરમાં તોતીંગ ભાવવધારો વારંવાર જાહેર કરીને હવે ગૃહિણીઓ માટે રીફીલીંગ કરાવવા માટે પોતાના બજેટ બહાર ભાવ વધારા આવી ગયેલ છે. આવા સરકારના અચાનક નિર્ણયથી ગૃહિણીઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે. એલપીજી ગેસ સીલીન્ડરમાં તોતીંગ ભાવ વધારો આવવાથી મધ્યમ વર્ગ અને ગરીબોનું આર્થિક બજેટ ખુબ જ સામાન્ય હોવાથી આવી કારમી મોંઘવારીના લીધે સામાન્ય માણસોનું બજેટ ખોરવાઈ ગયેલ છે.

શું દરેક જીવનજ‚રીયાત સામગ્રી ઉપર અચાનક આવા તોતીંગ ભાવ વધારો દેશના આર્થિક નબળા, ગરીબ મધ્યમ વર્ગ પ્રજા માટે યોગ્ય છે ? શું આવા ભાવ વધારાથી દેશની પ્રજાના પૈસા લુંટીને સરકાર દ્વારા વિકાસ કરવામાં આવે છે ? કોઈપણ નિર્ણય લેતા પહેલા આ સરકારે પ્રજાની આર્થિક સ્થિતિનું ધ્યાન રાખે છે ? આને જ શું અચ્છે દિન કહેવાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.