Abtak Media Google News

શરર્ણાીઓનો વેશ ધારણ કરી યુરોપમાં ઘુસેલા આઈએસના આતંકીઓ મોટો નરસંહાર કરે તેવી દહેશત

સીરીયા, યમન, સોમાલીયા અને લીબીયા સહિતના દેશમાં આઈએસઆઈએસનો વ્યાપ નોંધપાત્ર રીતે ઘટી ગયો છે. કુરદીશ લડાકુઓ અને ઈરાકી સૈનીકોએ આઈએસઆઈએસને નબળુ પાડી દીધું છે. અમેરિકા સહિતના દેશોના હવાઈ હુમલાી અંતે આઈએસઆઈએસ ઘુંટણીએ પડી ગયું છે. જો કે જર્મની અને ફ્રાન્સ જેવા યુરોપીયન દેશોમાં વિસપિતોને અંદર લાવવાની રાજકીય પક્ષોની વેંતરણમાં ફરીથી ખતરો ઉભો થયો છે.

Advertisement

વિસપિતો યુરોપના દેશોમાં આતંકી ગતિવિધિમાં ભાગ ભજવી રહ્યાં હોવાની શંકા છે. પરિણામે અત્યાર સુધી સામસામે આતંકીઓ સોનું યુદ્ધ હવે છુપુ બની ગયું છે. યુરોપીયન દેશોમાં છુપાયેલા આતંકીઓ ગમે ત્યારે હુમલો કરી જાનહાની કરે તેવી દહેશત છે. શરર્ણાીઓના વેશમાં યુરોપમાં ઘુસેલા આતંકવાદીઓ સામે પગલા લેવા તમામ સરકાર ઉણી ઉતરી છે.

અત્યાર સુધી રશીયા અને ચીન જેવા દેશો જ આતંકવાદ સામે કડકમાં કડક પગલા લઈ શકયા છે. લીબીયા, યમન અને સીરીયામાં પરાસ્ત થતાં આતંકવાદીઓ હવે શરર્ણાીઓનું રૂપ ધરી અન્ય પધ્ધતિથી આતંક ફેલાવવા સક્રિય થયા છે. આ અંગે અમેરિકા સહિતના દેશોએ ચિંતા પણ વ્યકત કરી છે. સૌથી મોટું નુકશાન જર્મનીને થાય તેવી દહેશત છે. ગત મહિને અમેરિકાની સુરક્ષા સંસએ એક શંકાસ્પદ શખને પકડયો હતો જેની પાસેથી એવા બીજ મળી આવ્યા હતા જે ખૂબજ જ ઝેરી હતા. આવા ઝેરી પર્દાથી મોટાપાયે નરસંહાર કરવા આતંકીઓ સજ્જ છે. અગાઉ ફ્રાન્સની સુરક્ષા સંસએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ટેલીગ્રામમાં ફરતા મેસેજને ઈન્ટરસેપ્ટીંગ કરી મોટા આતંકી હુમલા અંગે ભાળ મેળવી હતી.

આઈએસઆઈએસનો ખાત્મો તો યો છે પરંતુ તેમાંથી બચી ગયેલા આતંકવાદીઓ આત્મઘાતી હુમલાની જગ્યાએ હવે છુપા હુમલા કરી યુરોપમાં ડરનો માહોલ ફેલાવી રહ્યાં છે. થોડા સમય પહેલા જ છરીથી હુમલો કરી અનેકને ઘાયલ કરવામાં આવ્યા હતા. ઉપરાંત સડક ઉપર ટ્રક દોડાવી ઘણાને કચડી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. આવી ઘટનાઓ સુરક્ષા સંસઓને સતાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.