Abtak Media Google News

દેશમાં બાળકો સાથે સતત રેપની ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં જ કઠુઆમાં આઠ વર્ષની બાળકી સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. સતત નિર્દોષ બાળકો સાથે થતી રેપની ઘટનાને રોકવા માટે કડક કાયદો બનાવવાની માગણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન જાણવા મળ્યું છે કે, કેન્દ્ર સરકાર 12 વર્ષ સુધીના બાળકો સાથે રેપ કરનારને ફાંસીની સજા આપવાનો કાયદો લાવવાનું વિચારી રહી છે.

 કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને લખી ચિઠ્ઠી

નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે એક જનહિતની અરજી પર સુનાવણી ચાલી રહી હતી તે દરમિયાન સુપ્રીમ કોર્ટને આ વાત કરી છે. કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટને પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે, 12 વર્ષ સુધીના બાળકો સાથે રેપ જેવી ઘટના બને તો આરોપીને મહત્તમ ફાંસીની સજા આપવા કેન્દ્ર સરકાર POCSO એક્ટમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે.

 


ફાંસીની આપવામાં આવે સજા

કેન્દ્ર સરકારે કહ્યું છે કે, નિર્દોષો સાથે રેપની સજાને વધારીને ફાંસી કરવા જઈ રહી છે. આ વિશે પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટ હવે આ વિશે 27 એપ્રિલે સુનાવણી કરશે.

 સતત વધી રહી છે રેપની ઘટના

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી બાળકો સાથે રેપના મામલે સજા વધારીને ફાંસી કરવાની માગણી કરવામાં આવી રહી છે. આ જ મુદ્દાને લઈને દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતી માલિવાલ સાત દિવસથી અનશન કરી રહી છે. તેમની પણ આ જ માગણી છે કે, બાળકો સાથે રેપ જેવો ગુનો કરનાર દોષિતોને ફાંસીની સજા આપવી જોઈએ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.