Abtak Media Google News
  • લોકસભા ચૂંટણી માટે શુભમન ગિલ પંજાબના સ્ટેટ આઇકોન બન્યા, મતદારોને મતદાન અંગે જાગૃત કરશે
  • અગાઉ, લોકપ્રિય પંજાબી ગાયક તરસેમ જસદને પણ સ્ટેટ આઇકોન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

અગાઉ, લોકપ્રિય પંજાબી ગાયક તરસેમ જસદને પણ સ્ટેટ આઇકોન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ આશા વ્યક્ત કરી હતી કે પ્રથમ વખતના મતદારો ગિલ અને તરસેમ જસદથી પ્રભાવિત થશે અને તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરશે.

Shubhman

ભારતીય ક્રિકેટર શુભમન ગિલને પંજાબના ચૂંટણી પંચે સ્ટેટ આઇકોન બનાવ્યો છે. મુખ્ય ચૂંટણી અધિકારી સિબીન સીએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે પંજાબનો રહેવાસી શુભમન ગિલ ક્રિકેટ પ્રેમીઓમાં, ખાસ કરીને યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે અને તે આગામી લોકસભા ચૂંટણી 2024 દરમિયાન 70 ટકાથી વધુ મતોના લક્ષ્યાંકને હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

તેમણે કહ્યું કે, શુબમન ગીલ દ્વારા મતદાન અંગે જાગૃતિ લાવવા વિવિધ અભિયાનો ચલાવવામાં આવશે, જેથી આ વખતે 70ને પાર કરવાનો લક્ષ્યાંક હાંસલ કરી શકાય. અગાઉ, લોકપ્રિય પંજાબી ગાયક તરસેમ જસદને પણ સ્ટેટ આઇકોન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સિબિન સીએ કહ્યું કે ગયા શુક્રવારે પંજાબના તમામ ડેપ્યુટી કમિશનરો સાથે યોજાયેલી બેઠકમાં તેમને એવા વિસ્તારોને ઓળખવા માટે કહેવામાં આવ્યું હતું જ્યાં ગત ચૂંટણી દરમિયાન વોટ ટકાવારી ઓછી હતી. તેમણે જણાવ્યું હતું કે આવા વિસ્તારોમાં જાગૃતિ અભિયાનની સાથે શુભમન ગિલ અને તરસેમ જસદ દ્વારા અપીલ કરીને મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવશે.

Gill

મુખ્ય ચૂંટણી અધિકારીએ આશા વ્યક્ત કરી હતી કે પ્રથમ વખતના મતદારોને ગિલ અને તરસેમ જસદ દ્વારા તેમના મતના અધિકારનો ઉપયોગ કરવા માટે પ્રેરણા મળશે, જ્યારે અન્ય વય જૂથના લોકોને વધુ મતદાન કરવા અપીલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.