Abtak Media Google News

મેષ રાશિફળ (Aries): કોઈ મોટી સફળતાનો આનંદ મળશે. હાથમાં મોટી રકમ મેળવવામાં સંતોષ રહેશે. બપોરે વિરોધીઓને જીતવાની પ્રબળ સંભાવના છે. આ ઉપરાંત લાંબા સમયથી અટકેલા કામ પણ આજે પૂર્ણ થશે. સાંજનો સમય તમારા માટે ખૂબ સારો રહેશે. પરિવાર અને પત્ની સાથે ચાલી રહેલી ચર્ચા પણ સમાપ્ત થાય તેવી સંભાવના છે. આજે મોટાભાગનો સમય ઘર-પરિવાર અને સંબંધીઓ સાથે પસાર થશે. જેથી એકબીજા સાથેના સંબંધો વધારે ગાઢ બનશે.

વૃષભ રાશિફળ (Taurus): આજે તમે તમારા ધૈર્ય અને નરમ વર્તનથી વાતાવરણ હળવું કરી શકશો. આજે ઘણાં દિવસોથી ચાલતી મનની બેચેની શાંત થઈ જશે. તમે તમારા મનમાં આંતરિક શાંતિનો અનુભવ કરશો. વધારાની આવકના નવા સ્રોત દેખાશે. પ્રિયજનની મદદ કરવાને કારણે આજે તમને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આજનો દિવસ શુભ રહેશે. પ્રવાસનો યોગ છે.

મિથુન રાશિફળ (Gemini): આજે કોઈ નવી ડીલથી અચાનક ધન લાભ થશે. પત્ની અથવા કોઈ બાળકની તબિયત અચાનક બગડવાના કારણે ઘરમાં તણાવ થઈ શકે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરતી વખતે અથવા ડ્રાઇવિંગ કરતી વખતે તણાવને તમારા પર વર્ચસ્વ ના થવા દો. તમારા જીવનસાથીનો સહયોગ મળશે. વ્યાવસાયિક પ્રયત્નોથી સારું ફળ મળશે. નવા વ્યવસાયમાં આજે તમારા વિરોધીઓ પરાજિત થશે.

કર્ક રાશિફળ (Cancer): આજે મિશ્ર ફળદાયી દિવસ છે, સમાજમાં એક સારી છબી બનાવવામાં આવશે. ચાલુ કાર્યમાં સાવચેત રહેવું. પ્રમોશન માટેની તકો મળશે. આજે બપોર પછી તમને ભાગ્યનો પૂરો સહયોગ મળશે. પરંતુ આ સમય દરમિયાન બેદરકાર ના થાઓ. ધ્યાનપૂર્વક વિચાર કર્યા પછી જ કામ કરશો તો તમને લાભ મળશે. આજે કાર્યક્ષેત્રમાં અધિકારી સાથે અથવા વ્યાવસાયિક ક્ષેત્રમાં બિઝનેસમેન સાથે તકરાર થઈ શકે છે.

સિંહ રાશિફળ (Leo): આજે જીવનસાથી સાથે વૈચારિક મતભેદની સ્થિતિ બની શકે છે. તેથી તમારી વાણી પર નિયંત્રણ રાખો. કોઈપણ નિર્ણય લેતી વખતે ભાવનામાં વહેશો નહીં, કારણકે ભાવનાત્મકતામાં લીધેલા નિર્ણયથી નુકસાન થશે. આ સિવાય આજે તમારા રાજ્ય-સન્માન-પ્રતિષ્ઠામાં ચોક્કસ વધારો થવાની સંભાવના છે. આજે રાજકીય કાર્યોમાં અડચણો આવશે. બપોરે કેટલાક નવા કામની રૂપરેખા બનાવવામાં આવશે

કન્યા રાશિફળ (Virgo): નોકરી અથવા ધંધામાં નવી ટેક્નોલોજીની માહિતી તરફ આપની રુચિ વધશે. એકંદરે આજનો દિવસ મિશ્રિત ફળદાયી રહેશે. આવક અને ખર્ચની સ્થિતિ પણ સંતુલિત રહેશે. જોકે વેપારમાં ભાગીદારો તરફથી સહયોગ મળશે. સારા કાર્યોમાં રસ રહેશે. આજે તમારો અડધો દિવસ દાન કરવામાં ખર્ચ કરશે. બીજાને મદદ કરવામાં તમને જે આત્મ-સંતોષ મળે છે તેની તુલના અન્ય કોઈ આનંદ સાથે કરી શકાય નહીં. નોકરી-ધંધામાં આજે તમારી ક્ષમતા અને કાર્યક્ષમતાની પ્રશંસા થશે.

તુલા રાશિફળ (Libra): તમારા સાથીદારો તમારી પાસેથી શીખશે. તમારા દ્વારા લેવામાં આવેલ ખોટા નિર્ણયનો પ્રભાવ આજે પણ જોવા મળી શકે છે. જેના કારણે થોડી નકારાત્મકતા રહેશે પરંતુ તમે માનસિક સ્વરૂપે વધારે નબળા બનશો.રૂપિયાનો ઉપયોગ યોગ્ય રીતે ન કરવાના કારણે તમારા ઉપર દેવું વધી શકે છે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio): ધ્યાનમાં રાખો કે આજે તમને તમારી મહેનતના પ્રમાણમાં બમણો લાભ મળશે. પરંતુ ધ્યાનમાં રાખો કે વર્તનમાં કોઈપણ પ્રકારનું અભિમાન ના આવવા દો. જોખમી કાર્યોથી દૂર રહો. તેમાં નુકસાન સિવાય કશું જ પ્રાપ્ત થવાનું નથી. નજીકના સંબંધીઓ સાથે પણ કોઈ પ્રકારના વિવાદની સ્થિતિ બની શકે છે. કોઈની દખલ દ્વારા સરળતાથી તેનો ઉકેલ પણ મળી શકે છે.

ધન રાશિફળ (Sagittarius): તમારી કાર્ય કુશળતાથી તમે દુશ્મનો પર જીત મેળવશો. આજે તમારા વિરોધીઓ લાખો પ્રયત્નો કર્યા પછી પણ તમને મુશ્કેલી આપી શકશે નહીં. ઘર માટે ઉપયોગી વસ્તુ ખરીદવામાં આવશે. આજે રચનાત્મક કાર્યો તથા અભ્યાસમા ખાસ રસ રહેશે. ચાલી રહેલી કોઈ જૂની સમસ્યાનો ઉકેલ મળવાથી ખૂબ જ વધારે સુકૂન અનુભવ કરશો. પરિવારના વડીલો પ્રત્યે સેવાભાવ રાખો તથા તેમના માર્ગદર્શનને પોતાના જીવનમાં અપનાવો.

મકર રાશિફળ (Capricorn): આજે કોઈ પ્રિય વ્યક્તિને મળવાથી અને તેની હાજરીથી તમને આનંદ થશે. જો તમે ગમે ત્યાંથી પૈસા લેવા માગતા હોવ તો આજે પ્રયાસ કરો, તમને સફળતા મળશે. જીવનમાં ઘટી રહેલી દરેક ઘટનાનો કોઈને કોઈ અર્થ કે મહત્ત્વ હોય છે અને તેના દ્વારા પોતાનું વ્યક્તિત્વ બદલાતું રહે છે એટલે કોઈપણ ઘટનાના પોતાને શિકાર ન માનીને તેના દ્વારા શું બોધપાઠ મળે છે આ વાત ઉપર ધ્યાન આપવું.

કુંભ રાશિફળ (Aquarius): જો કે આ પ્રવાસ સામાન્ય રીતે ફાયદાકારક રહેશે. બપોરે ઉચ્ચ અધિકારી સાથેની ચર્ચાને કારણે કાયદાકીય પક્ષ નવો વળાંક લઈ શકે છે. આજે ખર્ચ આવક કરતા વધારે છે. સંબંધીઓ અંગે તણાવ અને મૂંઝવણ રહેશે. કોઈપણ અજાણ વ્યક્તિ સાથે કોઈ વાતચીત કે મહત્ત્વપૂર્ણ કામ કરતા પહેલાં તેની સંપૂર્ણ તપાસ કરી લો. કોઈ દગો મળવાની શક્યતા જોવા મળી રહી છે.વેપારમાં આજે ગતિવિધિઓ યથાવત જ રહેશે.

મીન રાશિફળ (Pisces): આ સમયે ગ્રહ સ્થિતિ થોડી લાભદાયી પરિસ્થિતિઓનું નિર્માણ કરી રહી છે, એટલે સમયનો ભરપૂર ઉપયોગ કરો દિવસ સારો છે, યુવાનો કે જેમણે હાલમાં જ પોતાની કારકિર્દી શરૂ કરી છે, તેઓને આજે તેમની ઓફિસમાં તેમની પ્રતિભા દર્શાવવાની તક મળશે. જો તમે સાહિત્ય અને કળાને પસંદ કરો છો તો તેમાં રુચિનો આજનો દિવસ છે. કાર્યક્ષેત્રમાં પ્રતિષ્ઠા વધશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.