Abtak Media Google News

નવરાત્રીના નવ દિવસ દરમિયાન માંની પૂજા, અર્ચના આરાધના કરવામાં આવે છે. ત્યારે દુર્ગા પૂજાનું પણ ગુજરાતમાં એટલું જ મહત્વ છે. દુર્ગા પૂજા આમ તો નવ દિવસ સુધી કરાય છે પરંતુ કેટલાક લોકો પાંચ કે સાત દિવસ સુધી મનાવાય છે. કેટલાક લોકોમાં દુર્ગાની મૂર્તિની પૂજા પુષ્ટી એટલે કે છઠ્ઠા નોરતે શરુ કરે છે અને વિજયા દશમીએ માં દુર્ગાનું વિસર્જન કરે છે.

આ દિવસો દરમિયાન મંદીરોને શુશોભિત કરાય છે એવી માન્યતા છે કે માં દુર્ગાએ આ દિવસે મહિષાસુર નામના અસુરનો સંહાર કર્યો હતો જે ભગવાન બ્રહ્માનું વરદાન મેળવી શકિતશાળી બની ગયો હતો.

The-Beginning-Of-The-Worship-Of-Durga-The-Slayer-Of-Mahisasur-Today
the-beginning-of-the-worship-of-durga-the-slayer-of-mahisasur-today

રાજકોટમાં બંગાળી સમાજ દ્વારા માં દુર્ગાની પુજાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે શહેર મંગલમ હોલ, હાથીખાના મેઇન રોડ, કોઠારીયા નાકા પાસે આજથી દુર્ગા પૂજાનો ભવ્ય પ્રારંભ થઇ રહ્યો છે. મહિસાસુરનો વધ કરનારા માં દુર્ગાના અલૌકિક રુપને જોવા દરવર્ષે ભકતોની ભીડ જામે છે. આ વર્ષે મા દુર્ગાની ૧ર ફુટની મુર્તિનું સ્થાપન કરાયું છે. આ સાથે બંગાળી સમાજ દ્વારા સામાજીક સાંસ્કૃતિક પ્રવૃતિઓ પણ કરવામાં આવે છે જેમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે બંગાળી સમાજનો આ સૌથી મોટો ઉત્સવ છે એવું માનવમાં આવે છે કે મૉ દુર્ગા ની પૂજા પહેલા તુલસી અને પીપળાનું પૂજન કરાય છે અને તેમાંથી મા દુર્ગા મૂર્તિમાં વાસ કરે છે. બંગાળી સમાજ દ્વારા આજે સાંજે મૉ દુર્ગાની આરતી સાથી વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.