Abtak Media Google News

કોંગો ફિવરમાં પ્રાથમિક લક્ષણોમાં સ્વભાવમાં અસ્થિરતા, ઉશ્કેરાઈ જવું, માનસિક મુંઝવણ, ગળામાં ચેપ અને નાકમાંથી રકતસ્ત્રાવ તથા ઉલ્ટી થવી જેવા હોય છે: પશુપાલન સાથે સંકળાયેલા વ્યકિતઓ વધુ અસરગ્રસ્ત બને, ઈતરડી દુર કરવા પશુઓ પર ડેલ્ટા મેટ્રીન દવાનો છંટકાવ કરવો

સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસથી કોંગો ફિવરનાં અનેક કેસો નોંધાયા છે. જેમાં ૪ વ્યકિતઓનાં મોત પણ નિપજયા છે. મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા કોંગો ફિવર માટેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. સામાન્ય રીતે પશુપાલનનાં વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને કોંગો ફિવર થવાની વધુ સંભાવના છે. ક્રીમિયન કોન્ગો હેમરેજીક ફિવર એ વાયરસજન્ય રોગ છે કે જે ઇતરડી જન્ય વાયરસ (નૈરો વાયરસ) દ્વારા ફેલાતો તાવ છે. આ રોગ સૌ પ્રથમ ક્રીમીયાની અંદર ૧૯૪૪ માં જોવા મળેલ છે જે બાદ ૧૯૬૯ માં કોન્ગોમાં જોવા મળેલ. જેના કારણે તેને ક્રીમિયન કોન્ગો તરીકે ઓળખવામાં આવે છે. આ રોગ મુખ્યત્વે પુર્વીય યુરોપ, ચાયના, મધ્ય એશિયા, દક્ષિણ યુરોપ, આફ્રિકા તેમજ ભારતીય ઉપખંડોમાં જોવા મળે છે.

કેવા વ્યક્તિઓને થઈ શકે

  • પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તિઓ
  • કતલખાનામાં કામ કરતા વ્યક્તિઓ અને પશુ ચિકિત્સકો
  • દર્દીઓના સંપર્કમાં આવતા આરોગ્ય કર્મચારીઓ

કોંગો ફિવર કઈ રીતે ફેલાય છે?

  • આ રોગ ઇતરડી(હાયલોમા ટીક) ના કરડવાથી ફેલાય છે.જેઆ વાયરસના ફેલાવા માટે જવાબદાર છે.
  • ઘણા જંગલી તેમજ પાલતુપ્રાણીઓ જેવા કેગાય, ભેંસ,ઘેટા-બકરા, સસલું વગેરેના શરીર પર આઇતરડી રહે છે.
  • આ પ્રાણીઓમાં આ વાયરસનો વિકાસ થાય છે પરંતુ આ પ્રાણીઓમાં રોગના ચિહ્નો જોવા મળતા નથી.
  • માણસમાં આ વાયરસનો ફેલાવો ચેપી પ્રાણીના લોહી અથવા ઇતરડીના કોન્ટેક્ટથી થાય છે. ત્યારબાદ આ રોગનો ફેલાવો એક ચેપી માણસમાંમાંથી અન્ય વ્યક્તિમાં ચેપીલોહી કે અન્ય સ્ત્રાવના સંસર્ગથી થાય છે.
  • હોસ્પિટલોમાં તબીબી સાધનોના અપૂરતા સ્ટરીલાયઝેશન, સીરીંજ-નીડલના ફરી વપરાશ તેમજ તબીબી સાધનોના ચેપથી પણ આ રોગ ફેલાતો હોવાનું નોંધાયેલ છે.
  • આ રોગનો ઇન્ક્યુબેશન પીરીયડ મોટાભાગે ૧ થી ૯ દિવસ હોય છે. પરંતુ માનવથી માનવમાં ફેવાલા દરમ્યાન ૧૫ દિવસ સુધી પણ ઇન્ક્યુબેશન પીરીયડ જોવા મળેલ છે.

રોગના લક્ષણો અને ચિન્હો

  • આ રોગના લક્ષણો ઇતરડીના કરડવાના ૧ થી ૩ દિવસ પછી અથવા ચેપી લોહી અથવા ટીસ્યુના સંપર્કમાં આવ્યાના ૫ થી ૬ દિવસ પછી શરુ થાય છે
  • પ્રાથમિક લક્ષણોમાં સ્વભાવમાં અસ્થિરતા, ઉશ્કેરાઈ જવું, માનસિક મુંજવણ, ગળામાં ચેપ, નાકમાંથી રક્તસ્ત્રાવ, ઉલ્ટી થવી વગેરે છે
  • ૭૫ % કેસમાં લક્ષણો શરુ થયાના ૩ થી ૫ દિવસમાં રક્તસ્ત્રાવ શરુ થાય છે
  • ખુબ વધારે તાવ ૧૦૨ ડિગ્રી કે તેથી વધારે સતત ૪ થી ૫ દિવસ સુધી
  • તાળવામાં તેમજ શરીરના ભાગો પર લાલ ચકામાં, આંખો લાલ થવી
  • લીવર પર સોજો ચડવો અને દુ:ખાવો થવો
  • ઇન્જેક્શનની જગ્યાએ લોહી વહેતું રહેવું
  • માથું, પીઠ, પેટ તેમજ સાંધામાં દુ:ખાવો થવો

કઈ રીતે અટકાવી શકાય??

  • ઈતરડીને દુર કરવા માટે પશુઓ પર ડેલ્ટામેથ્રીન ૧.૨૫ ટકા દવાનો સ્પ્રે કરવો કે ફલુમેથીન દવા લગાડવી.
  • ડીઈઈટી ધરાવનાર કીટનાશક રીપેલેન્ટ આ ઇતરડી સામે ખુબ જ અસરકારક છે.
  • ડેલ્ટામેથ્રીન દવાનો સ્પ્રે ઈતરડીના છુપાવવાનાં સ્થાનો, કોઢ ગમાણ, તેની આજુબાજુની દીવાલોની તિરડો, બખોલો વગેરે સ્થાનોએ કરવો આવશ્યક છે.
  • અસરગ્રસ્ત વિસ્તારમાં જંતુનાશક દવાના છંટકાવ દ્વારા ટીક (ઇતરડી) નિયંત્રણ કરી વાયરસનું વહન પ્રાણીથી માનવ સુધી થતું અટકાવી શકાય.
  • કચરો તથા બિનજરૂરી ઘાસ પાથરીને સળગાવવાથી નુકસાન કારક જીવ જંતુઓનો નાશ થાય છે.
  • પશુઓને રાખવાની જગ્યા સમયાંતરે બદલવી.
  • ઈતરડીઓ રાત્રિના સમય દરમિયાન તેઓનાં રહેઠાણના સ્થળમાંથી બહાર આવતી હોવાથી પશુઓના રહેઠાણમાં લીમડાના પાનનો ધુમાડો કરવો.
  • હવાડાની આજુબાજુની જગ્યા સ્વચ્છ રાખવી, ઉકરડા માનવ રહેઠાણથી દૂર રાખવા, મળમૂત્રથી નિકાલ અર્થે નીકો સાફ રાખવી.
  • કાચું રહેઠાણ, છાપરું અને લાકડાંનો ઉપયોગ કરીને ગમાણ બનાવાયું હોય તેવા કિસ્સામાં સઘળી જગ્યાએ દવા છંટકાવ કરવો.
  • પશુપાલન અને કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિઓએ તેમના શરીરની ચામડી તેમજ કપડાઓ ઉપર કીટનાશક રીપેલેન્ટનો ઉપયોગ કરવો જોઈએ.
  • આ વ્યક્તિઓએ હાથ અને પગના મોજા ઉપરાંત આખું શરીર ઢંકાય તેવા કપડા પહેરવા હિતાવહ છે.
  • આ વ્યક્તિઓએ પ્રાણીઓ કે રોગના ચિન્હો ધરાવતા વ્યક્તિઓના લોહી કે શરીરના અન્ય સ્ત્રાવનો સંપર્ક નિવારવો જોઈએ.
  • આ રોગના દર્દીઓની સારવાર કરનાર આરોગ્ય કર્મચારીઓએ પણ પુરતા ચેપનાશક

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.