Abtak Media Google News

આંતર જ્ઞાતીય લગ્નોમાં ઓનર કિલીંગનું પ્રમાણ વધતા સરકાર અને સુપ્રીમ કોર્ટ ચિંતામાં પડી ગયા છે. ઓનર કિલીંગના વધતા બનાવોને લઈ સરકારને કડક કાયદો બનાવવાની તાકીદ વડી અદાલતે કરી છે.

હાલ ભારતમાં ઓનર કિલીંગના ગુનામાં કોઈ અલગથી કાયદાકીય વ્યાખ્યા નથી. ઓનર કિલીંગમાં અલગથી ગુનો દાખલ થતો નથી. આવા કેસમાં ખુનનો ગુનો ગણી મામલો ચલાવવામાં આવતો હોય છે. જેથી સરકારે ઓનર કિલીંગને કડક કાયદામાં સમાવવા ‘ધી પ્રોહિબીશન ઓફ ઈન્ટરફેરેન્સ વીથ ફ્રિડમ ઓફ મેટ્રોમોનીયલ અલાયન્સ બીલ’ લાવવાનું પગલું ભર્યું છે.

કેન્દ્ર સરકારે વડી અદાલતમાં કહ્યું છે કે, ઓનર કિલીંગને ગંભીર ગુનો ગણતો કાયદો ટુંક સમયમાં લઈ આવવામાં આવશે.

અહીં ઉલ્લેખનીય છે કે દેશના ઘણા રાજયોમાં ઈન્ટરકાસ્ટ અને ઈન્ટરગોત્ર લગ્નમાં ઓનર કિલીંગ થાય છે. પતિ અને પત્નીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. આવા કેસમાં મોટાભાગે ગામના વડાની દેખરેખ હોય છે. સરકાર પણ આ મામલે યોગ્ય પગલા લઈ શકતી નથી. માટે ઓનર કિલીંગનો અલગથી જ કાયદો લાવવાની દલીલ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.