Abtak Media Google News

રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સનદી અધિકારીઓને આંકરા તેવર બતાવી બાબુઓને લાલીયાવાળી નહીં કરવા ચેતવણી આપી હતી સાથો-સાથ રાજયનાં વિકાસને વેગવંતો બનાવવા તેઓ જાતે વિવિધ પ્રોજેકટોની અઠવાડિયામાં બે વાર મુલાકાત લેશે તેવું ગાંધીનગર ખાતે યોજાયેલ કલેકટર-ડીડીઓની સંયુકત કોન્ફરન્સમાં જણાવ્યું હતું.
ગાંધીનગર ખાતે યોજાયેલ જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની સંયુકત બેઠકમાં મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, સરકાર કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચારને સહન નહીં કરે. બૌધિક ભુલો અથવા અજાણતા ભુલના કિસ્સામાં સરકાર અધિકારીઓની શકય એટલી મદદ કરશે પરંતુ જાણી જોઈને કરાતી ભુલોમાં સરકાર કોઈને પણ માફ નહીં કરે તેવું જણાવી ઉમેર્યું હતું કે વધુને વધુ લોક કલ્યાણકારી યોજનાઓને ઝડપી બનાવવા પર ભાર મુકયો હતો. વધુમાં મુખ્યમંત્રીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, લોક કલ્યાણકારી યોજનાઓ અને વિકાસ કામોને વેગવંતા બનાવવા તેઓ જાતે આવા કામોનાં નિરીક્ષણ માટે અઠવાડિયામાં બે દિવસ કોઈપણ પ્રોજેકટની ઓચિંતી મુલાકાત લેશે.
વધુમાં મુખ્યમંત્રી રૂપાણીએ ઉમેર્યું હતું કે, રાજયમાં પાણીનાં ઉપયોગ અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તેવા ઉદેશ્યથી સરકાર ૧લી મેથી સમગ્ર રાજયમાં સુજલામ-સુફલામ યોજના શરૂ કરશે.
આ બેઠકમાં મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ, પંચાયત પ્રધાન જયદ્રથસિંહ પરમાર તેમજ સંબંધિત વિભાગોનાં વડાઓ હાજર રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.