ડિજિટલ ક્ષેત્રે વિશ્વસ્તર પર ભારતની આ બધી પ્રાદેશિક ભાષાનો દબદબો

ઈન્ટરનેટની શરૂઆતતો ઘણા બધા દાયકાઓ પેલા થઈ હતી. પણ છેલ્લા એક દાયકાની અંદર ઈન્ટરનેટની સેવાનો વિસ્તાર ખુબ વધ્યો છે. જ્યારેથી JIOને લોન્ચ કરવામાં આવ્યું એ પછી ભારતમાં ઈન્ટરનેટના વપરાશમાં બહોળા પ્રમાણમાં વધારો થયો છે. આ ઈન્ટરનેટના વપરાશ સાથે ભાષા લુપ્ત થવાનો ભય હતો. અંગ્રેજી ભાષાના ઉપીયોગ સામે ભારતની હિન્દી અને અન્ય પ્રાદેશિક ભાષાનો વપરાશ ઓછો થઈ જશે.

આજની પરિસ્થિતિ જોતા એવું લાગે કે, હવે આપડો આ ડર ખતમ થઈ ગયો છે. અંતરરાષ્ટ્રીય ઓનલાઈન એન્ટરટેઇન્મેન્ટ, સોશ્યિલ મીડિયા કંપનીઓ, અને એમેઝોન પ્રાઈમ, નેટફ્લિક્સ, હોટસ્ટાર જેવા OTT પ્લેટફોર્મ ભારતમાં પોતાનો વપરાશ વધારવા માટે હિન્દી અને બીજી અન્ય પ્રાદેશિક ભાષાઓમાં કન્ટેન્ટ બનાવાનું આયોજન કર્યું છે. આ સાથેજ ઓનલાઇન કન્ટેન્ટ અને સોશ્યિલ નેટવર્કિંગની દુનિયામાં ખુબ ઝડપથી તેજી લાવનાર બે ભારતીય કંપનીઓને તગડા પ્રમાણમાં ફંડિંગ મળતાની સાથે યુનિકોન ક્લબમાં સામેલ થઈ છે.

સોશિયલ મેસેજિંગ સર્વિસ પ્રોવાઇડર કંપની શેરચેટેની એક એપ મહોલ્લા ટેકને 502 મિલિયનની ફંડિંગ મેળવી 2.1 અબજ ડોલરનું માર્કેટ સાથે યુનિકોર્ન ક્લબમાં સામીલ થઈ છે. તેવી જ રીતે, ગપસપ પણ આ કેટેગરીમાં સામેલ થઈ છે. પરંતુ આ કંપનીઓની સફળતા પાછળ એક ખાસ કારણ એ છે કે, ભારતીય માર્કેટમાં હિન્દી અને પ્રાદેશિક ભાષાઓનો સમાવેશ કર્યો જેથી વપરાશ કર્તામાં વધારો થયો.

દેશના લોકો હિન્દી અને પોતાની પ્રાદેશિક ભાષાઓ તરફ ખેંચાય એનું મોટું કારણ લોકડાઉન છે. લોકડાઉનમાં લોકો ઘરે બેઠા મનોરંજન માટે કોઈ કન્ટેન્ટ શોધતા હતા. એમાં તેને પોતાની ભાષામાં મજેદાર કન્ટેન્ટ મળ્યા અને તેથી ઇન્ટરનેશનલ લેવલ પર આપડી ભાષાનું પ્રભુત્વ વધ્યું. જેમાં મરાઠી, બંગાળી, કૈરાલી, કન્નડ, ભોજપુરી, પંજાબી, ગુજરાતી, જેવી પ્રાદેશિક ભાષાઓમાં જોવા મળતું ઘણું બધું કન્ટેન્ટ હતું.

FICCI-EYના 25 માર્ચ જાહેર થયેલા એહવાલ મુજબ, 2020 સુધીમાં ભારતીય પ્રાદેશિક ભાષાઓ ટેલીવિઝન પર 55% થી વધી 60% સુધી વધારો જોવા મળ્યો છે. 2019માં 30% OTT પ્લેટફોર્મનો વપરાશ વધીને 50% થયો હતો.