Abtak Media Google News

મેષ

Advertisement

જથ્થાબંધ તથા વિદેશ વ્યાપાર તેમજ તમામ પ્રકારના ઔદ્યોગિક એકમના જાતકો માટે આ સપ્તાહ સરેરાશ નીવડશે.   અગ્નિ  તત્વને લઈ કોઈ વિધ્ન આવવાની સંભાવના. રેસ્તોરાં, હોટેલ તથા ટ્રાવેલ એજંસીઝના જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે.  સરકારી કર્મચારી માટે ચડાવ ઉતાર સાથે પણ આ સપ્તાહ સારુ જણાશે, બદલી સંયોગો. ખાનગી નોકરીયાત માટે આ  સપ્તાહ પણ સારુ રહેશે.   ઈજનેરી, રસાયણ શાસ્ત્રના છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે.  ૨૨ ત્થા ૨૩  ડિસેમ્બરનાં દિવસો  સાધારણ રહેશે.

001 1

 

વૃષભ

આ સપ્તાહે અણધાર્યા ચડાવ ઉતાર તેમજ વળાંકો આવશે. આથી યથામતિ કામકાજ કરવાં. પબ્લીક ફિગર તથા સેલેબલ વ્યક્તિઓ માટે કઠીન સપ્તાહ રહેશે. ઉદ્યોગ તથા વાણિજય  ક્ષેત્રના તમામ જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે. સરકારી તમામ કર્મચારીઓ માટે  આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ફેશન તથા બ્યુટી પાર્લર જેવાં બિઝનેશના જાતકો માટે મધ્યમ સપ્તાહ. સરકારી તેમજ ખાનગી ક્ષેત્રના નોકરીયાત વર્ગ માટે હળવુ સપ્તાહ.  આ સપ્તાહ દરમ્યાન પરિવાર કે સગાં સાથે સુમેળતા થવાનાં સંયોગો બને છે.  નિવૃતો, ગૃહિણી તથા છાત્રો માટે સાનુકુળ સપ્તાહ. ૨૨ ડિસેમ્બર સામાન્ય રહેશે.

002 1

મિથુન

ખાનગી એકાઉંટ ક્ષેત્ર તથા વિમા એજન્સીઝ, તથા ખાનગી બેંકીંગ એજન્સીઝ ના તમામ જાતકો માટે આ સપ્તાહ  ચડાવ ઉતાર વાળુ  નીવડશે.   ખાનગી શૈક્ષણિક સંસ્થાનાં જાતકો માટે આ સપ્તાહ સારુ નીવડ્શે.  નાના નાના ઔદ્યોગિક તથા મધ્યમ કદનાં વ્યાપાર- વાણિજયના જાતકો માટે સાનુકુળ સપ્તાહ. ખાનગી તથા સરકારી કર્મચારી માટે સામાન્ય સપ્તાહ.  નીચસ્થ શુક્ર વાળા જાતકો માટે આ સપ્તાહ લાભકારક નીવડશે.  કુટુંબ-પરિવારમાં સુખ શાંતિ તથા સાથ સહકાર અકબંધ રહેશે.  ૨૨ તથા ૨૮ ડિસેમ્બરના દિવસો સામાન્ય રહેશે.003 1

કર્ક

આ સપ્તાહ પણ  રંગ તથા રસાયણ ત્થા આયુર્વેદીક- હર્બલ ઔષધ ક્ષેત્રના જાતકો માટે લાભકારક નીવડશે.   જથ્થા બંધ વ્યાપારી જાતકો તથા ઔદ્યોગિક એકમના જાતકો માટે સાનુકુળ સપ્તાહ. નાના વ્યાપારી એકમના જાતકો માટે લાભદાયી સપ્તાહ. ફળ ફળાદી કે શાકભાજીના વ્યાપારી માટે ઉતમ સપ્તાહ.  તમામ વ્યવસાયિક પરામર્શ ક્ષેત્રના જાતકો માટે ઉતમ સપ્તાહ.  ખાનગી શૈક્ષણિક એકમ માટે કઠીન સપ્તાહ. સરકારી કર્મચારીઓ માટે ચડાવ ઉતાર વાળો સમય.  ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે સરેરાશ સપ્તાહ. નિવૃતો, ગૃહિણીઓ, સંતાનો, છાત્રો માટે આ સારુ સપ્તાહ.  ૨૨ તથા ૨૮ ડિસેમ્બર સામાન્ય રહેશે.

004 1

સિંહ

આ સપ્તાહે અનેક વિધ લાભો મળવા સંભાવના માટે રાજવી આળસનો ત્યાગ કરવો. નાના મોટા કે વિશાળ ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ ઉતમ નીવડશે. તેમજ તમામ પ્રકારના વ્યાપારી જાતકો માટે પણ અનેકવિધ લાભ સાથે ઉતમ સપ્તાહ.  રાજકીય,  જાહેર ક્ષેત્ર  તથા ખાનગી શૈક્ષણિક એકમનાં જાતકો માટે સાનુકુળ સપ્તાહ,  ખાનગી ક્ષેત્રનાં તથા સરકારી કર્મચારીઓ માટે સારુ અને લાભદાયી સપ્તાહ. નિવૃતો તથા ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે લાભદાયી સપ્તાહ.  ૨૨ ડિસેમ્બરનો દિવસ  સાધારણ  જણાશે.

005 1

ક્ધયા

એકાઉંટ તથા મેનેજમેંટ ફર્મ સાથે જોડાયેલ જાતકો માટે સરેરાશ સપ્તાહ. ઈવેંટ મેનેજમેંટ, કેટરીંગ સર્વિસીઝ ના જાતકો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ ક્ષેત્રના  જાતકો માટે આ સપ્તાહ ચડાવ ઉતાર વાળુ રહેશે.  પરંતુ છુટક વ્યાપાર તથા ફેરી કરતાં વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ લાભકારક જ રહેશે. અર્ધ સરકારી તથા સરકારી કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું રહેશે.  સગાં વહાલાઓ માટે સરેરાશ સમય.  ઉચ્ચાભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે.૨૩ ડિસેમ્બરનો દિવસ સરેરાશ રહેશે.

006 1

તુલા

આ સપ્તાહ નોકરીયાત વર્ગ માટે સરેરાશ રહેવાંનાં સંયોગો બને છે, આથી ધીરજ તથા શાંતિથી કામકાજ કરવું. તમામ પ્રકારના ઈંધણના વ્યાપારીઓ માટે સારુ સપ્તાહ.  આર્યન મશીનરીઝના વ્યાપારીઓ ઉત્પાદકો તથા કોસ્મેટીક સંબંધિત  ઉદ્યોગ વ્યાપાર તેમજ પાર્લર જેવાં નાના એકમનાં જાતકો માટે  આ સપ્તાહ ફાયદાકારક જણાશે. કલાક્ષેત્રના તમામ ફિલ્ડના જાતકો માટે સાનુકુળ સપ્તાહ. સર્વિગ બિઝનેશ  ક્ષેત્રનાં જાતકો માટે મધ્યમ સપ્તાહ.   સરકારી તથા ખાનગી કર્મચારી વર્ગ માટે  સપ્તાહ સારુ રહેશે. પરિવારમાં સુમેળતા જણાશે. થયેલા ગૃહિણીઓ, નિવૃતો તથા વિદ્યાર્થીઓ માટે સાનુકુળ સપ્તાહ.  ૨૮ ડિસેમ્બર મધ્યમ રહેશે.

007 1

વૃશ્ચિક

ઉતરતી પન્નોતિનુ આ સપ્તાહ લાભકારક રહેશે. પન્નોતિનો પ્રભાવ નહિવત બરાબર જણાશે.  છતાં સાચવવું. વ્યવસાય, સર્વિસ બિઝનેસના જાતકો માટે અતિ લાભદાયી સપ્તાહ, આવક તથા અવસરો નવા સ્ત્રોતો સામેથી આવતાં જણાશે.  નાનાં ઉદ્યોગ, વ્યાપાર-વણિજના જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી નીવડશે. સરકારી કર્મચારી તથા પોલીસ કર્મી માટે  આ સપ્તાહ પણ  કઠીન રહેશે. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે સામાન્ય સપ્તાહ.  પરિવાર સાથે સાનુકુળ સપ્તાહ. આર્ટ ફેકલ્ટીનાં પ્રોફેસર્સ, લેલચરર્સ, વિદ્યાર્થી, ગૃહિણી તથા નિવૃતો માટે શ્રેષ્ઠ સપ્તાહ.  ૨૭, ૨૮ ડિસેમ્બરે સાચવવું.

008 1

ધન

આ  સપ્તાહ દરમ્યાન ઘણી ભાગદોડ થવાંનાં સંયોગો, સાથે હ્ળવો સંઘર્ષ પણ જણાશે. આ સપ્તાહ વ્યાપાર વણિજના જાતકો માટે અતિ લાભદાયક સાબીત થશે. તેમજ સીરામીકના જાતકો માટે લાભદાયી સપ્તાહ. અન્ય ઉદ્યોગ ધંધાનાં જાતકો માટે  પણ લાભદાયી સપ્તાહ. સખત પરિશ્રમ વાળા જાતકો માટે  આ સપ્તાહ લાભ, સાથે નવી તકો પણ આપશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે હળવું સપ્તાહ. ગૃહિણીઓ, નિવૃતો માટે સારુ સપ્તાહ. પનોતિની દુષિત પ્રભાવથી રાહત મેળવવાં માટે,  આહાર ગટરમાં ન જવો જોઈએ, સાથે જરુર પુરતું રંધાવુ-ખવાવું જોઈએ,  ૨૩ ડિસેમ્બર  સાધારણ છે.

009 1

મકર

આ સપ્તાહે પણ પન્નોતિનો હકારાત્મક પ્રભાવ જણાશે. ચિકિત્સા સંબંધિત ક્ષેત્ર ત્થા ભારતિય વેદીક વિજ્ઞાનનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ તથા વ્યાપાર-વાણિજયના તમામ  એકમોના જાતકો માટે આ આખુ અઠવાડીયું ફાયદાકારક રહેશે.  હેવી મશીનરીઝ કે હેવી વ્હીક્લ્સનાં જાતકો માટે સારુ સપ્તાહ. શૈક્ષણિક સંસ્થા તથા નોકરીયાત વર્ગ માટે સરેરાશ સપ્તાહ.  પરિવાર જનો તથા મિત્રોને સાથ સહકાર આપવાંનાં સંયોગો.  ૨૩ ડિસેમ્બર સાધારણ રહેશે. પનોતિના દુષિત પ્રભાવથી રાહત મેળવવાં માટે, પરિશ્રમિકોને પુરતું વળતર આપવું,

010 1

કુંભ

આ સપ્તાહ પણ કુંભ રાશિના તમામે તમામ જાતકો માટે ફાયદાકારક નીવડશે. મહિલા જાતકો માટે શ્રેષ્ઠ સપ્તાહ. તમામ પ્રકારના ઉદ્યોગ તથા નાના મોટા વ્યાપાર વણિજનાં ક્ષેત્રના તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. સરકારી ત્થા ખાનગી ક્ષેત્રનાં નોકરીયાત માટે પણ ઉતમ સપ્તાહ. પ્રમોશન, આવક કે પગાર વધારા જેવાં સંયોગો.કુટુંબમાં શાંતિ અને સહકાર જણાશે.  નિવૃતો, ગૃહિણી તથા વિદ્યાર્થી વર્ગ માટે પણ સારુ સપ્તાહ. ૨૨ ડિસેમ્બરનો દિવસ જ સામાન્ય રહેશે.

011 1

મીન

ફેશન   ફેબ્રીક તથા કોસ્મેટીક ઉદ્યોગ વ્યવસાય કે વ્યાપારના જાતકો માટે પુષ્ક્ળ લાભદાયી સપ્તાહ.  ઔદ્યોગિક એકમના જાતકો તથા જનરલ મર્ચંટ માટે હળવું સપ્તાહ. ટ્રક  ટ્રાંસ્પોર્ટેશન્સ તથા ગેરજના જાતકો આ સપ્તાહ સારુ નીવડશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે.  મધ્યમ વર્ગના જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી જણાશે.  યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ.  ફકત ૨૮ ડિસેમ્બરનો દિવસ સામાન્ય જણાશે.

012 1

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.