Abtak Media Google News

કેરી-ગુંદાના આગમનની તૈયારી વચ્ચે ગરીબોના ભાણાના સંતોષનો ઓડકાર ગુણકારી ‘ગરમળ’

સોમનાથની ધરતી ઉપર શાક વાવેતર વાડીઓમાં ઉગતી અને અથાણાની સીઝનમાં જ દેખાતી ‘ગરમળ’ ગરીબો મઘ્યમ વર્ગના ભાણાનું સંતોષ- ઓડકાર આપતું અથાણું છે.ગરમળનો આકાર ઓકટોપસ જેવો હોય છે. એટલે કે તેના અનેક ડાળખાં મૂળ અનેક મૂળોથી જમીનમાં ફેલાયે હોય છે.તેનો રંગ લાલ માટી જેવો તો કેટલેક સ્થળે સફેદ માટી જેવા કલરની ગરમળ પણ ઉગાડાય છે. હાલ ગરમળના કિલોના રૂપિયા 80 જેટલો ભાવ છે.અહીંની ગરમળના ડાળાં છે કે સુરત સુધી પણ પહોંચે છે. નાના કટકા કરી તેને લીંબુના ખાટાં અને નિમકના ખારા પાણી સાથે રાખી તેનું તુરું ચટાકેદાર અથાણું બનાવાય છે.લોકો રોટલા, શાક, ડુંગળી સાથે વધારાના અથાણા તરીકે ખાય છે.

ખારા-ખાટા પાણીમાં પલળતી રહેલી ગરમર દસ દિવસ પછી ઉપયોગમાં લેવાય છે. અને પછી તેને બરણીમાં ભરી વરસભર અથાણા તરીકે ઉપયોગ થતો રહે છે.કહેવાય છે કે ગરમળ એ માત્ર વનસ્પતિ જ નથી. ઔષધ, વિટામીન, સ્વાસ્થ્ય ઉપયોગી છે. જે સ્વાદની સાથે આરોગ્ય માટે પણ ઉપયોગી છે.ગરમળ એ જમીનમાં ઉગતું કંદમૂળ છે. જે આ દરીયા કાંઠા વિસ્તારમાં જ થાય છે.

કારતક મહિને કરેલ વાવેતર ચૈત્ર મહિનામાં બજાર સુધી પહોંચે છે.ગરમળને હિંદીમાં અમાલદાસ, સંસ્કૃતમાં ગરમળ અને અંગ્રેજીમાં ઇન્ડીયન લામ્બુ અને વૈજ્ઞાનિક કલાઉસ કહેવાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.