Abtak Media Google News

ભારતની ડિફેંસ ક્ષેત્રે તાકાત દિવસેને દિવસે વધી રહી છે એમાં આજે પ્રલયનો પણ સમાવેશ થયો છે, આજે ભારતના DRDO દ્વારા પ્રલય જમીનથી જમીન પ્રહાર કરતી બેલેસ્ટિક મિસાઇલની સફળતા પૂર્વક પરીક્ષણ કરવા માં આવ્યું છે.

પ્રલયએ જમીનથી જમીન પર ૧૫૦ થી ૫૦૦ કિલોમીટર સુધીના વિસ્તારમાં સચોટ વાર કરી શકે છે.

પ્રલયએ આધુનિક કક્ષાની બેલેસ્ટિક મિસાઇલ છે એટલે કે તે જવા પોતાના શિકારનો પીછો કરતી વખતે પોતાનું સ્થાન પણ બદલી શકે છે.

DRDOના અધ્યક્ષ જી.સતિશ રેડ્ડી દ્વારા પ્રલયની કામગીરી કરતી ટિમને શુભેચ્છા પાઠવવાંમાં આવી અને ખૂબ જ ઓછા સમયમાં આવી ઉપલબ્ધિ હાસલ કરવાની પણ નોધ લેવાય છે દેશેને રક્ષા ક્ષેત્રે વધુ મજબૂતાઈ મળશે તેવું કહેવાયું છે.

રાજનાથસીહે કહ્યું કે “દેશના રક્ષા ક્ષેત્રે મોટી સફળતા મળી છે હું DRDOની ટીમે ખૂબ જ ઓછા સમયમાં આ મિસાઇલની બનાવટ કરી જેથી ભારત રક્ષા ક્ષેત્રે વધુ મજબૂત બન્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.