Abtak Media Google News

ખેડૂતોની આવક બે ગણી કરવા માટે મોદી સરકાર કૃષિ ક્ષેત્રને અનેક પ્રોત્સાહનો આપી રહી છે. આગામી સમયમાં ખેડૂતોને આવકમાં ૨૪ ટકા સુધીનો વધારો કરવા માટે સરકારે લઘુતમ ટેકાના ભાવની નવી પોલીસી ઘડવાની ઈચ્છા વ્યકત કરી છે. જેના ભાગરૂપે ગત કેન્દ્રીય બજેટમાં મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. બજેટમાં જાહેર કરાયેલા લઘુતમ ટેકાના ભાવના પ્રોત્સાહની ખેડૂતોની આવકમાં ૧૫ ટકાનો વધારો શે તેવી આશા છે. અલબત આ પ્રોત્સાહની એકંદરે ૨૪ ટકાનો વધારો કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

Advertisement

નીતિ આયોગ દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે વિવિધ યોજનાઓ ઘડી કાઢવામાં આવે છે. બજેટમાં લઘુતમ ટેકાના ભાવ અંગે કરાયેલી જાહેરાતનું નીતિ આયોગે વિષલેશણ કર્યું છે. જેનાી સરકારને ૪૭ હજારી ૧.૧૧ લાખ કરોડ જેટલું ભંડોળ જોઈશે તેવો અંદાજ રાખવામાં આવ્યો છે. ન્યુનત્તમ ટેકાના ભાવની નવી નીતિના પરિણામે ખેડૂતોને આવકમાં ૨૪ ટકાનો વધારો વાની આશા વ્યકત થઈ છે.

સરકારની નવી જાહેરાત ૨૦૧૯ લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી થઈ છે. સોશીયો ઈકો પોલીટીકસના માધ્યમી સરકાર ખેડૂતોના મત અંકે કરવા માંગે છે. ખેડૂતોની આવકમાં વધારો થતાં મોદી સરકારનું લક્ષ્ય પણ પાર પડે તેમ છે. સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની આવકમાં વધારો કરી તેમની ર્આકિ તાકાત વધારવા માંગે છે. આ પ્રકારે સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં મત કબજે કરશે. ૨૦૧૯ લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી ખેડૂતોને રાજી રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જેના ભાગરૂપે સરકારે નવી લઘુતમ ટેકાના ભાવની નીતિ ઘડી કાઢી છે. પ્રથમ બકકે આ નીતિ હેઠળ ખેડૂતોની આવકમાં ૨૪ ટકાનો વધારો થશે. ત્યારબાદ ૨૦૨૦ સુધીમાં ખેડૂતોની આવક બે ગણી કરવા માટે વિવિધ પગલા ભરવામાં આવશે.

ખેડૂતોની આત્મહત્યાના વધતા બનાવો સરકારે ગંભીરતાી લીધા છે. અગાઉ ખેડૂતોની આવક ખૂબજ ઓછી હોવાના કારણે ખેડૂતો ર્આકિ ભીંસમાં સપડાઈ જતા હતા. ઓપન બજારમાંથી ઉંચા વ્યાજે ધીરાણ લેતા હતા અને વ્યાજના વિષચક્રમાં ફસાઈને ઘણી વખત મોત વ્હાલુ કરતા હતા. જો કે, મોદી સરકારે આત્મહત્યાના બનાવો પાછળ જવાબદાર મૂળ ર્આકિ કારણને જ ઉકેલવાનો નિર્ણય લીધો છે અને ખેડૂતોની આવક બે ગણી કરવા વિવિધ પ્રોત્સાહનો આપ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.