વૈજ્ઞાનિકો અનેકવિધ રીતે જે કોઈ ચીજવસ્તુઓની જરૂરીયાત ઉદભવિત થતી હોય છે તેનાં માટે તેઓ સંશોધન કરી તેનો ઉકેલ લાવવા માટે તનતોડ મહેનત કરી એક યોગ્ય નિસકક્ષ સુધી પહોંચે છે ત્યારે કવીન્સલેન્ડ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકો અને સંશોધકો દ્વારા આંખોનાં રોગને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ મારફતે પારખી શકાશે તે દિશામાં યુનિવર્સિટીનાં સંશોધકો દ્વારા કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. લોકોને આંખોનાં રોગ થતાની સાથે જ તેઓ અજાણ હોય છે કે, તેમનાં રોગને કેવી રીતે નિવારવું પરંતુ જે રીતે વૈજ્ઞાનિકો દ્વારા પઘ્ધતિની શોધ કરવામાં આવી છે તે જોતાં એ વાત સ્પષ્ટ થાય છે કે, ગ્લુકોમાં સહિતની જે આંખને લગતી બિમારીઓ છે તેને આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સની મદદથી શોધી શકાશે. આ સંશોધન જો યોગ્ય રીતે પૂર્ણ થાય અને વૈજ્ઞાનિકોને તે દિશામાં જો સફળતા મળે તો વિશ્ર્વ સમુદાય માટે આ એક સૌથી મોટો આવિસ્કાર મનાશે.

આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ સરકાર દ્વારા અનેકવિધ રીતે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પછી તે નેશનલ સિકયોરીટીનો મુદો હોય કે પછી અન્ય કોઈ. ભારત સિવાયનાં જે વિશ્ર્વનાં દેશો છે તે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ પુર્ણત: કરતા નજરે પડે છે. આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સની ટેકનોલોજીથી જે કાર્ય પૂર્ણ થવા માટે સમય લાગતો હોય છે તે હવે નહીં લાગે ત્યારે ભારત આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરી રહ્યું છે અને જો તેમાં વેગ મળે તો નવાઈ નહીં. ત્યારે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ થકી આંખોની જે સમસ્યા રહેતી હતી પછી તે ભલે ભારત દેશ હોય કે વિશ્ર્વનાં અન્ય કોઈ દેશ ત્યારે કવીન્સલેન્ડ યુનિવર્સિટીનાં સંશોધકો દ્વારા જે નવી તકનીકની શોધ કરી છે તેનાથી ઘણાખરા પ્રશ્ર્નોનો અંત આવી જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.