Abtak Media Google News

આસામ પોલીસને પ્રેસિડન્ટ કલર અર્પણ કરતા ગૃહમંત્રી

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે  ગુવાહાટીમાં અનુકરણીય સેવાઓ બદલ આસામ પોલીસને પ્રેસિડન્ટ કલર અર્પણ કર્યો હતો.આ ઐતિહાસિક અવસર પર આસામ પોલીસની સાથે ગૃહમંત્રી હોવાને કારણે મને ગર્વ છે કે આજથી આસામ આ સન્માન મેળવનાર દેશનું દસમું પોલીસ દળ બન્યું છે.

રાષ્ટ્રપતિનું ચિહ્ન મેળવવું એ કોઈપણ પોલીસ સંસ્થા માટે અસાધારણ સિદ્ધિ છે અને આજથી આસામ પોલીસે પણ આ ગૌરવવંતી ક્લબમાં પોતાનું નામ નોંધાવ્યું છે અને તે સમગ્ર આસામ માટે ખૂબ જ ગર્વની વાત છે.દેશમાં ભાગ્યે જ કોઈ દળ હશે જેણે આવી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કર્યો હોય, આસામ પોલીસને દેશની સૌથી જૂની આતંકવાદ વિરોધી દળ, આસામ રાઈફલ્સને જન્મ આપવાનું ગૌરવ પણ પ્રાપ્ત છે.

આસામની મહાન ભૂમિમાંથી આતંકવાદના ખરાબ દિવસો હવે સમાપ્ત થઈ રહ્યા છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આપણે ઉગ્રવાદી સંગઠનો સાથે એક પછી એક શાંતિ કરાર કરી રહ્યા છીએ અને તે દિવસ દૂર નથી જ્યારે આસામમાં એક પણ ઉગ્રવાદી સંગઠન નહીં હોય.ગેરમાર્ગે દોરાયેલા યુવાનો શસ્ત્રો મૂકીને મુખ્ય પ્રવાહમાં જોડાઈ રહ્યા છે અને પડોશી રાજ્ય સાથે સરહદ વિવાદ વાટાઘાટો કરીને 7 દાયકા જૂની સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે.હવે આફસ્પા  પણ હટાવવામાં આવી રહી છે,

અગાઉ સશસ્ત્ર દળોને વિશેષ સત્તા આપવામાં આવતી હતી, આજે આસામ સરકાર વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે આસામના યુવાનોને વિશેષ શક્તિ આપવાનું કામ કરી રહી છે .4 સપ્ટેમ્બર 2021ના રોજ મારી હાજરીમાં કાર્બી ગ્રુપ સાથે કરાર કરવામાં આવ્યો હતો, તાજેતરમાં જ પ્રધાનમંત્રી ત્યાં ગયા હતા અને તે સમયે કરારની ઘણી શરતોનું પાલન પણ કરવામાં આવ્યું હતું.

આફસ્પા  હંમેશા લોકોના વિરોધનું કારણ રહ્યું છે, તાજેતરમાં નાગાલેન્ડ, આસામ અને મણિપુરમાં, આફસ્પા  હેઠળ અવ્યવસ્થિત વિસ્તારને ઘટાડવા માટે કામ કરવામાં આવ્યું છેઆસામમાં આફસ્પા 1990થી લાગુ કરવામાં આવ્યું હતું અને તેને સતત 60 વખત લંબાવવામાં આવ્યું છે, આજે મને એ કહેતા ગર્વ થાય છે કે પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીજીના 8 વર્ષના શાસન પછી, આસામના 23 જિલ્લાઓમાંથી, આફસ્પા  સંપૂર્ણ રીતે અને એક જિલ્લામાં આંશિક રીતે દૂર કરવામાં આવ્યું છેઆજે આપણે આસામના 60 ટકાથી વધુ ભાગમાંથી આફસ્પા  હટાવી શક્યા છીએ, આશા છે કે એ દિવસ દૂર નથી જ્યારે આખા આસામમાંથી આફસ્પા  હટાવી દેવામાં આવશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.