Abtak Media Google News

મિનિમમ ભાડુ 15 થી વધારી 18 રૂપિયા કરાયું: કિ.મી. દીઠ ભાડામાં પણ 30 ટકાનો વધારો

અબતક,રાજકોટ

Advertisement

પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવમાં થઈ રહેલા સતત ભાવ વધારાના કારણે રાજ્યભરમાં ઓટો રીક્ષા એસોસિએશન દ્વારા ભાડાના દરમાં વધારો કરવા માટે રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવેલી રજૂઆતને સરકારે મંજૂરીની મહોર મારી છે. બેસતા વર્ષથી અમલમાં આવે તે રીતે ભાડા વધારો મંજૂર કરવામાં આવ્યો છે.

ઓટોરીક્ષાના રજીસ્ટડ એશોશીએશનોની રજુઆતો ધ્યાને લઈને ઓટો રીક્ષાના ભાડાના દરમાં વધારાને વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મોદી દ્વારા બહાલી આપવામાં આવી છે.

વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મીદીએ જણાવ્યુ છે કે, ઈધણના ભાવોમા વધારો થયો છે જેને પરિણામે ઓટો રીક્ષાના રજીસ્ટડ એશોશીએશનો દ્વારા ઓટોરીક્ષાના ભાડાના દરમાં વધારો કરવા રજુઆતો મળી હતી જેને ધ્યાને લઈને આજે એસોશીએશન ના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી જેમા ભાડા વધારવાનો નિર્ણય કરાયો છે.

મંત્રીએ ઉમેર્યુ કે, ન્યુનત્તમ ભાડું (મીટર ડાઉનીંગ કોસ્ટ) હાલમાં રૂપિયા 15.00 છે, તેને વધારીને ન્યુનત્તમ ભાડું રૂપિયા 18.00 કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. તેજ રીતે પ્રતિ કિ.મી રનિંગ ભાડું હાલમાં રૂપિયા 10.00 છે, તેને વધારીને પ્રતિ કિ.મી રનિંગ ભાડું રૂપિયા 13.00 કરવાનું નક્કી કરાયુ છે. આ ઉપરાંત વેઇટીંગ ભાડું હાલમાં પાંચ મિનિટના રૂપિયા 1.00 છે. તેને વધારીને એક મિનિટના રૂપિયા 1.00 કરવામાં આવેલ છે. આ ભાવ વધારો તા.5થી લાગુ પડશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.