Abtak Media Google News

શિક્ષિત અને દિક્ષિત બની ગુજરાતનો યુવાન આજે સમગ્ર વિશ્વ ડંકો વગાડયો છે

આજના સમયે શિક્ષણ મૂળભૂત જરૂરિયાત છે ત્યારે ગુજરાતમાં બાળકોને બાળ મંદિરથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીશિક્ષાની દીક્ષા આપવા માટેે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજય સરકારે શિક્ષણનું સુદૃઢ માળખું વધુ સારી રીતે વિકસિત કરીને નવા આયામો સાથે લાખો બાળકોને તેમના સર્વાંગી વિકાસ માટે શિક્ષિત કરી રહી છે.  છેલ્લા 100 દિવસોમાં રાજ્યનો દરેક યુવા વિકાસની વિકાસની મુખ્યધારામાં ભળે એ હેતુથી ટેકનોલોજીના સમન્વયથી રાજયસરકારે શહેરથી લઇને ગ્રામીણવિસ્તારોમાં સ્માર્ટ એજ્યુકેશન પર ભાર મૂકયો છે.

ક્વોલીફાઈડ શિક્ષકો સાથે ગુણવત્તાસભર શિક્ષણ વ્યવસ્થાના કારણે વાલીઓને સરકારી શાળાઓ-કોલેજો પર ભરોસો બેઠો છે. ગુજરાતના યુવાનોને વિશ્વકક્ષાનું શિક્ષણ ઘર આંગણે મળી રહે તે માટે ઓસ્ટ્રેલિયાની ડીકન યુનિવર્સિટીના સર્વ પ્રથમ ઇન્ટરનેશનલ બ્રાન્ચ કેમ્પસ ગીફ્ટ સિટીમાં સ્થપાશે. રાજ્યના યુવાઓ ઉચ્ચ શિક્ષણમાં આગળ વધી શકે તે માટે 33,659 યુવાનોને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ ઉચ્ચ શિક્ષણ માટે સહાય પ્રદાન કરવામાં આવી છે.

ધોરણ 1 થી 8માં રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવેલ અને ધોરણ-8નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9 થી 12માં અભ્યાસ માટે 25,000 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કૂલ વાઉચર આપવા માટેની યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ હેઠળ7,415 થી વધુ વર્ગખંડોના બાંધકામની કામગીરી શરૂ અને 21,852 થી વધુ સ્માર્ટ ક્લાસરૂમના ઈન્સ્ટોલેશનની સુદ્રઢ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મૃદુ અને મક્કમ મુખ્યામંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે લોકહિતાર્થે ઘણાં અઘરાં નિર્ણયો પણ લીધા છે, નેવાના પાણી મોભે ચઢાવ્યાં છે, જી-20 સમિટ થકી ફક્ત દેશમાં જ નહીં, પણ વિદેશમાં પણ ગુજરાતની છબી ઊજાગર કરી છે.માતૃભાષાને પ્રોત્સાહન અને રક્ષણ આપવા રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં હવેથી ધોરણ 1 થી 8 સુધી ગુજરાતી ભાષાના ફરજિયાત શિક્ષણનું નક્કર અમલીકરણ: ‘ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક, 2023’ વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસમાં પરંગતતા કેળવે એ હેતુથી રાજ્યના 2,65,984 વિદ્યાર્થીઓને પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માટે વિનામૂલ્યે કોચિંગ આપવામાં આવ્યું છે. રાજ્યના 2,04,177 વિદ્યાર્થીઓને NMMS પરીક્ષાની વિનામૂલ્યે તાલીમ આપવામાં આવી. ધોરણ 9 થી કોલેજ સુધીનો અભ્યાસ કરતાં રાજ્યના 6,845 વિદ્યાર્થીઓને રૂ. 12 હજાર સબસિડીના લાભ સાથે બેટરી સંચાલિત દ્વીચક્રીય વાહન માટે સહાય આપવામાં આવી છે. રાજ્યનાં નાનામાં નાના ગામ અને કસ્બા સુધી શિક્ષણ પહોંચે તે માટે જૂન-2023થી શરૂ થતા નવા સત્ર અન્વયે પ્રાથમિક શાળામાં વર્ગ વધારાની મંજૂરી માટે સમયગાળો લંબાવવામાં આવ્યો છે. ‘21 ફેબ્રુઆરી – વિશ્વ માતૃભાષા દિવસ’ની રાજ્યકક્ષાની ઊજવણી મારી ભાષા મારું ગૌરવ” વિષય પર બાળકો અને શિક્ષકો દ્વારા રાજ્યભરમાં 100 જેટલાં સ્થળોએ નિદર્શનયોજવામાં આવ્યા હતાં.

શાળામાં ભણતા બાળકોની બેગનું વજન હળવું કરી, ભાર વગરના ભણતરના ધ્યેયને સાકાર કરવા ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા પ્રિ-વોકેશનલ વિદ્યાર્થીઓ માટે 10 ‘બેગલેસ ડે.’ તરીકે ઉજવવામાં આવ્યા. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 775 જેટલી વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે તા.10-11 ફેબ્રુઆરી-2023ના રોજ રાજ્યના 10 કેન્દ્રો ઉપર હેકાથોન-2022નો ફાઇનલ રાઉન્ડ યોજાયો. જેમાં અંદાજીત 2,400થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મક્કમ સરકારે શિક્ષણ ક્ષેત્રે અનેક નવતર કેડીઓ કંડારી છે. ગુજરાત યુનિવર્સિટી ખાતે ક્લાયમેટ ચેન્જ વિભાગની શરૂ કરવામાં આવ્યો છે.

110 જેટલી સરકારી કોલેજોમાં લાઇબ્રેરી માટે રૂ.50 લાખના પુસ્તકો વસાવવામાં આવ્યા છે જ્યારે 32 જેટલી સરકારી કોલેજોમાં વિજ્ઞાન લેબોરેટરીને રૂ.2 કરોડની સાધન સામગ્રીથી સુસજ્જ કરવામાં આવી છે. આ ઉપરાંતમોરબી, જામખંભાળીયા, વેરાવળ, બોટાદમાં જિલ્લા ગ્રંથાલય સેવાઓનો આરંભ કરવામાં આવ્યો અને ગુજરાતના અનસંગ હિરોઝના જીવનકવન પર આધારિત ગુજરાત ગૌરવગાથા શ્રેણી અંતર્ગત 25 પુસ્તકો પ્રસિદ્ધ કરાયાં છે. ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય સંસ્થા ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ  સાથે એગ્રિમેન્ટ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. 400 ‘જ્ઞાનસેતુ ડે સ્કૂલ’ કાર્યરત કરવામાં આવી છે.

અભિનવ પ્રયાસો કર્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યુવાઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આગામી વર્ષોમાં ગુજરાત કે ભારતના વધુને વધુ ખેલાડી ઓલમ્પિક માટે ક્વોલિફાય થાય અને વર્ષ 2036માં ઓલમ્પિક રમતોત્સવનો સફળ આયોજન થાય તે માટે ગુજરાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

સરકારી ભરતી મિશન મોડ ઉપર છે. રાજ્યના યુવાધનને રોજગારી મળી રહે તે માટે 10,338 જેટલી લોકરક્ષક સંવર્ગની ભરતી, 325 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની ભરતી અને 1,287 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગની ભરતી પૂર્ણ કરી. વધુ યુવાનોને રોજગારી મળે તે માટે આ વર્ષે નવી 8,000 ભરતીનું આયોજનકરાયું છે.રાજ્યના કૌશલ્યવાન યુવાઓને રોજગાર મળી રહે તે માટે રાજ્યમાં 462 જેટલા ભરતી મેળાઓનું આયોજન કરાયું,  સાથોસાથ રાજ્યમાં એક જ દિવસમાં 2500 થી વધુ કર્મયોગીઓને નિમણૂકપત્રો આપીને સરકારી સેવામાં જોડવામાં આવ્યા. બિન સચિવાલય ક્લાર્ક-ઓફિસ આસિસ્ટન્ટ સંવર્ગમાં 2306, ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-2માં 133 અને ખેતીવાડી અધિકારી વર્ગ-2 સંવર્ગમાં 92નું નવું માનવબળ રાજ્ય વહીવટી તંત્રને પ્રાપ્ત થયું.

વિધાનસભામાં ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) વિધેયક-2023 પસાર કરાયું જેમાં પેપર લીક ગુનામાં 10 વર્ષ સુધીની સજા અને રૂ.1 કરોડ સુધીના દંડનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.રાજ્યના યુવાનો ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધી શકે એ માટે 33,659 વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ઉચ્ચ શિક્ષણ માટે રૂ. 159.07 કરોડની આર્થિક સહાય આપવામાં આવી છે.આ ઉપરાંત 1,930 વિદ્યાર્થીઓને શોધ યોજના અંતર્ગત રૂ.7.89 કરોડની આર્થિક સહાય આપવામાં આવી છે.રાજ્ય સરકારમાં ઉચ્ચ અધિકારી બનવાના સપનાં સેવતા આશાવંત વિદ્યાર્થીઓ માટેૠઙજઈ વર્ગ-1 અને 2ની પરીક્ષાની તૈયારીના ભાગરુપે 2,500 યુવાનોને કોચિંગ આપવામાં આવ્યું.

નવા આઈડિયા અને ઉત્સાહથી ભરપૂર યુવાનો માટે સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત રાજ્યની  116 શૈક્ષણિક સંસ્થાઓને કુલ રૂ.10.22 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.સ્ટાર્ટ અપ સૃજન સીડ સપોર્ટ (જ4) અને ઓપન ઇનોવેશન ચેલેન્જ અંતર્ગત 150 ઇનોવેશનને રૂ.5.10 કરોડ સહાયની રકમ મંજૂર ક2વામાં આવી છે. આ ઉપરાંત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન પોલિસી-2.0 અંતર્ગત 77 શૈક્ષણિક સંસ્થાઓને સહાય આપી પ્રોત્સાહિત કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.