Abtak Media Google News

વૃદ્ધે ૧૫ રૂપિયા પરત માગતા કંડક્ટરે ટિકિટ કાપવાનું મશીન મારી લેતા લોહી લુહાણ થયા : ગાંધીગ્રામ પોલીસમાં નોંધાતો ગુનો

શહેરમાં સિટી બસના ડ્રાઈવરનો ત્રાસ યથાવત રહ્યો હોય તેમ દિન પ્રતિદિન અનેક બનાવો બનતા રહે છે ત્યારે ગઈકાલના વહેલી સવારે ઇન્દિરા સર્કલથી ત્રિકોણબાગ સુધીના રુડ તરફ જાતી સીટી બસમાં વૃદ્ધ બેઠા હતા ત્યારે તેની સાથે કંડકટર અને ડ્રાઇવરે માત્ર 15 રૂપિયાની લેતી દેતી ના પ્રશ્ન વિરુદ્ધને ટિકિટ કાપવાના મશીન વડે માર મારી લોહી લુહાણ કર્યા હતા.બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમાં અમને તેમને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કંડકટર અને ડ્રાઇવર વિરુદ્ધ તેની ધરપકરની કાર્યવાહી હાથ ધરી છે.

વિગતો મુજબ સાધુ વાસ વાળી રોડ પર રહેતા નંદલાલભાઈ વિઠ્ઠલભાઈ ઠક્કર નામના 70 વર્ષીય વૃદ્ધ એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપીઓમાં આરએમટીએસ બસના કંડકટર અને ડ્રાઇવરના નામ આપ્યા હતા. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ગઈકાલ સવારના પોણા અગ્યારેક વાગ્યાની આસપાસ મારું ત્રીકોણબાગ ખાતે જવુ હોવાથી હું ઇન્દીરા સર્કલેથી આર.એમ.ટી.એસ. બસ નં.-૨ મા બેસેલ હતો. આર.એમ.ટી.એસ. બસના કંડકટરને મે ૪૦ રૂપીયા આપેલ અને જણાવેલ કે ફૂલ ડે ની એક ટીકીટ આપો જેથી કંડક્ટર મારી પાસેથી રૂપિયા લઈને આગળ બીજા પેસેન્જરની ટીકીટ ફાડવા માટે જતો રહેલ હતો બાદ તે પરત મારી પાસે આવતા મે કંડક્ટર પાસે નક્કી માં રૂપિયા અને ટિકિટ માગી હતી

જેમાં કંડક્ટર મારી સાથે ગાળા ગાળી કરવા લાગ્યો હતો અને ઉશ્કેરાઇ ઝપાઝપી કરવા લાગ્યો હતો અને બસના ડ્રાઇવરે ત્રીકોણ બાગ ખાતે બસ ઉભી રાખી દીધેલ હતી અને તે પણ બસની અંદર મારી પાસે આવેલ અને મને ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતો એટલી વારમા બસના કંડક્ટરે તેની પાસે રહેલ ટીકીટ કાપવાનું મશીન મને માથામા મારતા મારા માથામાંથી લોહી નીકળવા લાગેલ હતુ જેથી હું તે બસમાંથી ઉતારી બીજી બસમાં બેસીને સીવીલ હોસ્પીટલ ખાતે સારવાર માટે ગયો હતો. જેથી હાલ ગાંધીગ્રામ પોલીસે તેમની ફરિયાદ પરથી બસના કંડકટર અને ડ્રાઇવર સામે ગુનો નોંધી તેઓને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.