Abtak Media Google News

સરોગસી દ્વારા મા બનનારી કેન્દ્ર સરકારની મહિલા કર્મચારીને પણ 26 અઠવાડિયાઓની મેટરનિટિ લીવ મળશે. પર્સનલ મિનિસ્ટ્રિના આ ઓફિશિયલ આદેશની તમામ કેન્દ્ર સરકારના વિભાગોને જાણ કરવામાં આવી છે. આદેશમાં આ મામલા પર દિલ્હી હાઇકોર્ટના 2015માં આપેલા નિર્ણયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે માર્ચ 2017માં મેટરનિટી લીવ પર સુધારેલું બિલ સંસદમાં પાસ કરવામાં આવ્યું હતું. તેમાં પ્રેગનન્ટ મહિલાઓને 26 અઠવાડિયાઓની રજા આપવાની જોગવાઇ હતી, જે પહેલા 12 અઠવાડિયા હતી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.