Abtak Media Google News

મગજએ શરીરનું પાવન હાઉસ છે જો મગજને લોહીનો પહોચે તો કોઇ નસ બંધ થઇ જાય તેને આપણે બ્રેઇન સ્ટ્રોક અથવા પેરેલીસીસનો હુમલો કહીએ છીએ અચાનક લોહીની નસ બંધ થઇ જવાથી મગજના એક ચોકકસ ભાગમાં લોહી ન મળવાથી આ બ્રેઇન સ્ટ્રોક આવે છે જે સ્ટ્રોક અંગેની વિગતવાર માહીતી રાજકોટના નામાંકીત ન્યુરોલોજીસ્ટ દ્વારા આપવામાં આવી હતી.

મગજ એ શરીરનું પાવર હાઉસ: ડો. પુનિત ત્રિવેદી (ન્યુરોસર્જન)

Vlcsnap 2021 08 04 12H28M59S063

ન્યુરોર્સજન ડો. પુનીત ત્રિવેદીએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, મગજ એ સૌથી જરુરી અંગ છે. શરીરનું સંચાલન મગજ દ્વારા થતું હોય છે. મગજ એ એક પાવર હાઉસ છે. મગજમાંથી જે જ્ઞાનતંતુનો પ્રવાહ વહે છે એનાથી આપણી પાંચેય ઇન્દ્રીઓ તથા શરીરનું નિયંત્રણ મગજ દ્વારા થાય છે. મગજથી જ શરીરનું સંચાલન અને નિયંત્રણ થાય છે. ખાસ તો સ્ટ્રોક માટેની જાગૃતતા ખુબજ જરુરી છે.

સામાન્ય રીતે મગજનાં હુમલામાં બે વસ્તુથી થતી હોય છે. લોહીની નસ બ્લોક થવી એટલે કે ઇન્ફાકટ અને લોહીની નસ ફાટી જવી એટલે મગજમાં હેમરેજ થવું. આ ઉપરાંત બ્લડ પ્ર્રેસર વધારે હોવું કે લોહીની નસમાં ફુગ્ગો થયો હોઇ તો એને હેમરેજીક સ્ટ્રોક કહેવાઇ એના હિસાબે મગજમાં હેમરેજ થાય છે. જો મગજને  આઠ મીનીટ લોહી ન મળે તો જ્ઞાન તંતુ સુકાવવા માંડે છે. જે રીતે હ્રદયનો એન્જીયો ગ્રામ થાય તે જ પ્રમાણે મગજનો એન્જીયો ગ્રામ થતો હોય છે. સામાન્ય રીતે એન્જીયોગ્રામનાં ત્રણ પ્રકારો છે.

સીટી એન્જીયોગ્રાફી, એમ.આર.આઇ. એન્જીયોગ્રાફી ડીજીટલ એન્જીયો ગ્રાફી કોઇ દર્દીને ડાયાબીટીસ કે બ્લડ પ્રેસર હોય તો આવા દર્દીને ડાયાબીટીસ કે બ્લડ પ્રેસર હોય તો આવા દર્દીને 40 વર્ષ પછી હ્રદયનો ઇકો ગ્રામ અને કેરોટેડ ડોપલર કરાવવા આ બન્ને રીપોર્ટથી ખબર પડી જાય છે કે ભવિષ્યમાં આવા દર્દીને સ્ટ્રોક આવવાની શકયતા કેટલી છે. નિયમીત જીવન જીવવું, સ્ટ્રેસ ન લેવો, યોગ, મેડીટેસન, નિયમીત ચાલવું, સાયકલીંગ કરવું જેનાથી હેલ્ધી લાઇફસ્ટ્રાઇલ અપનાવી આપણે સ્ટ્રોકથી બચી શકીએ  છીએ, અંતમાં તેઓએ જણાવ્યું હતું કે કોઇપણ વ્યકિતને સ્ટ્રોકના લક્ષણો દેખાય તો તુરંત જ વ્યકિતને હોસ્પિટલમાં ખસેડવા જોઇએ, જો દર્દીને એક કલાકમાં (ગોલ્ડન અવર)માં હોસ્5િટલ ખસેડવામાં આવે તો પુરતી સારવાર મળવાથી દર્દીનો જીવ બચાવી શકાય છે.

Vlcsnap 2021 08 04 12H28M48S515

એક વાર સ્ટ્રોક આવ્યા પછી બીજીવાર પણ આવી શકે છે: ડો. મલય ઘોડાસરા (ન્યુરો ફીઝીશીયન)

ન્યુરો ફીઝીશીયન ડો. મલય ઘોડાસરાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે જો મગજને લોહી ન પહોંચે કે કોઇ નસ બંધ થઇ જાય તો તેને આપણે બ્રેઇન સ્ટ્રોક અથવા પેરેલીસીસનો હુમલો કહીએ છીએ. અચાનક લોહીની નસ બંધ થઇ જવાથી મગજનાં એક ચોકકસ ભાગમાં લોહી ન મળવાથી આ આ બ્રેઇન સ્ટ્રોક આવે છે. જેના લીધે એક સાઇડનો ભાગ ખોટો પડી જાય છે.

હાથ પગમાં ખાલી ચડી જવી, ચહેરો ત્રાસો થઇ જવો બોલવામાં તકલીફ પડવી, અસ્પષ્ટ ઉચ્ચાર ન થવા અથવા સાવ બોલવાનું બંધ થઇ જવું આવી અચાનક સમસ્યા સર્જાય તો તે બ્રેઇન સ્ટ્રોક હોઇ શકે, આ પરિસ્થિતિના કારણો આ મુજબ છે. બ્લડ પ્રેસર હાઇ રહેતું હોય, ડાયાબીટીસ હોય, સ્મોકીંગ કરતાં હોય, પેટની ઓબેસીટી, પેટ મોટુ, વજન વધારે, શારીરિક શ્રમ ન કરતા હોય, બેઠાડુ જીવન હોય, સામાન્ય રીતે એવી માન્યતા છે એકવાર સ્ટ્રોક આવ્યા પછી બીજી વાર આવતો નથી પરંતુ એકવાર સ્ટ્રોક આવ્યા પછી બીજી વાર પણ આવી શકે છે.

બ્રેઇન સ્ટ્રોક નો આપણે ભોગ ન બનીએ. તે માટે હળવી કસરત કરવી, ચાલવું, ખોરાકમાં ઘ્યાન રાખવું, તેલવાળુ કે ઘી વાળુ, સુગરવાળુ, સોલ્ડ વાળો ખોરાક ટાળવો જેવી કાળજી લેવી જોઇએ, અંતિમ સર્વે અનુસાર બ્રેઇન સ્ટ્રોકથી પ્રતિદિન પોઇન્ટ પાંચ ટકા મોત થતા હોયછે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે સારવાર દરમિયાન જેટલો દવાનો રોલ હોય છે એટલો જ ફીઝયોથેરાપીનો રોલ હોય છે. ફીઝીયોથેરાપી ડોકટર પાસે જ કરાવી અને દિવસમાં બે વાર ફીઝીયોથેરાપી કરો તો વધારે સારુ પરિણામ મળે છે.

ફીઝીયોથેરાપીએ મોર્ડન મેડિશીનની એક ચિકીત્સા પઘ્ધતિ છે: ડો. પ્રશાંત ઠાકર (ફીઝીયોથેરાપીસ્ટ)

Vlcsnap 2021 08 04 12H29M46S538

ફીઝીયોથેરાપીસ્ય ડો. પ્રશાંત ઠાકર એ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે સ્ટ્રોકમાં ફીઝીયોથેરાપીનો રોલ દર્દી હોસ્પિટલમાં દાખલ થાય તરત જ ચાલુ થઇ જતો હોય છે. દર્દીની રીકવર કરવામાં સૌથી મોટી ભુમિકા ફીઝીયોથેરાપીસ્ટની હોય છે. અત્યારનાં સમયમાં ફીઝીયોથેરાપી ખુબ જ વિકસીત થઇ ગઇ છે. જેમાં રોબોટીક, બાયોફીટબેકસ, ઇલેકટ્રોથેરાપીનો સમાવેશ થાય છે.

રોબોટીક થેરાપી હાથ અને પગની મુવમેન્ટ કવોલીટીમાં સુધારો કરી શકીએ છીએ, બાયોફીટબેકસ સીસ્ટમનો સૌથી વધારે ઉપયોગ કરવામાં  આવે છે, ઇલેકટ્રોથેરાપીની અંદર જે કાંઇપણ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં ઘણી બધી આધુનિકતા હોય છે. જેના હિસાબે દર્દીને ઓપરેશનથી પણ બચાવી શકીએ છીએ. સમયસર ફીઝીયોથેરાપી ન કરાવી તો સ્નાયુ જકડાઇ જવા અને જોઇન્ટને પ્રોપર પોજીસન આપવી એ શકય નથી. અને ઓપરેશનનો સહારો લેવો પડે છે.

સારુ રીઝલ્ટ આપી શકે તેવા દર્દી આજીવન વીલચેરમાં જીંદગી વિતાવી શકે તેવા દિવસો પણ આવી શકે છે. દર્દી જોખમની બહાર આવી જાય તે સમયથી લઇ સંતોષકારક સુધારો આવી જાય ત્યાં સુધી ફીઝીયોથેરાપી કરવી જોઇએ. ફીઝીયોથેરાપીસ્ટ દર્દીને તપાસીને કઇ કઇ ટ્રીટમેન્ટ ટેકનીકની જરુર પડશે અને એનું આયોજન કરી દર્દીને ચોકકસ સારવાર આપે છે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, ફીઝીયોથેરાપીનો અપુરતો અભ્યાસ હોય તેવા લોકો પાસે આ થેરાપી ન કરાવવી જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.