Abtak Media Google News

નવાનગર નેચર કલબ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

નવાનગર નેચર કલબ દ્વારા દર વર્ષે ૫ જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાયકલ રેલી, વૃક્ષારોપણ કાર્યક્રમ વગેરે દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે, પરંતુ હાલ કોરોના વાયરસની મહામારીના કારણે આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સાદગીપૂર્ણ રીતે કરવામાં આવી છે.

Advertisement

રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે હાપા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સોશિયલ ડિસ્ટન્સીંગના પાલન અને માસ્ક સો આ સંપૂર્ણ કાર્યક્રમ સાદગીપૂર્ણ રીતે કરવામાં આવ્યો હતો. આ તકે અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીએ કહ્યું હતું કે, પ્રકૃતિ અને જનજીવનનો સંગા ખૂબ મહત્વનો છે, તાપમાન માટે, ઋતુ સામાન્યીકરણ, ભૂગર્ભ જળના સંચય માટે પણ વૃક્ષો અતિ આવશ્યક છે, ત્યારે બાળકોને પણ અપીલ છે કે, વૃક્ષોને મિત્ર માની તેને વાવી તેનું જતન કરો.

આ ઉજવણીમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુભાષભાઈ જોશી, હાપા જલારામ મંદિરના રમેશભાઈ દત્તાણી, નવનીતભાઈ સોમૈયા તેમજ નવાનગર નેચર ક્લબના પ્રમુખ વિજયસિંહ જાડેજા, ટ્રસ્ટી પ્રવિણસિંહ જાડેજા, વનરાજસિંહ ચૌહાણ, ધર્મેશભાઈ અજા અને કુલદીપસિંહ ઝાલા ઉપસ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.