Abtak Media Google News

સોમવારે હ્યુમનરાઇટ ડે ના દિવસે પરીક્ષા લેવાશે

રાજકોટને દેશનું સ્વચ્છ શહેર બનાવવાની નેમ સો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ પ્રકારના કાર્યોનું આયોજન થઇ રહયું છે જે અંતર્ગત એક નવી પહેલ રૂપે “ક્લીનેોન”નું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. જેમાં શાળા અને કોલેજોના હજારોની સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ-બહેનોને આવરી લેવામાં આવશે. આજે આ મેગા ઇવેન્ટ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માન. મેયર  બિનાબેન  આચાર્યના અધ્યક્ષ સને શહેરના સ્કૂલ-કોલેજોના સંચાલકો સો એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્ય હતું.

મેયરઅને કમિશનરએ એમ જણાવ્યું હતું કે, ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેયર્સ ડીપાર્ટમેન્ટ તરફી શરૂ યેલ સ્વચ્છ સર્વેક્ષણ નો પાયાનો સિધ્ધાંત છે કે સ્વચ્છતા અને તેના સિધ્ધાંતો અંગેની તાલીમ પાયાથી જ મળે અને સ્વચ્છતાનો સંદેશ ઘર-ઘર તેમજ જન-જન સુધી પહોંચે. આ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધોરણ પાંચ કે તેી ઉપરના વિદ્યાર્થીઓ સમજી શકે તે પ્રકારનો ઘન કચરા વ્યવસપન અને સ્વચ્છ ભારત મિશન અંગેનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. આ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે માસ્ટર ટ્રેનર્સ શિક્ષકોને આગામી તા. ૧૫ ઓક્ટોબર સુધીમાં તાલીમબધ્ધ કરવામાં આવશે. તેઓ દ્વારા રાજકોટની અંદાજે ૪૦૦ જેટલી શાળા તેમજ કોલેજોમાં ધોરણ પાંચ કે તેી ઉપરના વિદ્યાર્થીઓને સ્વચ્છતાનો પ અને સ્વચ્છતાનો સંદેશ તા. ૧૫ નવેમ્બર સુધીમાં પહોંચાડવામાં આવશે. જે બાદ તા. ૧૬ નવેમ્બર થી ૩૦ નવેમ્બર દરમ્યાન આ તમામ શાળા તેમજ કોલેજો દ્વારા સ્વચ્છમંચ થકી વિદ્યાર્થીઓને સ્વચ્છતાનું પ્રેક્ટીકલ જ્ઞાન મળી રહે તે માટે Anti Plastic Drive, Park Cleanup, River Cleanup, Printing at Different Awas  Yojana, Litter free street, Green neighborhood જેવી વિવિધ પ્રવૃતિઓ હા ધરવામાં આવશે. ત્યારબાદ ૧૦ ડિસેમ્બરને સોમવારના એટલે કે હ્યુમન રાઈટ્સ ડે ના એક જ દિવસે એકી સો ૫૦ હજારી વધુ વિદ્યાર્થીઓની ૩૦ મિનિટની નાની પરીક્ષા લઇ તેઓને મળેલ તાલીમ મજબુત બનાવવામાં આવશે અને આમ રચાશે સ્વચ્છતાની મેરેોન  ક્લીનેોન.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવનાર CLEANATHON ઇવેન્ટમાં શાળા / કોલેજના તમામ વિદ્યાર્થીઓ ભાગ લે તેના માટે માન. મેયર  બિનાબેન આચાર્ય દ્વારા વિનંતી કરવામાં આવેલ જેને સૌ શાળા સંચાલકો તરફી વધાવી લઇ આ ઇવેન્ટમાં પુરેપુરો સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી હતી. મેયરએ વિદ્યાર્થીઓને માર્ગર્શન આપવા માટે આપની સંસના MASTER TRANER / VOLUNTEERS તરીકે બહોળી સંખ્યામાં ભાગ લેવા જોડી આ ભગીર કાર્યના સહભાગી વા માટે પણ અપીલ કરી હતી. શાળામાંથી ભાગ લેનારા વિદ્યાર્થીઓ તેમજ માસ્ટર ટ્રેનર્સની વિગતો ઈ-મેઈલ એડ્રેસ cleanathonr ajkotgmail.com પર મોકલી આપવા અનુરોધ કરાયો હતો.

મેયર બિનાબેન આચાર્યએ એમ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીનાં સૂચન મુજબ રાજકોટનાં લોકો અને મહાનગરપાલિકા સાથે મળીને શહેરને દેશનું નંબર વન શહેર બનાવે તેવી અપીલ કરૂ છું. આગામી ૧૦ ડિસેમ્બરને સોમવારના એટલે કે હ્યુમન રાઈટ્સ ડે ના એક જ દિવસે એકી સો ૫૦ હજારી વધુ વિદ્યાર્થીઓની ૩૦ મિનિટની નાની પરીક્ષા લઇ તેઓના સ્વચ્છતા અંગેના જ્ઞાનની ચકાસણી કરી તેઓને સ્વચ્છતા અને વધુ ને વધુ પ્રોત્સાહિત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.