Abtak Media Google News

Table of Contents

અંધેર નગરીને ગંડુ રાજાની જેમ રાજકોટ નાગરિક બેન્કનો વહીવટ ચાલતો હોય તેમ બેન્કના સભાસદ અને થાપણદારોમાં વિશ્ર્વાસ જળવાય તે માટેના સતત પ્રયાસ કરી બેન્કનું હરહમેસ હિત ઇચ્છનારને કેટલાક હિત શત્રુ દ્વારા ખોટા ચિત્રી પાણીચુ પકડાવવાના ચકચારી પ્રકરણમાં સુપ્રીમ કોર્ટ દ્વારા હાઇકોર્ટની ડિવિઝન બેન્ચના હુકમને યોગ્ય ઠેરવી સિંહ રાશીની બ્રાન્ચમાં મેનેજર તરીકે પુન: સ્થાપિત કરવાના મહત્વના આદેશથી સ્પષ્ટ બન્યુ છે કે આજે પણ વિભિષણની કદર થતી નથી. વિભિષણને લંકાનું હિત હતું તેમ મેનેજરને પણ રાજકોટ નાગરિક બેન્કનું હિત હતું પણ કેટલાક લેભાગુ અને અંગત હિત ધરાવતી વ્યક્તિઓ દ્વારા શરુ કરાયેલા કાવાદાવાના કારણે બેન્કને મોટુ આર્થિક નુકસાન કર્યાની ચર્ચાએ ચકચાર જગાડી છે.

સભાસદ અને થાપણદારોના હિતને ધ્યાને રાખી બેન્કની આબરૂ બચાવવા જતાં હીતશત્રુ દ્વારા પાણીચુ પકડાવ્યું?

હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ અને સુપ્રીમ કોર્ટ દ્વારા પુન: નોકરી પર લેવાના મહત્વના આદેશ: દોઢ માસ બાદ બેન્કના ડીરેકટરોને અદાલતમાં ખુલાસો કરવા હુકમ

આરબીઆઇના ઓડિટ દરમિયાન ગેરરીતી અંગેની વિગતોનો ઢાક પીછોડો કરવાના હીન પ્રયાસ

Screenshot 2 5

રાજકોટ નાગરિક બેન્કનું આરબીઆઇ દ્વારા સમયાંતરે ઓડીટ થતું હોય છે. જેમાં સિંહ રાશી ધરાવતી બેન્કના બ્રાન્ચ મેનેજર દ્વારા બેન્કની આબરુ, થાપણદારો અને સભાસદોના હિતને ધ્યાને લઇ બેન્કમાં ચાલતી ગેરરીતી અંગે ખાનગીમાં રજુઆત કરી હતી. આરબીઆઇ દ્વારા આ બાબતને ગંભીરતા દાખવી હતી. આથી બેન્કને બચાવવાનું કામ કરનારને બેન્ક સાથે સંકળાયેલા લેભાગુઓ તત્વોના પેટમાં તેલ રેડાયું હતું. અંગત હિત ધરાવતી કેટલીક વ્યક્તિઓ દ્વારા ચોરી ઉપર સીના ચોરી કરી બેન્કના વફાદાર અને પ્રમાણિક કર્મચારીને પાણીચુ પકડાવવાના કરેલા હીન કૃત્યને હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા બેન્ક મેનેજરને પુન: નોકરી પર લેવાના હુકમ કર્યા હતા. આ સમગ્ર પ્રકરણ સુપ્રીમ કોર્ટ સુધી પહોચ્યું હતું.

બેન્કનું નહી પરંતુ અંગત હિત ધરાવતી કેટલીક વ્યક્તિઓ સુપ્રીમ કોર્ટમાં સિનિયર કાઉન્સીલરને મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ હમેશા સત્યની જીત થતી હોય તેમ સુપ્રીમ કોર્ટે પણ બેન્ક મેનેજરની તરફેણમાં મહત્વનો હુકમ કરી બેન્ક માટે ખતરાની ઘંટી વગાડી છે. બેન્ક વતી રજુ કરાયેલા બચાવને દોઢ માસ બાદ સાંભળવામાં આવશે તેમ સ્પષ્ટ હુકમ કરી બેન્ક મેનેજરને સળંગ નોકરી પર રાખવા કરેલા આદેશના પગલે બેન્ક વર્તુળોમાં ચાલતી લાલીયાવાળીનો પર્દાફાસ થયો છે. અંગત હિત ખાતર બેન્કને નુકસાનીના ખાડામાં લઇ જનાર તત્વોમાં ફફડાટ મચી ગયો હોવાની ચર્ચાએ ચકચાર જગાડી છે.

પાટણની કરોડોની કિંમતની મિલકતને કોડીની કરવાનો ખેલ કોને પાડયો?

હનુમાનપુરાની એમ.કે.યુનિર્વસિટીમાં અમદાવાદના બિલ્ડરને ટ્રસ્ટી બનાવ્યા બાદ 25 કરોડની મિલકત 3.36 કરોડમાં આપી દીધી!

સતાનો દુર ઉપયોગ કરી અંગત હિત માટે મિલકતની વેલ્યુ ડાઉન કરી વેચવાના ચકચારી કૌભાંગની તટસ્થ અને ન્યાયિક તપાસ થાય તો કેટલાયને રેલો આવવાની ચર્ચા

પાટણ જિલ્લાના હનુમાનપુરા ખાતે આવેલી એમ.કે.એજ્યુકેશન ટ્રસ્ટની કરોડોની કિંમતની મિલકતને કોડીની વેલ્યુ કરી ઇ હરાજીથી વેચી નાખવાના ચકચારી કૌભાંડ અંગે એમ.કે.એજ્યુકેશ ટ્રસ્ટના ટ્રર્સ્ટ દ્વારા રાજયના પોલીસ વડા અને સીઆઇડી ક્રાઇમમાં કરેલી અરજીમાં કેટલાક ચોકાવનારા આક્ષેપ કરવામાં આવ્યા છે.

પાટણની શ્રીકુંજ પાર્ક સોસાયટીમાં રહેતા અને એમ.કે.એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી દ્વારા પોતાના ટ્રસ્ટના વિકાસ માટે રાજકોટ નાગરિક બેન્કમાંથી રુા.8.50 કરોડ અને રુા.9.50 કરોડની લોન લેવામાં આવી હતી ત્યારે ટ્રસ્ટમાં પોતાના પરિવારની વ્યક્તિઓ ટ્રસ્ટી તરીકે જોડાયેલી હતી અને બેન્ક કુલ ત્રણ મિલકત મોર્ગેજ કરવામાં આવી હતી. દરમિયાન કોરોના દરમિયાન હપ્તા સમયસર ભરી ન શકતા બેન્ક દ્વારા રિકવરીની કામગીરી શરુ કરવામાં આવી હતી.

એમ.કે.યુનિર્વસિટીમાં પ્રજાપતિ રમેસ વિઠ્ઠલભાઇ, ઇશ્ર્વર શિવદાસ પટેલ, મનિષ ડાયાભાઇ પટેલ, ઘનશ્યામ ચતુરભાઇ પટેલ, વિણાબેન નિલેશભાઇ પટેલ, પ્રજાપતિ સિધ્ધાર્થ રમેશભાઇ, આકાશ મહેન્દ્રભાઈ અઘારુ અને વૈશાલી અનિલકુમાર પટેલને ટ્રસ્ટીઓ તરીકે જોડી દેવામાં આવ્યા હતા.

રાજકોટ નાગરિક બેન્કના રિકવરી મેનેજર, ડીજીએમ અને હળવદ બેન્કના બ્રાન્ચ મેનેજર દ્વારા મિલાપપી પણુ રચુ ઇ ટેન્ડર પ્રક્રિયા કરી અમદાવાદના બિલ્ડર ઇશ્ર્વરભાઇ પટેલને 12 કરોડની મિલકત માત્ર રુા.3.36 કરોડમાં આપી દીધાના ચોકાવનારા આક્ષેપ કરવામાં આવ્યા છે.Screenshot 3 6

રોમ ભડકે બળે ત્યારે નિરો ફિડર વગાડે

નાગરિક બેન્કની સ્થિતી થાળે પાડવાના બદલે અંગત હિતને મહત્વ અપાયાની ચર્ચા?

સભાસદો અને થાપણદારો માટે વિશ્વાસ જાળવી રાખવો જરુરી: બેન્કને પોતાની પેઢી સમજનારને સુપ્રીમે સબક શિખવ્યો

રોમ ભડકે  બળે ત્યારે નિરો ફિડર વગાડે તેમ રાજકોટ નાગરિક બેન્કના કથિત કૌભાંડ અંગે થયેલા આક્ષેપ અંગે જરુરી કાર્યવાહી કરવાના બદલે મારે શુ ં?, બેન્કના થાપણદારો અને સભાસદોનું જે થવું હોય તે થાય તે રીતે વહીવટ ચાલતો હોવાની ચર્ચાથી બેન્કના સભાસદો અને રોકાણકારોનો વિશ્ર્વાસ ડગમગી જાય તેવી સ્થિતી સર્જાય હોવાનું કેટલાક જાણકારો કહી રહ્યા છે.

રાજકોટ નાગરિક બેન્કમાં સભાસદો અને રોકાણકારોની થાપણ પબ્લીક પ્રોપર્ટી અને પબ્લીક મનીના બદલે અંગત હિત અને પોતાનો ફાયદા માટે રાજકોટ નાગરિક બેન્કને પોતાની પેઢી સમજી ચાલતા મનસ્વી વહીવટની ચર્ચા અંગે એક પ્રકરણ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યું છે. જ્યારે બીજુ પ્રકરણ રાજયની સીઆઇડી ક્રાઇમના ઇકોનોમિક વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. સીઆઇડી ક્રાઈમ દ્વારા આર્થિક ગેરરીતી અંગેની તપાસમાં બેન્કમાં મહત્વનું સ્થાન ધરાવતી ત્રણ વ્યક્તિઓને સમન્સ મોકલી શરુ કરાયેલી તપાસના ધમધમાટથી બેન્ક વર્તુળમાં સનસનાટી મચી ગઇ છે.

નાગરિક બેન્કમાં કોઇ કૌભાંડ નથી: લોન ડીફોલ્ટરના પાયા વિહોણા આક્ષેપ

બેન્કમાં ગેરરીતી અંગેના વાયરલ થયેલા સમાચાર અંગે નાગરિક બેન્ક દ્વારા કરાઇ સ્પષ્ટતા

રાજકોટ નાગરિક બેન્ક દ્વારા પાટણના હનુમાનપુરાની કરોડોની કિંમતી મિલકતને સસ્તા ભાવે કરાયેલી હરરાજી અંગે વાયરલ થયેલા સમાચાર અંગે રાજકોટ નાગરિક બેન્ક દ્વારા કોઇ કૌભાંડ ન થયાનું અને લોન ડી ફોલ્ટર સામે કરાયેલી કાર્યવહીથી નારાજ થઇ પાયા વિહોણા આક્ષેપ કરવામાં આવતા હોવાની રાજકોટ નાગરિક બેન્ક દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા ઈ.સ. 2014-15માં પાટણના ખાતેદાર મુકેશભાઈ પટેલ અને જ્યોત્સનાબેન મુકેશભાઈ પટેલના સંયુક્ત નામે મંજુર કરાયેલ રૂા. 18.45 કરોડના ધિરાણમાં નિયમીત હપ્તા ન ભરાતાં જુન 2019માં બંને ખાતાઓ આર.બી.આઇ.ના નિયમાનુસાર આ બંને ધિરાણો એન.પી.એ. જાહેર થયેલ. ત્યારબાદ બેંક દ્વારા ઘી સરફેસી એક્ટ 2002ની જોગવાઈ અનુસાર રિકવરીની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ. આ કાર્યવાહી પેટે પાટણ જીલ્લા કલેકટર દ્વારા જાન્યુઆરી 2021માં ધિરાણની સિક્યુરીટી પેટે રહેલ તમામ મિલકતોનો કબજો મેળવી બેંકને સોંપી આપવા માટે પાટણ મામલતદાર ને અધિકૃત કરતો ઓર્ડર કરી આપવામાં આવેલ.

જેના અનુસંધાને મામલતદાર પાટણ શહેર દ્વારા તા. 5 એપ્રિલ અને તા. 6 એપ્રિલ 2022ના રોજ તમામ ચાર મિલકતનો કબજો લઇ બેંકને સોંપી આપવામાં આવેલ. આ દરમિયાન ખાતેદારો દ્વારા  ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવેલ જે અપીલમાં  ગુજરાત હાઇકોર્ટ દ્વારા તેઓની કડક શબ્દોમાં આલોચના કરી તેમને કોઇ રાહત આપેલ ન હતી. ખાતેદારો દ્વારા સદરહુ અપીલ પરત ખેંચી લેવામાં  આવી હોવાની  સ્પષ્ટતા કરી છે.

બાદ બેંક દ્વારા કાયદા મુજબ કબજે લીધેલ તમામ મિલકતોની કબજા નોટીસ તા. 9-4-2022ના રોજ ત્યારબાદ વેલ્યુએશન મુજબ આવેલ સંદર્ભીત મિલકતની મિલકતની પ્રથમ વેચાણ જાહેરાત રૂા. 4,13,87,000 માટે, તા. 31-8-2022ના રોજ, દ્વીતીય વેચાણ જાહેરાત રિઝર્વ કિંમતમાંથી 10 ટકા રકમ ઘટાડી રૂા. 3,72, 48, 300/- માટે તા. 25-11-2022ના રોજ અગ્રણી અંગ્રેજી તથા ગુજરાતી અખબારોમાં પ્રસિદ્ધ કરાયેલ અને તેની નકલો પણ ખાતેદારો તેમજ તેમના જામીનોને મોકલી આપવામાં આવેલી. દ્વીતીય જાહેરાતના અનુસંધાને બેંકને મળેલી ઓફર પૈકી સંદર્ભીત મિલકત માટે વિનોદભાઈ એસ. પટેલ (જે બેંકની જાણ અનુસાર ખાતેદાર  મુકેશભાઈ પટેલ દ્વારા જ રજુ કરાયેલી  ઓફર કરેલી રકમ રૂા. 5,13,00,000થી વધી રૂા. 8,00,00,000/- કરી આપવામાં આવેલ જે પ્રથમ દૃષ્ટિએ શંકાસ્પદ જણાયેલ પરંતુ બેંકનો હેતુ રિકવરીનો હોય તેમનું ટેન્ડર માન્ય રાખવામાં આવેલ પરંતુ તેઓ દ્વારા નિયત સમય મર્યાદામાં બાકીની રકમ ભરપાઈ કરવામાં આવેલ ન હોય, તેઓ દ્વારા ટેન્ડર સાથે જમા કરાવેલ 10 ટકા મુજબની રકમ રૂા. 37,24,900/- જપ્ત કરી ખાતેદારના ખાતામાં જમા આપી મિલકતનું ઓકશન રદ કરવામાં આવ્યું હતું. વેચાણ જાહેરાતના અનુસંધાને બેંકને સંદર્ભીત મિલકત પેટે એકમાત્ર ટેન્ડર રૂા. 3,36,00,000નું મળેલ. જે નિયમાનુસાર રિઝર્વ કિંમત કરતા વધુ રકમનું હોય બેંક દ્વારા માન્ય રાખી નિયમાનુસારની બાકીની રકમ નિયત સમય મર્યાદામાં ભરપાઈ થયેથી ટેન્ડરની ફેવરમાં બેંક દ્વારા તા. 21-3-2023ના રોજ વેચાણ દસ્તાવેજ કરી આપવામાં આવેલ. આમ બેંક દ્વારા મિલકતના કબજા તથા વેચાણની લગતી તમામ કાર્યવાહી ધી સરફેસી એક્ટ 2002ની જોગવાઇઓના ચુસ્તપણે પાલન કર્યા બાદ જ તથા દરેક તબક્કે છ થી સાત અધિકારીઓની ચકાસણી બાદ પારદર્શક રીતે જ કરવામાં આવેલ હોય કોઇપણ જાતની ક્ષતિ હોવાની શક્યતા રહેતી હોવાનું બેંક દ્વારા જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.