Abtak Media Google News
  • તાજેતરમાં પડેલા આવકવેરા વિભાગના દરોડાએ એક નહીં અનેક જગ્યાએ એકી સાથે કામગીરી આટોપવાની કાર્યવાહી તેજ કરી

રાજકોટમાં તાજેતરમાં આવકવેરા વિભાગ દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા તેમાંથી એક નહીં અનેક જગ્યાએ એકી સાથે કામગીરી આટોપી લેવા માટેની કાર્યવાહીને તે જ કરી દેવામાં આવી છે તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે હાલ વિભાગના ઉચ્ચ અધિકારીઓના લટકતા પ્રમોશન આચારસંહિતા પૂર્ણ થતા જ થશે જેથી આવકવેરા વિભાગની ગતિવિધિ પૂરપાઠ દોડશે.

આ અંગે એવી પણ માહિતી મળી રહી છે કે ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળી આવશે અને આવતા બે સપ્તાહ ની અંદર જે મુખ્ય લોકો છે કે જેના ઉપર સરચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તેને સમન્સ પણ બજાવવામાં આવશે.

એટલું જ નહીં ગ્રુપ સાથે એનકેન પ્રકારે જોડાયેલા પેઢી ધારો કે અને લોકો ને પણ વિભાગ દ્વારા નોટીશો ફટકારવામાં આવશે અને તેઓને હાજર રહી લેખિત જવાબ અને તેમની તપાસ હાથ ધરી ક્રોસ વેરીફીકેશન પણ થશે.

અત્યાર સુધીના ઇતિહાસમાં જ્યારે પણ સરચ ઓપરેશન આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતું હોય તે બાદ ત્રણથી ચાર મહિના જેટલો માતબર સમય લાગતો હોય દરેક ડેટાનું અવલોકન અને મૂલ્યાંકન કરવા માટે અને ત્યારબાદ જ તેનો ફાઇનલ રિપોર્ટ તૈયાર થતો હોય છે.

પરંતુ તાજેતરમાં જે રીતે આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા તેનું પ્રેશર પણ ઉચ્ચ અધિકારીઓ ઉપર વધ્યું હોવાના એંધાણ મળી આવ્યા છે અને પરિણામ સ્વરૂપે મે માસની શરૂઆતમાં જ સમગ્ર સરચ ઓપરેશનનો રિપોર્ટ તૈયાર થાય તે દિશામાં હાલ કામગીરીને વધુ તેજ બનાવવામાં આવી છે.

સૌથી મહત્વની વાત તો એ છે કે જે સરચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તેમાં પણ વિભાગના અધિકારીઓને ફાફા પડ્યા હતા અને નિર્ધારિત લક્ષ્યાંક સુધી પહોંચવા માટે પ્રેશર ટેકનિક નો પણ ક્યાંકને ક્યાંક ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાલ જે સ્થિતિ ઉદ્ભવિત થઈ છે તેને ધ્યાને લઈને વાત સ્પષ્ટ છે કે નિર્ધારિત સમયમાં સંપૂર્ણ કામગીરી ને પૂર્ણ કરવા માટે વિભાગ દ્વારા નોટિસોનો મારો પણ કરવામાં આવશે કારણ કે હવે આવકવેરા વિભાગ પાસે ખૂબ જ ઓછો સમય રહ્યો છે. આવકવેરા વિભાગના અધિકારીઓ જેસર ઓપરેશન હાથ ધરતા હોય તેમાં નિર્ધારિત લક્ષ્યાંક સુધી પહોંચવા માટે ઘણી પદ્ધતિ અપનાવતા હોય છે પરંતુ હાલ જે બે મોટા સર્ચ ચોપરેશન રાજકોટમાં જોવા મળ્યા તેમાં અધિકારીઓ દ્વારા કંઈક અલગ જ પ્રકારનું વલણ દાખવવામાં આવ્યું હતું અને પેઢી ધારકો ને હેરાન પરેશાન કર્યા હોવાનું પણ સામે આવ્યું હતું.

આવકવેરા વિભાગ દ્વારા જેસર ચોપરેશન હાથ ધરવામાં આવ્યું તેનો ફાઇનલ રિપોર્ટ ઝડપથી બને તે હેતુસર હવે નોટિસો અને સમન્સની બજવણી થશે.

ત્યારે આશ્ચર્યની વાત તો એ છે કે કેટલા લોકોને સમન્સની બજવણી થશે, કેટલા લોકોને શોખોઝ નોટીશો પાઠવવામાં આવશે એ તમામ નોટિસ નો જવાબ કેટલા સમયમાં લેવાશે અને કઈ રીતે લેવાશે તે હાલ ચર્ચા નો વિષય બન્યો છે. કારણ કે જ્યારે પણ શોખોઝ નોટિસ પાઠવવામાં આવે તો એક નિર્ધારિત સમય નક્કી કરેલો હોય જે સમય દરમિયાન જે તે વ્યક્તિ સાથે જે તે કેસ અંગેની પૂછપરછ કરવામાં આવે પરંતુ પ્રેશર વધતા હવે આ મહિનાને પૂરા થવામાં આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે નોટિસો આ જવાબ પણ કઈ રીતે તૈયાર કરાશે તે તો આવનારો સમય જ જણાવશે પરંતુ મસ્ત મોટા ટાર્ગેટ સુધી પહોંચવા માટે હાલ વિભાગ દ્વારા દરેક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે તેમાં કોઈ મીનમેક નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.