Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતું ભારત હવે આર્થિક મહાસત્તા બનવા તરફ મક્કમ પગલા માંડી રહ્યું છે, ત્યારે લોકતાંત્રિક સરકારને મહત્વપૂર્ણ નિર્ણયો માટેની સ્વાયતતા હોવી જોઈએ તેવો મત દેશની વડીઅદાલતે વ્યક્ત કર્યો છે.

લોકતાંત્રિક દેશમાં ચૂંટાયેલી સરકાર ને મહત્વના નિર્ણયો લેવા માટેની જેટલી વધુ સ્વાયત્તતા મળે એટલી લોકતાંત્રિક વ્યવસ્થા વધુ સશક્ત અને પારદર્શક બને તે દીવા જેવી વાત છે,

ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ દેશહિતમાં મહત્વના નિર્ણયો ત્વરિત અને કોઈપણ પ્રકારની અવરોધક પ્રક્રિયા વગર લઈ શકે તેવું માળખું છેવટ તો લોકતાંત્રિક રાજકીય વ્યવસ્થાને જ વધુ સુદ્રઢ બનાવનારું બની રહે, સુપ્રીમ કોર્ટે સરકારની નિર્ણાયક સ્વાયતતા અંગે મત વ્યક્ત કર્યો છે કે સરકારને દેશને બચાવવા માટે જરૂરી નિર્ણયો લેવા માટે સ્વતંત્રતા અને છૂટ મળવી જોઈએ, સરકાર પર રાષ્ટ્રની સંપૂર્ણ સુખાકારીની જવાબદારી હોય છે ત્યારે કોઈપણ નિર્ણય માટે બીટવીન ધ લાઈન રહેવાના બદલે જરા હટકે આગળ ચાલીને સમયચિત નિર્ણયો લેવાની છૂટ હોવી જોઈએ. જેનાથી તબક્કાવાર સમસ્યાનું નિવારણ, નવીવ્યવસ્થા નું સંકલન અને અવરોધક પરિબળો દૂર થવાની પ્રક્રિયાને વેગ મળશે,

નાગરિક કાયદાની કલમ 6 એ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ ની મુખ્ય ખંડ પીઠે ચૂંટાયેલી સરકારની સ્વાયતતા પર ભાર મૂક્યો હતો. વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માન ધરાવતું ભારત અત્યારે આઝાદીની 75 મી વર્ષગાંઠ ’આઝાદીકા અમૃત મહોત્સવ”ની ઉજવણી કરી રહી છે ,ત્યારે પણ હજુ સરકાર સમક્ષ નિર્ણય ના ત્વરિત અમલ માટે કેટલીક મર્યાદાઓ નો અવરોધ છે.  વિશાળ જનશક્તિ, બેહદજવાબદારી અને ભવિષ્ય નિર્માણ માટે ના પ્રચંડ પુરુષાર્થ ની વર્તમાન પરિસ્થિતિમાં સરકાર માટે ત્વરિત નિર્ણય શક્તિ તાકાતમાં બેવડો વધારો કરનારી બની રહે.

ઝડપી પરિવર્તન સમય ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી ના સતત વધતા વ્યાપ અને વેગમાન વિકાસ નો વધુને વધુ લાભ દેશને મળી રહે તે માટે હવે જરૂરી છે કે જુના કાયદાઓના બદલાવાની સાથે સાથે સરકારી સંચાલનમાં આત્મવિશ્વાસ અને નવી ઊર્જાનો સંચાર થાય જમાના મુજબ પરિવર્તન સ્વીકારીને જ વિકાસ પ્રાપ્ત થાય. વર્ષ 2023 ભારતના લોકતંત્ર માટે અનેક રીતે શુકનવંતું સાબિત થઈ રહ્યું છે જમ્મુ કાશ્મીરની જંજીર જેવી કલમ 370 ની નાબુદી અનેક નવા કાયદાઓનો ભાર જુના કાયદાઓ ને વિદાય નવી સંસદ ભવન ની ભેટ દેશને મળી છે ત્યારે આ વર્ષે દેશના તંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાનું લક્ષ્ય સાધવા માટે મહત્વનું બનવાનું છે ત્યારે લોકતાંત્રિક સરકારને પણ નિર્ણય માટે ની પૂર્ણ સ્વાયતતામળે તો ભારત ખરા અર્થમાં”મહાભારત” બની રહે તેમાં બે મત નથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.