Abtak Media Google News

કોરોનાના વધતા સંક્રમણને ધ્યાને લઈ સ્થાયી સમિતિનો નિર્ણય

કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને ધ્યાને લઈને આ વર્ષે શ્રાવણી મેળા નહીં યોજવા અંગેનો નિર્ણય જામનગર મહાનગર પાલિકાની સયી સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે. જામનગરમાં પ્રતિવર્ષ મહાનગર પાલિકા દ્વારા શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ કોરોના વાયરસના બીમારીને ધ્યાને લઈને આ વર્ષે મેળા મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો હતો.

આંતરિક પાઈપ લાઈન સુધારણા કામગીરી માટે રૂ.૪૮ કરોડ ખર્ચાશે

ફિલ્ટર પ્લાન્ટ, પંપ હાઉસ માટે ડીજીસેટ ખરીદાશે

જામનગર મહાનગર પાલિકા દ્વારા છ નવા ડી.જી. સેટ ખરીદવામાં આવનાર છે. આ માટે રૂ. ૧ કરોડ ૯૨ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. જામનગર મહાનગર પાલિકાની સયી સમિતિની બેઠક આજે ચેરમેન સુભાષ જોષીના અધ્યક્ષ સને મળી હતી. જેમાં દસ સભ્યો ઉપરાંત મેયર હસમુખ જેઠવા, નાયબ કમિશ્નર એ.કે.વસ્તાણી ઉપસ્તિ રહ્યા હતા. જેમાં આજી-૩ અને લાલપુર રોડ પમ્મ હાઉસ ફિલ્ટર પ્લાન્ટ માટે બે ડીજી સેટ ૭૫૦ કે.વી.એના તેમજ ૨૫૦ કે.વી.એના ચાર  ડીજી સેટ (ગોકુલનગર, રવિપાર્ક, મહાપ્રભુજી બેઠક ઈ.એલ.આર તેમજ ટાઉનહોલ માટે) અને ૨૫ કે.વી.એના સસોઈ ડેમ સ્તિ ડીજી સેટ બદલા પદ્ધતિી ખરીદવા માટે રૂ. ૧ કરોડ ૯૨ લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. સમર્પણ તા મહાપ્રભુજી ઈ.એસ.આર. હેઠળના આંતરિક પાઈપલાઈન નેટવર્ક ૧૦ અંતર્ગત ૧૦૦એમએમ ડાયાી ૬૦૦ એમએમ ડાયા સુધીની ડી.આઈ. કે.ઈ પાઈપ લાઈન તા સંલગ્ન માલ-સામાન સપ્લાય અને લેબર વર્કના કામ અંગેની કમિશ્નરની દરખાસ્ત અન્વયે રૂ. ૧૫ કરોડ ૯૯ લાખનો ખર્ચ મંજુર રખાયો હતો.

તેવી જ રીતે ગોકુલનગર ઈ.એસ.આર. હેઠળના વિસ્તાર માટે રૂ. ૧૮ કરોડ ૬૦ લાખ અને નવાગામ ઘેડ તા ગુલાબનગર ઈ.એસ.આર. હેઠળના વિસ્તારના કામ માટે રૂ. ૧૩ કરોડ ૬૨ લાખ, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ અંતર્ગત વેસ્ટ ઝોન વિસ્તારમાં ખાનગી સોસાયટીમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં લોક ભાગીદારીી માળખાકીય સુવિધા માટે સત્યમ કોલોનીમાં કેનાલ ઉપર એપ્રોચ રોડ બનાવવા માટે રૂ. ૪૩ લાખ ૧૨ હજારનો ખર્ચ મંજુર કરાયો હતો.

શહેરી વિસ્તારમાં વૃક્ષોના ટ્રીમીંગ કરવા માટે પ્લેટફોર્મ સોનું ટ્રી મેન્ટનન્સ કટર મશીન સપ્લાય કરવા માટે રૂ. ૨૨ લાખ ૩૮ હજાર, લાઈટ શાખા માટે નવું હાઈડ્રોલીક ટાવર લેડર મશીન ખરીદવા માટે રૂ.૨૨ લાખ ૧૦ હજારનો ખર્ચ મંજુર કરાયો હતો.

વોર્ડ નં. ૫, ૯, ૧૩ અને ૧૪મા ટ્રાફિક વર્કસના કામ માટે રૂ. પાંચ લાખનો વધારાનો ખર્ચ, મહાપ્રભુજી બેઠક તા બેડી ઈ.એસ.આર. ટેન્કર મારફત પાણી વિતરણ કરવા માટે વાર્ષિક રૂ. ૬૨ લાખ ૪૦ હજારનો ખર્ચ મંજુર રખાયો હતો. આરોગ્ય શાખામાં આઉટ ડોર ફરજ બજાવતા નર્સ, મીડ વાઈફ ડ્રેસ અને હેલ્પ વર્કરને ક્ધવેયન્સ એલાઉન્સ આપવાની કમિશ્નરની દરખાસ્ત અન્વયે પ્રતિમાસ પેટ્રોલ એલાઉન્સ આપવા મંજુર કરાયો હતો.

જ્યારે અધ્યક્ષ સનેી રજુ કરાયેલી દરખાસ્ત વોર્ડ નં. ૨ના મોમાઈનગર શેરી નં. ૪ અને ૫માં પાઈપ ગટર બનાવવા માટે રૂ. ૭ લાખ ૧૬ હજારનો ખર્ચ મંજુર કરાયો છે. જ્યારે પ્રતિવર્ષ મહાનગર પાલિકા દ્વારા યોજાતા શ્રાવણી મેળા સરકારની ગાઈડલાઈન મુજબ હાલ મુલતવી રાખવા નિર્ણય લેવાયો હતો. તો આગામી ૧૫મી ઓગસ્ટની ઉજવણી સરકારની ગાઈડલાઈન મુજબ વોર્ડ નં. ૩માં કરવા નિર્ણય લેવાયો હતો.

જામનગર-ધ્રોલમાં આજથી ફરી ચા પાનની દુકાનો ખુલ્લી

જામનગર અને ધ્રોળમાં ચા-પાનના વેંચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ જાહેરનામાની મુદ્તમાં સુધારો કરવામાં આવ્યો છે અને મુદ્ત ટૂંકાવી દેવામાં આવતા આજી દુકાનો રાબેતામુજબ ખોલી નાંખવા માટે પરવાનગી આપવામાં આવી છે.

જામનગરમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈ જામનગરમાં અને ધ્રોળમાં ચા-પાન-ગુટકાના વેંચાણ ઉપર પ્રતિબંધ લાદતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.

ગત્ તા. ૧૮ થી ચા-પાનની દુકાનો, હોટલો બંધ હતી. આ જાહેરનામું તા. ર૬-૭-ર૦ર૦ સુધીનું હતું, પરંતુ આજી જાહેરનામું પરત ખેંચી લેવામાં આવ્યું છે. પરિણામે આજી જામનગર-ધ્રોળમાં ચા, પાન-ગુટકાનું વેંચાણ કરવાની મંજુરી આપવામાં આવતા આ દુકાનો-હોટલો ખુલ્લી જવા પામી છે. જો કે તેમણે ફક્ત પાર્સલ સેવા જ આપવાની રહેશે અને સોશ્યલ ડિસ્ટન્સનું પણ ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે. આમ, ચા-પાનના વેંચાણની છૂટ મળતા તેના ધર્ંધાીઓમાં ખુશી વ્યાપી છે.

નિયમોનું પાલન નહીં કરો તો મંદિરો બંધ કરવા પડશે: જામસાહેબ

જામનગરમાં જામ ધર્માદા સંસના મંદિરોને ગુજરાત સરકારે અમુક શરતો અને સમયમર્યાદા સહિતના નિયમોને આધિન રહીને દર્શર્નાીઓ માટે ખુલ્લા રાખવાની મંજુરી આપી છે. તેનો લાભ સૌ ધર્મપ્રેમીઓએ સમજી-વિચારીને લેવાનો છે.

આ તકે જામનગરના પૂર્વ રાજવી અને જામધર્માદા સંસના મોવડી જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાએ ખાસ અનુરોધ કર્યો છે કે દર્શર્નાીઓ સરકારના તમામ નિયમોનું ચૂસ્તપણે પાલન કરે. જો દર્શર્નાીઓ નિયમોનું ભંગ કરશે કે ગેરવર્તન કરશે કે છૂટછાટનો ગેરલાભ લેવાનો પ્રયાસ કરશે તો જામધર્માદા સંસએ ના છૂટકે મંદિરો બંધ કરવા પડશે તેવી સૂચના આપી છે.

સામાજીક અંતર નહીં જાળવનારા બે વેપારી,કામ વિના આંટા મારનારા પાંચ સામે કાર્યવાહી

જામનગરમાં ગઈકાલે ઠંડાપીણાની એક દુકાનમાં તેમજ મહીકી ગામમાં કરીયાણાની દુકાનમાં સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ તા પોલીસ દોડી હતી જ્યારે રાત્રી કર્ફયુ હોવા છતાં કારણ વગર રખડતા પાંચ સામે ગુન્હો નોંધાયો હતો ઉપરાંત ઠસોઠસ મુસાફર ભરી રિક્ષા દોડાવતા ચાલક સામે પણ પોલીસે કાર્યવાહી કરી છે.

જામનગરમાં તમામ વેપારીઓને સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરવા ઉપરાંત સમયમર્યાદામાં દુકાનો બંધ રાખવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે ત્યારે ગઈકાલે નગરના નાગના નાકા વિસ્તારમાં આવેલી રાજ કોલ્ડ્રીક્સ નામની દુકાનમાં ગ્રાહકોની ભીડ જામી હોવાની બાતમી મળતા પોલીસ દોડી ગઈ હતી. ત્યાં દુકાનદાર વિશાલ રાજેન્દ્રભાઈ સદારંગાણીએ સોશ્યલ ડીસ્ટન્સ રખાવ્યા વગર ગ્રાહકો ભેગા કર્યા હોવાનું જણાઈ આવતા પોલીસે તે વેપારી સામે આઈપીસી ૧૮૮, ૨૭૦ તેમજ જીપી એક્ટની કલમ ૧૩૯ અને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામજોધપુર તાલુકાના મહીકી ગામમાં અનાજ-કરિયાણાની દુકાન ચલાવતા બાબુભાઈ ગજાભાઈ ચૌહાણ પણ ગઈકાલે પોતાની દુકાનમાં સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરી ગ્રાહકોને એકઠા કરી વેપાર કરતા હતાં. પોલીસે તેમની સામે પણ કાર્યવાહી કરી છે.

તે ઉપરાંત જામનગર નજીકના હાપાની એલગન સોસાયટીમાં ગઈરાત્રે બાર વાગ્યા પછી આંટાફેરા કરતા લક્ષ્મણ રમેશભાઈ કોળી, અમીત રમેશભાઈ કોળી તેમજ મોહસીન સતારભાઈ સાટી, અબ્દુલ કરીમભાઈ સુમરા અને જોગવડમાંી જય કિશનભાઈ ઈસાઈ નામનો શખ્સ રાત્રે આંટા મારતો મળી આવ્યો હતો. તે તમામ સામે પણ પોલીસે કાર્યવાહી કરી છે.

નગરના સરલા આવાસ પાસેી ગઈકાલે બપોરે જીજે-૧૦-ટીડબલ્યુ-૫૭૪૮ નંબરની રિક્ષામાં ઠસોઠસ મુસાફરો ભરીને સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરાવતા પ્રકાશ દેવાભાઈ સોલંકી મળી આવતા પોલીસે તે ડ્રાયવર સામે પણ ગુન્હો નોંધ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.