Abtak Media Google News
  • સૌની યોજના અને જી.ડબલ્યુ.આઇ.એલ. દ્વારા ફાળવવામાં આવતા નર્મદાના નીરમાં 40 ટકાથી વધુ પાણી વેડફાઇ જતું હોય હવે મચ્છુ-1 કે મચ્છુ-ર ડેમથી સિઘ્ધી આજી અને ન્યારી ડેમ સુધી પાઇપ લાઇન બિછાવવાનો પ્રોજેકટ
  • હાલ રાજકોટની દૈનિક જળ જરૂરીયાત 350 એમ.એલ.ડી. ની જે એક દશકામાં 600 એમ.એલ.ડી.એ પહોંચશે: પ્રોજેકટ સાકાર કરવા વર્લ્ડ બેંક પાસેથી પ00 કરોડની લોન લેવાશે: મુખ્યમંત્રીનો હકારાત્મક અભિગમ

રાજાની કુંવરીની માફક રાજકોટની વિકાસ દિવસે ન વધે એટલો રાત્રે અને રાત્રે ન થાય એટલો દિવસે વધી રહ્યો છે શહેરની વસ્તી અને વિસ્તારનો વ્યાપ સતત વધી રહ્યો છે જેની સરખામણીએ જળાશયોની સંખ્યામાં કોઇ જ વધારો થતો નથી ચોમાસુ ગમે એવું જાય રાજકોટવાસીઓ પાણી પ્રશ્ર્ને સંપુણ પણે નર્મદાની નીર પર આધારીત છે. હાલ શહેરને સૌની યોજના અંતર્ગત અને જી.ડબલ્યુ.આઇ.એલ. દ્વારા નર્મદાનું પાણી આપવામાં આવી રહ્યું છે જે પાણી આપવામાં આવે છે તે પૈકી 40 ટકા જેટલું પાણી લાઇન લોસ, બાષ્મીભવન અને સોસના કારણે વેડફાય જાય છે. આવામાં રાજકોટમાં આવતા નર્મદાના નીર મેળવવા માટે કોર્પોરેશન દ્વારા એક અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. ગઇકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સમક્ષ મ્યુનિ. કોર્પોરેશન અમીત અરોરા દ્વારા પ્રાથમીક અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો.

આ અંગે વધુ વાતચીત કરતા મ્યુનિ. કમિશ્નર અમીત અરોરાએ જણાવ્યું હતું કે હાલ રાજકોટને આજી ડેમ અને ન્યારી ખાતે સૌની યોજના અને  જી.ડબલ્યુ.આઇ. એલ. દ્વારા  નર્મદાનું પાણી આપવામાં આવે છે. હવે રાજકોટ સિઘ્ધુ નર્મદાનું પાણી લેવા એક લાંબા ગાળાની યોજના બનાવી છે. હાલ જે પાણી આપવામાં આવે છે તેમાં લાઇન લોસ , કેનાલમાં પાણી ચોરી, બાષ્પીભવન અને જમીનમાં સોસાઇ જવા સહીતના પ્રશ્ર્નોના કારણે 40 ટકા પાણીનો વેડફાઇ થઇ રહ્યો છે.  દરમ્યાન ગઇકાલે મુખ્યમત્રી ભુપેન્દ્રભાઇ પટેલે કોર્પોરેશનની મુલાકાત લઇ રીવ્યુ બેઠક યોજી તેઓના સમક્ષ એક પ્રાથમિક રીપોર્ટ રજુ કરવામાં આવ્યો છે. જેમાં એવું જણાવ્યામાં આવ્યું છે હાલ રાજકોટની સૌની યોજના જી.ડબલ્યુ.આઇ.એલ. દ્વારા જે નર્મદાના નીરની ફાળવણી આવી રહ્યી છે તેના બદલે કોર્પોરેશન નર્મદાનું પાણી મેળવવા એક અલાયદી વ્યવસ્થા ઉભી કરવા માંગે છે જેમાં બે વિકલ્પો રજુ કરવામાં આવ્યા છે.

તેઓએ વધુમાં ઉમેયુ હતું કે મચ્છુ-1 ડેમથી અને મચ્છુ-ર ડેમથી આજી અને ન્યારી ડેમ સુધી પાઇપ લાઇન બીછાવી સિઘ્ધુ નર્મદાનું પાણી મેળવવા માટેની આ યોજના છે મચ્છુ-1 ડેમથી રાજકોટ સુધીનું અંતર 25 કી.મી. છે. જેમાં પાઇપ લાઇન બીછાવાનો ખર્ચનો રૂ. 150કરોડ જેવો પામે છે. જેની સામે મચ્છુ-ર ડેમથી રાજકોટ સુધીનું અંતર 75 કી.મી. છે આ વિસ્તારમાં બિછાવામાં આવે તો તેનો ખચ ર 400 થી500 કરોડ થવા પામે તેમ છે. આ ખર્ચ કોર્પોરેશન ઉઠાવી શકે તેમ ન હોય વર્લ્ડ બેંક પાસેથી ઝીરો ટકા વ્યાજે લાંબા ગાળાની લોન લેવાનું પણ આયોજન કરવામાં આવ્યુઁ છે. પ્રોજેકટ ખુબ સારો હોય ખુદ મુખ્યમંત્રીએ હકારાત્મક અભિગમ દાખવ્યો છે અને વિસ્તૃત પ્રોજેકટ કરવાની તાકીદ કરી છે.

મ્યુનિ. કમિશ્નર અમિત અરોરાએ વધુમાં ઉમેર્યુ હતું કે હાલ રાજકોટની દૈનિક જળ જરુરીયાત 350 એમ.એલ.ડી. ની છે જેની સામે આગામી એક દશકાની શહેરની જળ જરુરીયાત 600 એમ.એલ.ડી. પહોંચી તેવી શકયતા જણાઇ રહી છે. જો ભવિષ્યની જરુરીયાતને ઘ્યાનમાં કોઇ યોજના ઘડાવામાં નહી આવે તો આગામી એક દશકામાં શહેરમાં ફરી પાણીની પરેશાની ઉભી થશે. હાલ કોર્પોરેશન દ્વારા નર્મદાના નીર સિઘ્ધા જ મેળવવા માટે જે યોજના પ્રાથમિક રીતે તૈયાર કરવામાં આવી છે ટુંકમાં તે યોજનાનો વિસ્તૃત અભિયાસ કરી નવે સરથી ડીટેલ પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.