Abtak Media Google News

રાજકોટ જિલ્લાના નવનિયુક્ત કલેકટરએ રાજકોટ જિલ્લાના વિકાસને આગળ ધપાવવા સૌપ્રથમ ‘અબતક’ મીડિયાને આપેલી મુલાકાતમાં રસપ્રદ માહિતી આપી હતી. કલેક્ટર અરૂણ મહેશ બાબુની રાજકોટમાં કોર્પોરેશન ખાતે ફરજ દરમિયાન સ્માર્ટ સિટી અને આઇવે પ્રોજેક્ટ કામગીરીમાં મહત્વની ભૂમિકા રહી હતી.

નવનિયુક્ત કલેકટર અરુણ મહેશ બાબુ રાજકોટ કલેકટરનો ચાર્જ સંભાળી જિલ્લાના પેન્ડિંગ પ્રોજેકટ આગળ ધપાવવા તેમજ ગ્રીનપાર્ક ઉભા કરી પર્યાવરણને પ્રાધાન્ય આપશે. આ ઉપરાંત ઇ-સેવા સેન્ટર, ડિજિટલ સેવા સેન્ટર, ઇ-ગ્રામ સેવા સેન્ટર, જન સેવા સેન્ટરની કામગિરીને સરળ અને ઝડપી બનાવવાનો નિર્દેશ પણ રાજકોટ કલેક્ટરે આપ્યો છે.

પ્રશ્ન: તમે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે નાની ઉંમરમાં બહોળો અનુભવ મેળવ્યો છે રાજકોટને આગળ ધપાવવા આ અનુભવનો ઉપયોગ કઇ રીતે કરશો??

જવાબ: સૌપ્રથમ તો હું ‘અબતક’ મીડિયાનો આભાર વ્યક્ત કરું છું આજના મારા ઈન્ટરવ્યુના માધ્યમથી આપ રાજકોટ શહેર અને જિલ્લાની જનતાને મારૂ વિઝન બતાવી રહ્યા છો તે બદલ હું આપનો આભારી છું. આ માહિતી સારી રીતે લોકો સુધી પહોંચે તેની પણ હું તમને વિનંતી કરી રહ્યો છું રાજકોટમાં આ પહેલા પણ કોર્પોરેશનમાં મેં ફરજ નિભાવી હતી. ત્યારે પણ ઇન્ટરનેશનલ લેવલના રાજકોટ હેકેથોન અમે કર્યા હતા. જેનું ઉધઘાટન વડાપ્રધાને કર્યું હતું તેમજ રાજકોટ જ્યારે સ્માર્ટ સીટી તરીકે જાહેર કરવામાં આવ્યું ત્યારે સૌપ્રથમ કમાન્ડ એન્ડ કંટ્રોલ આપણે જ ઉભું કર્યું હતું. સાથેસાથ આઇવે પ્રોજેક્ટ, સિટીના સીસીટીવી નેટવર્ક પ્રોજેક્ટ છે જે મ્યુનિસિપલ કોર્પોરેશન અને સીટી પોલીસ મોનીટરીંગ હેઠળ કાર્યરત છે. જે ઘણા બધા લોકોનું મોનીટરીંગ અને દંડ લેવાની અને ડિસિપ્લિન જાળવી રાખવાની પ્રક્રિયા દેખરેખ રાખે છે ત્યારથી શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ માટે આપણે અગાઉ પણ વિકાસની ગાથાને આગળ ધપાવાની  તક મળી હતી આવી જ રીતે સરકાર દ્વારા અમદાવાદમાં પણ મને કામગીરી કરવાની તક આપવામાં આવી હતી. આજ પ્રમાણે અમદાવાદમાં પણ એક્સપોઝર આપ આવ્યું હતું. આ એક્સપોઝરનો વિકલ્પ લઈને આવનારા દિવસમાં રાજકોટ જિલ્લા માટે કંઈક એવા પ્રોજેક્ટ જે પેન્ડિંગ છે તે પ્રોજેક્ટ આગળ લઈ જવાની ઈચ્છા છે, રાજકોટના જન અને જનાર્દન સાથે મળીને આ કામગીરી કરવા અને મીડિયાના મિત્રોના સહયોગથી આ કામને આગળ લઈ જવાની મારી ઈચ્છા છે.

પ્રશ્ન: આરોગ્યને લઈ રાજકોટ જિલ્લામાં પી.એચ.સી સેન્ટરમાં કેવો બદલાવ લાવવો જરૂરી??

જવાબ: કલેકટરે જણાવ્યું તું કે, હેલ્થ એ પંચાયત નો વિષય છે જે અત્યારે ડીડીઓ અને જિલ્લા પંચાયત તેના પર કામગીરી કરી રહ્યા છે વેકસીનેસ પર આપણે ભાર મુકવાના છીએ આજે પણ આપણી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, પ્રાઇવેટ હોસ્પિટલ ને સીવીસી કરવા માટે અને મેક્સિમ છેવાડા ના માણસ સુધી વેકસીનેસન કરવા માટે નો પ્રયત્ન કરીએ છીએ વેકસીનના સપ્લાયને લઈ શેસન પણ આપણે વધારે કરાવ્યું છે હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ તેમજ 45 થી વધુ ઉંમરના લોકો ને 80 ટકા વેકસીનેસન લેવડાવી લેવામાં આવી છે અને અત્યારે 18 થી 45 ઉંમર ના વ્યક્તિઓ પર વેકસીનનો ભાર મૂકી રહ્યા છીએ, તેમજ ફર્સ્ટ ડોઝ લેવડાવી લેવામાં આવ્યો છે ત્યારે ત્રીજી લહેર ન આવે તે માટે વેકસીનેસન વધારેમાં વધારે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. રાજકોટ જિલ્લા માં લભભગ 22 પ્લાન્ટ એવા છે જે ટૂંકા સમય મા આપણે લઈ આવવાના છીએ તેના ઉપર કામગીરી ચાલુ છે. આપ જોઈ શકો છો પીડિયું હોસ્પિટલ, સમરસ હોસ્પિટલ તમામ વોર્ડમાં આપણે મોટાપાયે એક લાઈન સાથે જોડી રહ્યા છીએ, ઓક્સિજનના પુરવઠા પ્રોપર મળે એના પર અત્યારે આપણે કામગીરી કરી રહ્યા છીએ. પી.એચ.સી , સી.એચ.સી ત્યાં આપણે જેટલો સ્ટાફ ઉપલબ્ધ છે તેનાથી કામ લઈ રહ્યા છીએ ત્યાં પણ ઇ.સી.જી નો પ્રોજેકટ કોઈ નું ડાયબેટીસ ની ચકાસણી હોય કોઈ ને તાવ ની ચકાસણી હોય અથવા હૃદયની કોઈ તકલીફ હોય તેને પણ ચકાસવા માટે જે પગલાંઓ લેવાના છે એ જિલ્લા પંચાયત સાથે મળી ને કામગીરી કરીશુ. મોટાપાયે હેલ્થ અને એજ્યુકેશન પર ભાર વધારે મુકવાની ઈચ્છા છે ઈશ્વરની અને રાજકોટની જનતાના આશીર્વાદથી આ કામ પર આપણે ભાર મુકીશું.

પ્રશ્ન: વિશ્વઆખું આજે ક્લાઈમેટ ચેઈન્જથી ઝઝૂમી રહ્યું છે ત્યારે ઓક્સિજનનો પ્રશ્ન રાજકોટ શહેર જિલ્લામાં લાગતા વળગતા વિસ્તારોઆ ઉભા થયા છે ત્યારે પર્યાવરણને લઈ રાજકોટ શહેર અને જિલ્લામાં ક્યા ક્યાં પ્રોજેક્ટ કરવા જરૂરી છે??

જવાબ: કલેકટરે જણાવ્યું હતું કે, રાજકોટમાં જોઈ શકો છો કે ઘણી બધી સંસ્થાઓ કાર્યરત છે જે આખા સૌરાષ્ટ્રને આવરીને તમામ હાઇવે પર ડિવાઈડર ઉપર ટ્રી પ્લાન્ટેશન કરી રહી છે, આર્ટિફિશિયલ ઓક્સિજનનો આપણે પાર્ટ બનાવીએ છીએ, આર્ટિફિશિયલ ઓક્સિજનને લઈને આપણે બીજી લહેરમાં દોડ્યા હતા તેનું અંતિમ અને 100 ટકા વિકલ્પ કહેવાય તો એ છે કુદરતી પ્રાણવાયુ. ત્યારે કુદરતી પ્રાણવાયુને વધારવા ટ્રી પ્લાન્ટેશન કરવું પડે. બીજા જિલ્લામાં આપણે  મિશન મિલીયન ટ્રી કર્યા હતા એ જ રીતે અહીં વધુને વધુ ડીવાઈડર ઉપર હાઇવેની સાઇડમાં આપણે ટ્રી પ્લાન્ટેશન કરવા માટે તમામને આપણે પ્રોત્સાહન કરીયે  છીએ. અમુક દિવસો પહેલા ખરાબાની અને ગૌચરની જગ્યા પર લોકો ટ્રી પ્લાન્ટેશન કરવા તૈયાર થયા છે. એમને પણ આપણે માર્ગદર્શન આપી રહ્યા છીએ મદદરૂપ બની રહ્યા છીએ જેથી ગૌચરની જમીન પણ સંરક્ષણ થઈ જાય અને ઓક્સિજનની સંખ્યામાં વધારો થાય. સાથો સાથ પીડિયું હોસ્પિટલમાં આર્ટિફિશિયલ ઓક્સિજન પ્લાન્ટ નાખી રહ્યા છીએ જ્યાં પણ મેં એજ સૂચના આપી હતી કે આને પણ ઓક્સિજન પાર્ક તરીકે જાહેર કરજો જેથી કરીને ટ્રી પ્લાન્ટેશન તરીકે આખું ગ્રીનપાર્ક બનાવાય જેથી આવનારા દિવસોમાં એક નહિ પણ વધારે ને વધારે ઓક્સિજન પાર્ક આપણા શહેરમાં  અને ગ્રામ્ય વિસ્તારમાં ઉભા કરીશુ અને કલાઈમેટ ચેઈન્જને આવરી લેવા માટે એક સંતુલન લાવવા માટે ગ્રીનરી કરવું જ પડે એના માટે જેટલું મહત્તમ બને એટલા ટ્રી પ્લાન્ટેશન કરવા જરૂરી છે. વન-મોહત્સવ પણ આવી રહ્યા છે, વનવિભાગ પણ આમા કામે લાગી ગયું છે.  આવનારા દિવસોમાં ટ્રી પ્લાન્ટેશન 2 પ્રકારના કરવાના છે. શોર્ટ ગ્રોઇંગ અને લોન્ગ ગ્રોઇંગ જેમાં લોન્ગ ગ્રોઇંગમાં બે પીસીસમાં નક્કી કરીશુ જેમાં ગ્રોથ લાંબો સમય 100 વર્ષ માટે રહી શકે અને ફાસ્ટ ગ્રોઇંગ પીસીસમાં ઝડપીથીએ ગ્રીનરી આવી જાય અને ગ્રોથ પણ ફાસ્ટ થાય જેથી કરીને મેક્સિમમ ઓક્સિજન પણ સપ્લાય થાય પક્ષીઓમાં ફ્રૂટ્સની સપ્લાય થઈ અને મહતમ રીતે રાજકોટને ગ્રીન કરી શકાય આવીજ પદ્ધતિ થઈ અમે કામ કરીશું.

Mahesh Babu 2

પ્રશ્ન: તમેં શિસ્તના આગ્રહી છો શું દંડ, સજા કે સમજાવટથી અરુણબાબુ કામ લઇ શકે??

જવાબ: કલેકટરે જણાવ્યું હતું કે કેરેકટેસ્ટ્રીક પોલિસી છે સમજાવટથી મોટાપાયાએ કામ લેવાના છે. અમુક વખતે પગલાંઓ બીજી રીતે પણ લેવાતા હોય છે પણ મોટા ભાગે આપણે સામાન્ય માણસ ને સાચવીને કામ કરવાના છે પરંતુ કોઈ સૂચના ન માનતા હોય અથવા પ્રજાને અસર ન કરતું હોય તેના પર પગલાં લેવાના થશે તો લઈશું. પણ મોટા પાયે પ્રેમથી આપણે કામ કરીયે અને પ્રેમથી કામ લેવાનું છે.

પ્રશ્ન: તમને અહીંની પ્રજાની કઈ ખાસિયતો ગમે છે અને પ્રજા પાસેથી કેવી અપેક્ષાઓ છે??

જવાબ: કલેકટરે જણાવ્યું હતું કે, રંગીલું રાજકોટ છે અને પ્રજા પણ રંગીલી રાજકોટના લોકો ખૂબ ઉત્સાહી છે લોકો મોળી રાત સુધી જાગી ને કામની સાથે આનંદ કરતા હોય રાજકોટ નો જે પ્રેમ છે એ થોડા સમય પહેલા પણ લીધો હતો. ત્યારે મને પૂરો વિશ્વાસ છે પ્રજાના હિંતમાં કામ કરીએ તો રાજકોટ ની જનતા અને મીડિયા મિત્રો પ્રેમ અમને ખૂબ મળશે આપની કૃપા થીજ કામગીરી આપણે રાજકોટ જનહિત માં અને પ્રજા માટે કામ કરવાનું છે.

છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા માટે કર્મચારીઓને સૂચન

અરૂણ મહેશ બાબુએ કલેકટર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ કર્મચારીઓ સાથે સૌથી પેહલા મિટિંગ કરી હતી. કલેકટરે જણાવ્યું હતું કે, અવાનારા દિવસોમાં સંકલનની પણ મીટીંગ થાય ત્યારે તમામ ડિસ્ટ્રીક અધિકારીની સાથે ઓળખાણ થઈ જશે. મારી સીસ્ટમ એવી છે કે તમામ તાલુકામાં રૂબરૂ મુલાકાત લઈ છેવાડાના માનવીને સુવિધા મળે, કર્મચારીઓ ફિલ્ડ વર્ક કરે તે મારો ધ્યેય છે અને એ પ્રમાણે હું કર્મચારીઓ પાસેથી કામ પણ લઈશ. મારી સુચનાથી કલેકટર ઑફિસ છોડીને અથવા ડિસ્ટ્રીકના કોર્પોરેશન ઓફીસ છોડીને અધિકારીઓએ બહાર નીકળી ને કામગીરી કરવાની ચાલુ કરી દીધી છે. હું પણ ટૂંકા સમય માં તમામ તાલુકાની વિઝિટ લઈશ. અગાઉના કલેકટર દ્વારા ખુબજ સારી કામગીરી કરવામાં આવી છે એ કામગીરી હું આગળ ધપાવીશ તેમજ છેવાડાના માનવી સુધી તમામ સરકારી યોજનાનો લાભ મળે તે માટેનો મારો પ્રયત્ન રહેશે. લોકોને ક્યારેય પણ સરકારી કામ માટે હેરાન નહીં થવું પડે તેવું મારૂ આયોજન રહેશે.

કાઠીયાવાડી અશ્વ સવારીની મોજ કંઇક અલગ છે

રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ હોર્સ રાઈડીંગના શોખીન છે. ‘અબતક’ સાથે વાતચીત કરતા કલેકટરે જણાવ્યું હતું કે, હું હોર્સરાઈડિંગમાં રૂચિ ધરાવું છું પેહલા પણ અહીં હોર્સરાઈડિંગ મેં કર્યું છે. લગભગ છેલ્લા 10 વર્ષથી  હોર્સરાઈડિંગ કરી રહ્યો છું. હાલ સમયના અભાવે હોર્સરાઈડિંગ કરી નથી શક્યો. જો રાજકોટમાં પ્રોપર સેટલ થઈને ભગવનાની કૃપા હશે તો કાઠિયાવાડી અશ્વની પણ સવારી કરીશ.

સ્વચ્છતાથી જ સ્વાસ્થ્ય કેળવાશે: અરૂણ મહેશ બાબુનો જિલ્લાની પ્રજાને સંદેશ

કલેકટર અરૂણ મહેશ બાબુએ રાજકોટ શહેર અને જિલ્લાની જનતાને વિનંતી કરતા જણાવ્યું હતું કે, આપ સૌથી પેહલા વેકસીનેસન લઈ લેજો.  ફર્સ્ટ ડોઝ અને સેક્ધડ ડોઝ સમય મર્યાદામાં લેવો. શહેર અને ગ્રામ્ય વિસ્તારને સ્વચ્છ રાખવા માટે વિનંતી કરૂ છું કે, આપનો પૂરો સહયોગ મળે તો ઇ-ગવર્ન્સ કરીયે. સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ ગણાય આમ સૌરાષ્ટ્રની એક તાસીર પણ રાજકોટમાં હોય એને આપણે ડિસ્ટર્બ નથી કરતા. રાજકોટના કલ્ચર સાથે હળીમળીને જીવન જીવતા શીખવાનું છે. તમામને એક અપીલ છે. માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને વેક્સિન અવશ્ય લો.

સમજાવટથી કામ પતતું હોય તો દંડાવતની કોઈ જરૂરિયાત નથી

કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં સમજાવટથી મોટાપાયે મારે  કામ લેવાનું છે અમુક વખતે પગલાંઓ બીજી રીતે પણ લેવાતા હોય છે પણ મોટા ભાગે આપણે સામાન્ય માણસ ને સાચવીને કામ કરવાના છે પરંતુ  કોઈ સૂચના ન માનતું હોય અથવા પ્રજાને અસર ન કરતું હોય તો તેના પર પગલાં લેશું પણ મોટા પાયે પ્રેમથી હું કામ કરીશ અને મારા સ્ટાફ પાસેથી કામ પણ લઈશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.