Abtak Media Google News

નોટબંધી બાદ પેટીએમ, એમેઝોન-પે, મોબીક્વિક જેવી ડિજિટલ પેમેન્ટ કંપનીઓનાં વપરાશમાં થયેલો વધારો ધીમેધીમો કેવાયસીના કડક નિયમનો કારણે ઓછો થઈ રહ્યો છે

સરકારના નિયમો સાથે ઈ-કોમર્સના સંઘર્ષ બાદ હવે ડીજીટલ ચૂકવણીઓ પર અનિશ્ચિતતાઓ ઉભી થવા પામી છે. રીઝર્વ બેંકના નિયમો મુજબ કેવાયસી નહી કરાવનાર લાખો મોબાઈલ વોલલેટસને ફેબ્રૂઆરીના અંત સુધીમાં બંધ કરી દેવામાં આવશે એક અંદાજ એવો માંડવામાં આવ્યો છે કે ૮૦ ટકા જેટલા મોબાઈલ વોલેટસના વપરાશકર્તાઓએ હજુ સુધી કેવાયસી કરાવ્યું નથી સુપ્રીમ કોર્ટનાં ચૂકાદા મુજબ ખાનગી કંપનીઓને આધાર કાર્ડનો ઉપયોગ કરવા પર અટકાવી દેવામાં આવી છે. જેથી ખાનગી કંપનીઓને તેમના વપરાશકર્તાઓનાં કેવાયસીકરવામાં તકલીફ ઉભી થઈ રહી છે.

અગાઉ, જયારે આંશિક કેવાયસી કરવામાં આવતી હતી ત્યારે મોબાઈલ નંબર પર ઓટીપીના આધારે કરી શકાતી હતી. પરંતુ હવે સંપૂર્ણ કેવાયસી કરવાની જરૂર પડે છે. જેમાં ઓળખના પૂરાવા, સરનામાના પૂરાવા સહિતના વિવિધ દસ્તાવેજો રજૂ કરવાની જરૂર પડે છે. વપરાશકર્તાઓ કે જે મોટાભાગે નાની ચૂકવણીઓ માટે વેલેટસનો ઉપયોગ કરે છે. તેમને આ પ્રક્રિયાને પૂર્ણ કરવાની તકલીફ મુશ્કેલ રૂપ પૂરવાર થઈ રહી છે. જેની ઘણા લોકો સરળ વિકલ્પો તરફ વળવા લાગ્યા છે.

યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (યુપીઆઈ) જે વોલેટ લોડ કરવાની જરૂર વિના એક બેંક ખાતામાંથી સીધા બીજા ખાતામાં નાણા પરિવહન કરે છે. ડીસેમ્બરમાં યુપીઆઈએ ૬૨૦ મીલીયનની વધુ ટ્રાન્જેકશન થયા હતા જયારે તેની તુલનામાં મોબાઈલ વોલેટસ દ્વારા નવેમ્બરમાં ૩૫૦ મિલિયનથી નીચેનો ટ્રાન્ઝેકશન વોલ્યુમ જોયો હતો. રીઝર્વ બેંક અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા (એનપીસીઆઈ)ના ડેટા મુજબ વોલેટસમાં તાત્કાલીક નોયબંધી પછીના સમગાળામાં ભારે વૃધ્ધિ મળી હતી પરંતુ છેલ્લા મહિનામાં આ વોલેટસનો વિકાસ ઘટયો હોવાથી વિકાસમાં વૃધ્ધિ ધીમી પડી ગઈ છે.

કંપનીઓનાં જણાવ્યા અનુસાર નિયમનકારી અવરોધો, ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાની સરકારી નીતિમાં અવરોધ રૂપ છે. પેટીએમ, એમેઝોન પે અને મોબીકવિક જેવા ડીજીટલ કંપનઓ તેમના ટ્રાન્ઝેકસનોમાં યુઝર બેઝનો નોંધપાત્ર હિસ્સો ગુમાવવાની તૈયારી કરી રહ્યા છે. પરંતુ તેઓ આશા રાખે છે. આગામી સમયમાં સરકાર દ્વારા સમયસર સંભવિત ઉકેલ લાવવામાં આવશે બેંગ્લુરૂ સ્થિત પેમેન્ટ કંપનીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતુ કે એકસટેન્શન અને વૈકલ્પિક કેવાયસી સાધનો પર બેંકીંગ નિયમનકાર સાથે અમોએ સતત ચર્ચા કરી છે. પરંતુ હજુ સુધી અમારે રજૂઆત સ્વીકારવામાં આવી નથી.

પેટીએમ અને એમેઝોનપરની અસર ફોન પે જેવી કંપનીઓનીતુલનામાં વધુ થશે કારણ કે બાદમાં યુપીઆઈ પર વધુ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. અને તે વોલેટ પર ઓછુ નિર્ભર છે. એમેઝોને તાજેતરમાં સંબંધીત દસ્તાવેજો લોકપ્રિય કરવા માટે વપરાશકર્તાઓના સ્થળ સુધી જવાની શરૂઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.