Abtak Media Google News

અયોધ્યામાં શ્રી રામ મંદિર બનાવવા માટે નિધિ એકત્ર કરવા શહેરના બ્રાસ પાર્ટસ ઉદ્યોગે તન, મન ધનથી સહયોગ આપવાનો નિર્ણય કર્યો છે. જામનગર શહેરમાં શ્રી રામ જન્મભૂમિ નિધિ સમર્પણ સમિતિ દ્વારા રામ મંદિર નિર્માણ માટે નિધિ એકત્ર કરવા માટેની એક બેઠક જામનગરના જુદા જુદા બ્રાસપાર્ટ સહિતના ઉદ્યોગપતિઓ સાથે યોજાઇ હતી. જેમાં જામનગર શહેરના ઉદ્યોગપતિઓ તેમજ નગરજનો કે જેઓ રામ મંદિર નિર્માણ કાર્યમાં તન-મનથી જોડાય તે સંબંધે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં લાખાભાઇ કેશવાલા – (પ્રમુખ બ્રાસ ફાઉન્ડ્રી એસો), રાજુભાઇ ચાંગાણી- (પ્રમુખ ફેસ ૨-૩) ભરતભાઈ મોદી – (સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ-વી.એચ.પી.), ભરતભાઈ ફલીયા – (જામનગર જિલ્લા અધ્યક્ષ-વી. એચ.પી.), મહેશભાઈ જીવાણી (સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચારક- આર.એસ.એસ.), મનોજભાઈ અડાલજા – (સંઘચાલક જામનગર જિલ્લા-આર.એસ.એસ.), જ્ઞાનેન્દ્ર સિંઘ – (સંઘચાલક જામનગર-આર.એસ.એસ.)  ની ઉપસ્થિતિ માં અંદાજે ૩૦ જેટલા બ્રાસ ઉધોગપતિઓ આ બેઠકમાં હાજર રહયા હતા. આ બેઠકમાં મહેશભાઈ તથા લાખાભાઇ દ્વારા જામનગરમાં સંતોના આહ્વાન થતા અયોધ્યામાં બની રહેલ શ્રી રામ મંદિરના ઈતિહાસ અને તેનું રાષ્ટ્ર નિર્માણ માટે કેટલું મહત્વ છે, અને આપણા જામનગર વાસીઓની આ અવસરે શું જવાબદારી હોવી જોઈએ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. સૌ ઉધોગપતિઓ શ્રદ્ધા સાથે આ અભિયાન માં જોડાવા અને યથા શક્તિ તન મન ધનથી સહયોગ આપવા તૈયારી બતાવી હતી અને એક-એક પરિવાર સુધી પહોંચી રામ મંદિર માટે તેમને જોડવા માટે આગામી યોજના માટે સહયોગી બનવા માટે પણ પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.