Abtak Media Google News

ત્રણ દિવસના મૂર્તિ પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે: કાર્યક્રમમાં ધારાસભ્ય-સાંસદ સહિતના રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે

દ્વારકાના સુરજકરાડી હાઈવે રોડ ઉપર પૌરાણિક  રામ મંદિર આવેલ છે. આ મંદીરનો જીર્ણોધાર ઓખા નગરપાલિકાના સહયોગથી કરવામાં આવનાર છે. આ નવનિર્માણ મંદિર ની અંદર રામ લક્ષ્મણ જાનકી અને હનુમાનજીની મૂર્તિઓ ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. સુરજકરાડી ગામના મુખ્ય માર્ગોને ધજા પતાકા અને રોશનીથી શણગારવામાં આવશે. આ કાર્યક્રમના પ્રથમ દિવસે નૂતન સ્વરૂપ મૂર્તિઓની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે. આ યાત્રામાં ૫૦૦૦ જેટલા રામ ભક્તો જોડાશે વિવિધ ઢોલ નગારા ડીજે અને ધજા-પતાકા સાથે વાહનોના કાફલા સાથે શોભાયાત્રા સુરજકરાડી આવળ મંદીર શરૂ કરી શહેરના મુખ્ય માર્ગો પર ફરી રામ મંદિરે પહોચશે.

Advertisement

Img 20190205 Wa0075

બીજા દિવસે નવું ફેબ્રુઆરીના દિવસે સ્થાપિત દેવોની પૂજા, ગ્રહહોમ,તથા જલાભિષેક કરવામાં આવશે તથા રાત્રીના સમયે અશોકભાઈભાયાણીની રામધુન રાખવામાં આવેલ છે. ત્રણ દિવસની આ પ્રતિષ્ઠાના આચાર્ય પદે લાંબાના શૈલેષ મારાજ, ચોર્યાસી ધુણા ના મહંત શ્રી ૧૦૮ પરમપૂજ્ય ગોવિંદદાસજી આ પ્રસંગે ખાસ ઉપસ્થિતિ આપશે. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ સાંસદ પૂનમબેન માડમ તથા ધારાસભ્ય પબુભા માણેક ઉપરાંત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહેશે આ ત્રણ દિવસીય ધાર્મિક કાર્યક્રમોની પૂરજોશમાં તૈયારીઓ કરવામાં સર્વે જ્ઞાતિઓ તથા ગ્રામજનો વેપારીઓ યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે તથા શ્રી રામ સેવા સમિતિ એ સૌ ધર્મપ્રેમી જનતાને પધારવા નિમંત્રણ પાઠવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.