Abtak Media Google News

રાજકોટ જિલ્લામાં 5 હજારથી વધુ યુવાનોને મળી નોકરી

અબતક,રાજકોટ

કોરોના હળવો  પડતા ઔદ્યોગિક હબ એવા સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં પણ વિવિધ ઔદ્યોગિક એકમો દ્વારા ઉત્પાદિત માલના જથ્થાની દેશવિદેશમાં બહોળી માંગ નીકળતા હાલ સ્કિલ્ડ યુવાઓની તાતી જરૂર ઉભી થયેલી છે. જેના અનુસંધાને દીપાવલી તહેવારોમાં રાજકોટ જિલ્લાના તાલીમ બધ્ધ રોજગારવાંચ્છુકોને નવાપર્વની ભેટ સમાન વિવિધ કંપનીઓમાં 5000 થી વધુ રોજગારીના દ્વાર ખુલ્યા હોવાનું  રોજગાર અધિકારી ચેતન દવે એ જણાવ્યું છે.

તાલીમબધ્ધ યુવાઓને રોજગારીની યોગ્ય તક અને રોજગારદાતાને જરૂરીયાત મુજબના તાલીમબધ્ધ અને કૌશલ્યવાન યુવાઓ મળી  રહે તે હેતુસર તાજેતરમાં જ રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ અનુબંધમ પોર્ટલ આ તકે તેની હેતુ સિધ્ધીમાં યર્થાથ પુરવાર થયેલ છે.

રાજકોટ જિલ્લામાં હાલ આઈ.ટી.આઈ. થયેલા 1392, સ્નાતક કક્ષાના 3457, ડિપ્લોમા 300,   ડિગ્રી એન્જીનીયર 21, ધોરણ 12 પાસ 878 અને 10 પાસ 153 સહીત કુલ 5107 જગ્યા મટે વિવિધ ઈન્ડસ્ટ્રીઝમાં ખાલી જગ્યા ઉપલબ્ધ  છે.

રોજગારવાંચ્છુક યુવાનો વહેલી તકે અનુબંધમ પોર્ટલ http://anubandham.gujarat.gov.in પર રજીસ્ટ્રેશન કરાવી ઉમેદવારી નોંધાવી દીપાવલીના તહેવારમાં ઘરપરિવારને અનોખી ભેટ આપી શકે છે.રાજ્ય સરકાર દ્વારા રોજગારવાંચ્છુકો માટે અનુબંધમ નામનું ખાસ વેબ પોર્ટલ  તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં નોકરી દાતા અને જરૂરિયાતમંદ બંનેને  એકવાર રજીસ્ટ્રેશન કરાવવાનું હોઈ છે. આ પોર્ટલ દ્રારા નોકરી દાતાને જરૂરિયાત મુજબ ખાલી જગ્યા અંગે પોસ્ટ મૂકે એટલે રોજગાર વાંછુકને તે અંગે માહિતી મળી શકે છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ સેવા તદન નિ:શૂલ્ક છે. આ અંગે વધુ જણાકારી માટે હેલ્પલાઇન નંબર 6357390390 પર સંપર્ક કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.