Abtak Media Google News

જામનગરમાં સીટી બી પોલીસ મથક નજીક એસીબીએ શુક્રવારે ટ્રેપ ગોઠવી મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વતી પાંચ હજારની લાંચ લેતા ડ્રાઇવર પોલીસ કર્મીને પકડી એસીબી મથકે ખસેડી ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરમાં રહેતા એક વ્યકિત પાસે સાસરા પક્ષના કોઇ વ્યકિત સાથે ઝઘડાનો મામલો મહિલા પોલીસ મથકે પહોચ્યો હતો,જે કેસમાં શહેરીજન પાસેથી રૂ.દશ હજારની લાંચની માંગણી કરાઇ હતી,જેમાં રકઝક બાદ રૂ.પાંચ હજારની રકમ આપવાની માંગણી કરાઇ હોવાની આ સંબંધિત આસામીએ રાજયના એસીબી મથકમાં ફરીયાદ કરી હતી.

Advertisement

જે ફરીયાદના આધારે એસીબી પીઆઇ એ.ડી.પરમાર અને સ્ટાફે શુક્રવારે મોડી સાંજે જી.જી. હોસ્પીટલ રોડ પર કોમ્પલેક્ષ પાસે ટ્રેપ ગોઠવી હતી.જે છટકા વેળાએ એસીબીએ મહિલા પીએસઆઇ યુ.આર. ભટ્ટ વતી રૂ.5 હજારની લાંચ સ્વીકારતા પોલીસ મથકના ડ્રાઇવર દિવ્યરાજસિંહ ઝાલાને પકડી પાડી સ્થાનિક એસીબી કચેરીએ લઇ ગયા હતા. જયારે મહિલા પોલીસ અધિકારીની શોધખોળ હાથ ધરી છે.

શહેરના સતત ધમધમતા અંબર સિનેમા રોડ પર એસીબીની ટ્રેપના પગલે લોકો એકત્રિત થયા હતા. પોલીસ કર્મચારી મહિલા પોલીસ અધિકારી વતી લાંચ લેતા પકડાતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.