Abtak Media Google News
  • કચ્છના અંજારમાં તોફાની પવન સાથે બે ઈંચ વરસાદ, ધારી-ગીરના પાતળા, તરશિંગડા,રાજસ્થળી,ગઢીયા,ચાવંડ સહિતના ગામોમાં તેમજ દ્વારકા, સાબરકાંઠા, બનાસકાંઠા, રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં માવઠું: હજુ 48 કલાક કમોસમી વરસાદની આગાહી: બુધવારથી ગરમીનું જોર ફરી વધશે

ચૈત્રના દનિયા તપતાની સાથે સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાની મહેર શરૂ થઇ છે હાલ માવઠાને લઇ વાત કરીએ તો અત્યારે આવેલા માવઠાથી ઉનાળું પાકને ખાસ ફાયદો થશે તેમ લાગી રહ્યું છે બીજી બાજું ગુજરાતમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનને લઈને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભરઉનાળે તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. કચ્છ તેમજ અમરેલી જિલ્લામાં પવન સાથે ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો છે. ઉનાળામાં પવન સાથે તોફાની વરસાદ વરસતા કેરીના પાકને નુકસાસની ભીતિથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો. શનિવારે બપોર પછી અને રવિવારે પણ અમરેલી શહેર ઉપરાંત ધારી અને ગીરના પાતળા, તરશિંગડા, રાજસ્થળી, ગઢીયા અને ચાવંડ સહિતના આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કચ્છના ભુજ તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો. જૂનાગઢના વિસાવદર પંથકમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા. .દુધાળા, રાજપરા, માણંદીયા, સતાધાર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો . અચાનક જ આવેલા કમોસમી માવઠાથી ખેતી પાકોને નુકસાન પહોંચ્યું છે.

ઘઉં, ચણા, મગ સહિતના પાકને નુક્સાન થયું છે. ખંભાળિયા અને ભાણવડ તાલુકામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ત્રાટક્યો હતો. ગુંદા, મોટી ખોખરી અને ભાણ ખોખરી સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો.. જ્યારે રાપર, અંજાર તાલુકામાં પણ વરસાદી માહોલ રહ્યો હતો. ઉપરાંત લોડાઈ, ખેંગારપર, મોખાણા, નાડાપા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.આ સિવાય રાજકોટ જિલ્લામાં ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં માવઠાની આગાહી વચ્ચે હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. ગોંડલ શહેર અને પંથકમાં અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.પંથકમાં છૂટાછવાયા વરસાદની દહેશત વચ્ચે ઉનાળું પાક તલી, બાજરી, મગ, અડદ, મગફળી, ડુંગળી, ટેટી, તરબૂચ સહિતના પાકોને નુકસાનની શક્યતા વર્તાઈ રહી છે.

16 એપ્રિલથી ગરમી વધશે અને રાજ્યના કેટલાક ભાગોમાં પારો 44 ડિગ્રી જવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. તેથી વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, આણંદમાં, છોટાઉદેપુર, વડોદરા અને અમરેલીમાં વરસાદની સંભાવના છે. દાદરાનગર હવેલી, દીવ અને ભાવનગરમાં પણ વરસાદની વકી છે. 20 મે બાદ ગરમી જોર પકડશે. 24 મેથી 5 જૂન આસપાસ ગુજરાતમાં કેટલાક ભાગમાં વરસાદ થશે. ગુજરાતીઓ માટે મે કરતા એપ્રિલ મહિનો આકરો બની રહેવાના એંધાણ છે. કારણ કે, પહેલા વરસાદ અને બાદમાં આગ ઓકતી ગરમીની આગાહી છે.

  • અમદાવાદ         39.0
  • ગાંધીનગર         37.9
  • વડોદરા             39.4
  • ભાવનગર          36.4
  • પોરબંદર           34.9
  • રાજકોટ             40.7
  • સુરેન્દ્રનગર         40.5
  • કેશોદ               38.1

બે દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાની વકી

હજુ પણ રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદનું સંકટ જે સાઇકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ ગઈકાલે સૌરાષ્ટ્ર કચ્છમાંથી હટીને સાઉથ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં આ સિસ્ટમ હવે સક્રિય થઈ છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે બે દિવસ વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં પરંતુ ત્યારબાદ ફરી એક વખત કાળજાળ ગરમીમાં શેકવા માટે તૈયાર રહેવું પડશે. આ સિવાય સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે અકળામણ અનુભવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.