Abtak Media Google News

ખંભાળીયા નગરપાલિકા દ્વારા વોર્ડ નં.૪માં આવેલ અનુબાપુવાળી શેરી બચ્છા પાડાથી સતવારાવાડ શેરી નં.૯માં નવી પાણીની પાઈપલાઈન તથા નવા પેવર બ્લોક રોડનું ખાતમુહૂર્ત ખંભાળીયા નગરપાલિકાના પ્રમુખ શ્ર્વેતાબેન અમીતભાઈ શુકલનાં વરદ હસ્તે યોજાયેલ હતું.

આ કામનાં ખાતમુહૂર્તમાં નગરપાલિકાના પ્રમુખ શ્વેતાબેન અમીતભાઈ શુકલ સદસ્ય મહિપાલસિંહ વાઢેર તેમજ યુવા ભાજપ પ્રમુખ અમિતભાઈ શુકલ તેમજ આગેવાન મહેન્દ્રસિંહ વાઢેર તેમજ અગ્રણીઓ દિલીપભાઈ દતાણી, નિરજભાઈ દતાણી, ભરતભાઈ પંડયા તથા મોહિતભાઈ પંડયા તેમજ આ વિસ્તારનાં લતાવાસીઓ તેમજ કોન્ટ્રાકટર ભરતભાઈ ચાવડા તેમજ કિશોરભાઈ બેડીયા ઉપસ્થિત રહેલ હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારનાં લોકો છેલ્લા બે દાયકાથી પીવાના પાણીનો, રોડની સમસ્યાનો સામનો કરી રહેલ હતા જે અંગે નગરપાલિકાના પ્રમુખ શ્વેતાબેન અમીતભાઈ શુકલનાં પ્રયાસોથી વિસ્તારનાં લતાવાસીઓની આ સમસ્યાનો ઉકેલ આવતા લતાવાસીઓમાં હર્ષ અને આનંદની લાગણી પ્રસરવા પામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.