Abtak Media Google News

17 થી ર4 જાન્યુ.2024 સુધી રમેશભાઇ ઓઝા કથાનું રસપાન કરાવશે

‘અબતક’ મીડીયાની મુલાકાતે આવેલા સાંસદ રામભાઇ મોકરીયાએ ધર્મપ્રેમીઓને કથાનો લાભ લેવા કર્યુ આહવાન

સૌરાષ્ટ્રના પાટનગર અને રંગીલા શહેર તરીકે ઓળખાતા રાજકોટમાં શ્રીમદ્દ ભાગવત જ્ઞાન સપ્તાહનું રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા પરિવાર દ્વારા તા. 17 થી ર4 જાન્યુ. 2024 દરમ્યાન રેકકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રેસકોર્ષ ગ્રાઉન્ડના વિશાળ જગ્યામાં અદ્યતન સમયાણો ઉભાો કરવામાં આવશે. અદ્યતન ભાગવંતોના પ્રસંગોને આબેહુબ ચિત્રો તૈયાર કરવામાં આવશે. તેમજ આ કથાને યાદગાર સંભારણું બનાવવા કથાને ‘ભાવગત કે રામ’ નામ અપાશે.

Advertisement

આ અંગે ‘અબતક’ મીડીયાની મુલાકાતે આવેલા રાજય સભાના સાંસદ રામભાઇ મોકરીયા એ સમગ્ર કાર્યક્રમની છણાવટ કરતા જણાવાયું હતું કે, આગામી જાન્યુઆરી માસમાં 17 થી 24 દરમ્યાન સૌરાષ્ટ્રના પાટનગર સમા રેસર્કાષ ગ્રાઉન્ડ ખાતે સપ્રધ્ધિ ભાગવત કથાકાર પુજય ભાઈ રમેશભાઈ ઓઝાના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત જ્ઞાન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ે રાજકોટએ સાંસ્કૃતિક અને આધ્યામિક નગરી છે ત્યારે રાજકોટ હમેશા અન્ય શહેરોકે રાજયોમાં આફતોને પહોચી વડવા માટે સક્ષમ છે ત્યારે રાજકોટ માટે કહી શકાય કે રાજકોટ યોગી છે ઉપયોગી છે પરિશ્રમીને ઉધોગી છે ત્યારે રાજકોટની ધરાઉપર પુજય ભાઈશ્રીના મુખેથી ભાગવત કથાનું રસપાન કરવાનો રાજકોટ વાસીઓને એક અમુલ્ય અવસર પ્રાપ્ત થયો છે ત્યારે હું અને અમારો મોકરીયા પરિવાર આ કથા માટે નિમિત બન્યા છીએ

આ અંતર્ગત વધુ માહિતી આપતા સાંસદ રામભાઈ મોકરીયા જણાવ્યુ હતું કે રેસર્કોપ ગ્રાઉન્ડ ખાતે વિશાળ જગ્યામાં અદ્યતન સમયાણો ઉભો કરવામાં આવશે અને વાંગમય સ્વરૂપ એવા ભાવગતજી માટે એક સુંદર વ્યાસપીઠ તૈયાર કરવામાં આવશે તેમજ એક અધતન ભાગવતોના પ્રસંગોને આબેહુબ ચિત્રો તૈયાર કરવામાં આવશે . તેમજ આ કથા માટેના અંદાજે 1 લાખથી વધુ પત્રિકાઓ રવાના કરવામાં આવશે તેમજ 25 હજારથી વધુ કંકોત્રીઓ રવાના કરવામાં આવશે તેમજ 25 હજાર લોકો આ ભાગવત કથાનું રસપાન કરી શકે તે માટે બેઠક વ્યવસ્થા ગોઠવામાં આવી છે.

આ સમયાણામાં અલગ અલગ રૂપીમનીઓ અને દેવતાઓના નામથી ખંડ બનાવવામાં આવશે . તેમજ રાજકોટના દુર દુરના વિસ્તારોમાંથી વડિલો કથાનું રસપાન કરવા આવે અને તેમને આવવા જવા માટેની અવડતા ન પડે તે માટે અને નમંડળના બહેનો ને આવવા જવા માટે બસની સ્પેશ્યલ વ્યવસ્થા ગોઠવામાં આવશે આ કથામાં સાધુ સંતો રાજકીય આગેવાનો વિવિધ સમાજના અને સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહેશે અને દરરોજ સાંજે 4 વાગે કથાનો પ્રારંભ અને સાંજે 7 વાગ્યે સમાપન બાદ તમામ ભાવિકો ભકતો માટે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે આ અંતર્ગત વધુ માહિતી આપતા રામભાઈ મોકરીયાએ જણાવેલ છે કે ભાગવત કથાએ જીવ અને શીવનું મીલન કરનારી કથા છે આ કથા માણસના જીવનમાં આદિ વ્યાથી અને ઉપાધીને મટાડનારી કથા છે . ત્યારે આ કથામાં દરરોજ રાત્રે ભવ્યાતી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું  છે . જેમો જાણીતા સુપ્રસિધ્ધ કલાકારો દ્વારા લોકડાયરો હસાયરો તેમજ શ્રીનાથજી ઝાંખીના ભવ્ય ક્રાર્યક્રમ યોજાશે આ કથાના માધ્યમથી જરૂરીયાત મંદ લોકોને કેન્દ્ર સરકાર અને રાજય સરકારનો લાભ મળે અને પ્રાથમીક જરૂરીયાત પણ થાય તેવા આશયથી દરરોજ સવારે સેવા સેત ના કાર્યક્રમનુ ઓયોજન કરવામાં આવેલું છે . તેમજ આ કથા શ્રવણ કરનાર ભાવિકોને અગવડતા ન પડે તે માટે પાદરળા ગાંદલા તકીયા ખુરશી પાણીની વ્યવસ્થા કરવામાં આવશે.તેમજ ટફીક વ્યવસ્થાને ધ્યાનમાં રાખવામાં આવશે તેમજ ચા – કોફી , સરબતની પણ વ્યવસ્થા કરવામાં આવશે આ સમયાણામાં અદ્યતન એલઈડીની વ્યવ્થા કરવામાં આવશે અને સોશ્કીલ મીડીયાના માધ્યમથી દેશ વિદેશ અને જન જન સુધી પહોચે તે માટે અદ્યતન ટેકલોજીનો ઉયોગગ કરવામાં આવશે.

અંતમાં સાંસદ રામભાઈ મોકરીયા જણાવ્યુ હતુ કે પુજય ભાઈશ્રીની આ ભાગવત કથામાં વિવિધ પ્રસંગોનું ધામધુમથી ઉજવણી કરવામાં આવશે જેમાં ખાસ કરીને પોથી યાત્રા ગપણતી સ્થાપન પુજન , ગોર્વધન પુજન , રૂક્ષ્મણી વિવાહ , નૃષી જન્મ , કિપીલ જન્મ , વામન જન્મ , રામ જન્મ , કૃષ્ણ જન્મની ભવ્ય ઉજવણી કરવામાં આવશે તેમજ કથા સ્થળ પર ડોકટરોની ટીમ , તેમજ એમ્બુલનસ , ફાયર બ્રીગેડ તેમજ ઈમરજન્સી સેવાઓ કાર્યરત રહેશે . આ કથામાં વિવિધ સમીતીઓની રચના કરવાંમાં આવેલ છે તેમજ પંચનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા રસોડા , પાર્કિંગ , પાણી , જેવી મુખ્ય જવાબદારીઓ સંભાળવામાં આવશે . આ કથ દરમ્યાન અયોધ્યા ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભવ્ય રામ મંદિરની પ્રા પ્રતિષ્ઠા મહોત્વનું લાઈવ પ્રસારણ કથા મંડપમાથી નિહાળી શકાય તેવી વ્યવસ્થા કરવામ આવશે તેમજ આ કથા નો લાભ આ કથાના માધ્યમથી પંચનાથ હોસ્પીટલ અને જયુએના ડાયાબીટીસના બાળકોને વધુ સહયોગ સાપડવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવેલ છે .

આ કથાના પાસ  પંચનાથ મંદિર , લીમડા ચોક , રાજકોટ ,  શ્રી પુરૂષાર્થ પુવક મંડળ , પુજય રણછોડદાસજી આશ્રમ , પ્રાથમિક શાળા નં .15,  એવર માસ્ટર ઈવેન્ટ એન્ડ ડેકોર , સીટી સેન્ટરની સામે , રૈયા રોડ , રાજકોટ.,  બોલબાલા ટ્રસ્ટ ઓફીસ , મીલપરા મેઈન રોડ , રાજકોટ . મો.નં. 93744 42044 તેમજ શ્રી મહાત્મા ગાંધી શૈક્ષણિક સંકુલ , નાનામવા મેઈન રોડ , અજમેરા સામે , મવડી  ખાતે મેળવવાના રહેશ. રામભાઈ મોકરીયા પરિવારએ રાજકોટ સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતા ને ઉપરોકત સ્થળેથી પાસ મેળવી લેવા અનુરોધ કર્યો  છે .

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.