Abtak Media Google News
  • માધવપુરનો માંડવો ને જાદવકુળની જાન, પરણે રાણી રૂક્ષ્મણી વર છે શ્રી ભગવાન
  • એક કથા એવી પણ છે કે ભગવાન શ્રી કૃષ્ણને કુંવારી ભૂમિ પર  લગ્ન કરવા હતા અને દરિયા દેવે અહીં જગ્યા કરી આપી
  • રૂક્ષ્મણી લખે કાગળ દ્વારકા, હું નહીં રે પરણું શિશુપાલને રે…
  • માધવપુરની વાત વિષ્ણુ અવતાર સાથે પણ જોડાયેલ હોવાનું અમુક કથાકારો જણાવે છે જેથીઆ સ્થળની મૂલાકાત અનેક ઋષિમુનિઓ અને સંતોએ કરી છે મહાપ્રભુ વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય, ગુરૂ ગોરખનાથ સાથે સંકળાયેલા પૌરાણિક પવિત્ર સ્થળો પર  જોવા મળે છે

Kris Removebg Preview ભારતની  ઉતર પૂર્વ અને પશ્ચિમની  સંસ્કૃતિને એક તાતણે બાંધતો  માધવપુરનો મેળો અનેક પ્રાચિન કથાઓ સાથે જોડાયેલો છે. ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્ન, પ્રાચિન વિષ્ણુ મદિર તેમજ અનેક ઋષિમુનિઓ, જોગી-જતીઓના ઉલ્લેખ સાથેની અનેક વાતો ખૂબજ પ્રચલીત છે. પરંતુ ખાસ તો ભગવાનના લગ્ન, પ્રાચિન પરંપરાઓ, રીવાજો  વગેરેની ઝાંખી કરાવતો માધવપુરનો મેળો કે જેના અનેક ગીતો, લગ્નગીતો, ભજનો, વગેરેમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ક્યાં સૌરાષ્ટ્રનું દરિયાકાંઠાનું માધવપુર અને ક્યાં માધવપુરથી 3000 કિમી જેટલા દૂર ઉત્તર-પૂર્વના રાજ્યો છતાં બંને પ્રદેશ વચ્ચે એવો ઊંડો નાતો કે જે યુગોથી લોકોના હૃદયમાં છે.   આ નાતો વર્ષોથી ભારત વર્ષની બે સંસ્કૃતિની મિશાલ બનીને પ્રજ્લવિત રહ્યો છે અને તેના મૂળમાં છે ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીનાં વિવાહ.

પૌરાણિક કથાઓ સાહિત્યક ઉલ્લેખો અનુસાર ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન માધવપુરમાં થયા હતા. આ વિવાહની યાદમાં વર્ષોથી – યુગોથી માધવપુર ઘેડમાં પાંચ દિવસનો મેળો ભરાય છે. જે હવે છેલ્લા ત્રણ વખતથી ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નું પ્રતીક બન્યો છે. મેળામાં ઉત્તર- પૂર્વના લોકો, અગ્રણીઓ અને કલાકારો માધવપુરમાં આવીને કલાનું કૌશલ્ય અને વિચારોનું આદાન પ્રદાન કરે છે અને સૌરાષ્ટ્રના ઘેડ પ્રદેશની સંસ્કૃતિને નિહાળે છે.

ભગવાન શ્રી કૃષ્ણનું માધવરાયજીનું સ્વરૂપ અને રુકમણીજીની પૌરાણિક મૂર્તિ… આ બધું સૈકાઓ સુધી દરિયામાં રહ્યું અને 17મી સદીમાં દરિયામાંથી મંદિર મળતાં ભગવાનના નાના સ્વરૂપો કે જેની પધરામણી માધવરાયજીના મંદિરમાં થાય છે તેની લગ્નવિધિ પણ ભાવિકો નિહાળી ભાવવિભોર બને છે. માધવપુરનો મેળો રામનવમી ચૈત્ર સુદ નોમથી શરૂ થાય છે   અને ભગવાનના લગ્ન ચૈત્ર સુદ બારસના રોજ થયાં હતાં તેટલે તે દિવસે લગ્ન થાય છે. રાત્રિના લગ્ન હોવાથી માધવરાય મધુવનમાં રાતવાસો કરે છે. તેરસના દિવસે ભગવાન રૂક્ષ્મણી સાથે નગરયાત્રા કરી નીજ મંદિરે પધરામણી કરે છે. ભગવાનને પરણીને આવતી જાન જોવી એ ભાવિકો માટે એક લહાવો હોય છે. મધુવન જ નહીં પણ માધવપુરની બજારો ગલીઓ અબીલ ગુલાલની છોળોથી ઉભરી આવતાં જ્યાં નજર નાખો ત્યાં ગુલાબી રંગની ચાદર જેવા દ્રશ્યો જોવા મળે છે. આ સાથે મેળો પૂર્ણ થાય છે. આ રીતે માધવપુર ઘેડનો મેળો ભારતની ઉત્તર-પૂર્વ અને પશ્ચિમ ભાગની સંસ્કૃતિને એક તાંતણે બાંધે છે.

દ્વારકા બ્રાહ્મણ મારફત સંદેશો મોકલાવે છે. આ સંદેશો માધવપુર માં લગ્ન ગીત તરીકે પ્રચલિત બન્યો છે. રુક્ષ્મણી નો પત્ર પણ પ્રચલિત છે. સમાચાર સાંભળીને શ્રી કૃષ્ણ રુક્ષ્મણી સાથે લગ્ન કરવા માટે જાય છે. રુકમૈયાને હરાવી શ્રીકૃષ્ણ રુક્ષ્મણીનું હરણ કરી દ્વારકા લઈ જતી વખતે રસ્તામાં માધુપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણી માતા ના લગ્ન થાય છે. એક કથા એવી પણ છે કે ભગવાન શ્રીકૃષ્ણને કુવારી ભૂમિ પર લગ્ન કરવા હતા અને દરિયા દેવે અહીં જગ્યા કરી આપી.

The Fair Of Madhavpur, Which Weaves Together The Culture Of North-East And West
The fair of Madhavpur, which weaves together the culture of North-East and West

માધવપુરનો મેળો રામનવમીના દિવસથી શરૂ થાય છે પરંતુ લગ્નની તૈયારીઓ 25 દિવસ અગાઉ શરૂ થઈ જાય છે. ક્ધયા અને વર બંનેપક્ષ દ્વારા લગ્ન લખવાની વિધિ કરવામાં આવે છે અને 25 વાના ના દર વર્ષે ભગવાનના લગ્ન હોય છે. ભગવાનના લગ્ન પૂર્વે મહિલાઓ સત્સંગીઓ લગ્ન ગીત ગાય છે એમાંય ‘રુકમણી લખે કાગળ દ્વારકા, હું નહીં રે પરણું શિશુપાલને રે’, તેમજ લગ્ન દરમિયાન માધવપુરનો માંડવો, આવી જાદવકુળની જાન, પરણે રાણી રૂક્ષ્મણી, વર વાંછીત શ્રી ભગવાન જેવા લગ્ન ગીતો માધવપુર તેની માધુર્યતામાં વધારો કરે છે. રામ નવમી અને દસમ, અગિયારસના રોજ ભગવાનની વર્વાંગી પણ નીકળે છે. કડછ ગામના લોકો રુકમણી માતાનું મામેરુ ભરવા આવે છે. ભગવાનને જાન જોડવા માટે આમંત્રણ આપવામાં આવે છે. ચૈત્ર સુદ બારસની રાત્રીએ મધુવનમાં ભગવાનના લગ્ન શાસ્ત્રોકત પરંપરા મુજબ યોજાય છે અને મોટી સંખ્યામાં લોકો આ લગ્ન ઉત્સવમાં જોડાય છે.

માધવપુરના દરિયામાંથી મળ્યું છે 11મી સદીનું વિષ્ણુ મંદિર  તે માધવપુરમાં હાલ હયાત છે. માધવપુરની વાત વિષ્ણુ અવતાર સાથે પણ સાંભળવા મળે છે એટલે સમય જતા માધવપુરની મુલાકાત અનેક ઋષિમુનિઓ અને સંતોએ કરેલી છે. મહાપ્રભુ વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય, ગુરુ ગોરખનાથ સાથે સંકળાયેલા પૌરાણિક પવિત્ર સ્થળો પણ માધવપુરમાં છે.

17મી સદીમાં પોરબંદરના મહારાણીએ બાંધ્યું નવું મંદિરદરિયામાંથી મળેલું 11મી સદીનું મંદિર બહુ જર્જરીત થઈ જતા 17મી સદીમાં પોરબંદરના મહારાણી રૂપાળીબાએ માધવરાયજીનું નવું મંદિર બંધાવી આપ્યું હતું અને તેનો શિલાલેખ પણ અહીં જોવા મળે છે. જુના મંદિરમાંથી માધવરાયજી અને ત્રિકમરાયજીની મૂર્તિઓ નવા મંદિરમાં પધરાવવામાં આવી હતી. આ મૂર્તિઓ દુર્લભ અને દિવ્ય છે. ભગવાનના ત્રણ હાથ ઉપર અને એક હાથ નીચે છે. આવી મૂર્તિ બીજે ક્યાંય નથી એવી વૈષ્ણવ ભક્તોને શ્રદ્ધા છે.

ગ્રંથોમાં જેનો ઉલ્લેખ અને એ જ સ્થળે તેના પૌરાણિક અવશેષો મળે ત્યારે શ્રદ્ધાળુઓની આસ્થાનું સાંસ્કૃતિક કેન્દ્ર જે તે સ્થળ બનીમાધવપુરના મધુવનમાં ભગવાને લગ્ન કર્યા તે મધુવનનું નામ કેમ પડ્યું?

માધવપુરનો મેળો રામનવમીના દિવસથી શરૂ થાય છે પરંતુ લગ્નની તૈયારીઓ 25 દિવસ અગાઉ શરૂ થઈ જાય છે. ક્ધયા અને વર બંનેમાધવપુર ઘેડનો મેળો ભારતની ઉત્તર-પૂર્વ અને પશ્ચિમ સંસ્કૃતિને એક તાતણે બાંધે છે.

ભગવાને લગ્ન કર્યા તે મધુવન

ગ્રંથોમાં જેનો ઉલ્લેખ અને એ જ સ્થળે તેના પૌરાણિક અવશેષો મળે ત્યારે શ્રદ્ધાળુઓની આસ્થાનું સાંસ્કૃતિક કેન્દ્ર જે તે સ્થળ બની જતું હોય છે. આવું માધવપુરનું છે. ભગવાન શ્રી વિષ્ણુએ ગદાથી મધુ નામના રાક્ષસનો વધ કર્યો હતો તેવો ગ્રંથોમાં ઉલ્લેખ છે. મધુનો વધ કર્યા પછી ભગવાને લોહીવાળી ગદા અહીં આવેલી વાવમાં સાફ કરી હતી અને તેની કથા ગદાવાવ સાથે જોડાયેલી છે .આજે મધુવનમાં ગદાવાવ પણ છે. વિષ્ણુ અવતાર પછી ભગવાન શ્રી કૃષ્ણએ આ જ સ્થળે લગ્ન કર્યા ત્યાં ચોરી માયરાનું પણ સ્થળ છે. રુકમણી માતાની ચરણ પાદુકા અને પૌરાણિક રુક્ષ્મણી મંદિર અને સાથે સાથે ભગવાનની સાથે આવેલા ઋષિમુનિઓ અહીં રાણના વૃક્ષમાં બિરાજયા તેવી કથાની સાથે અહીં રાયણના વૃક્ષો પણ વર્ષોથી છે. બીજે આટલામાં ક્યાંય નથી.

ભારત સાથે પૂર્વોત્તરનો પૌરાણિક સંબંધ રૂક્ષ્મણી હરણ

હાલનાં અરુણાચલ પ્રદેશની પૂર્વભાગમાં આવેલી મિલિનનાથ પહાડીઓમાં પૂરાણકાળમાં ભીષ્મક નામના રાજાનું રાજ હતું. તેને પાંચ પુત્રો અને એક પુત્રી રુક્મિણી હતી. ખૂબ જ સૌંદર્યવાન એવી રુક્મિણી ભગવાન શ્રીકૃષ્ણની વાતો સાંભળી તેમને મનોમન પોતાના પતિ માની ચુકી હતી . શ્રીકૃષ્ણ પણ આ વાત જાણતા હતા, પરંતુ ભીષ્મકનો મોટો પુત્ર રુક્મિ શ્રીકૃષ્ણને ધિક્કારતો હોવાથી પોતાની બહેન રુક્મિણીના લગ્ન શ્રીકષ્ણને પોતાના દુશ્મન તરીકે જોતા શિશુપાલ સાથે  કરાવવા માંગતો હતો. એણે શિશુપાલને સંદેશો મોકલી જાન લઈ આવવાનું કહેતા રુક્મિણીએ સંદેશ મોકલી પોતાને લઈ જવાની વિનંતી કરી. રુક્મિણીનો સંદેશ મળતા શ્રીકૃષ્ણ તેને લેવા ગયા. આ બાજુ શિશુપાલ પણ જરાસંઘ, પૌંન્ડ્રક, શાલ્વ જેવા કૃષ્ણ વિરોધિઓ અને મોટા સૈન્ય સાથે જાન લઈને લઈ જઈ રહ્યો હતો. ત્યાં જ શ્રીકૃષ્ણ રુક્મિણીનું હરણ કરી દ્વારકા તરફ લઈ જઈ રહ્યા હોવાના સમાચાર મળતા શિશુપાલે તેના મિત્રરાજાઓ અને સૈન્ય સાથે શ્રીકૃષ્ણનો પીછો કર્યો, પરંતુ શ્રીકૃષ્ણની મદદે આવેલ બલરામ અને યદુવંશીઓએ તેમને રસ્તામાં જ રોકી લીધા અને શિશુપાલની સેનાને નષ્ટ કરી દીધા હતી. રુક્મિ મોટા સૈન્ય સાથે કૃષ્ણનો પીછો કરી રહ્યો હતો કૃષ્ણ સાથે  રૂકિમનું ભયંકર યુધ્ધ થયું અને કૃષ્ણે તેને યુધ્ધમાં હરાવ્યા કૃષ્ણે તેના વધ માટે  સુદર્શન ચક્ર કાઢ્યું કે રૂકિતણીએપોતાના ભાઈને ન  મારવાની અરજ કરી અને દંડ આપી છોડી દેવા કહ્યું. કૃષ્ણ રૂકિમણીની અરજ સ્વીકારી સુદર્શન ચક્રને રૂકિમનું અડધું માથુ મુંડી નાખવાનો આદેશ આયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.