Abtak Media Google News

ગાંધીનગર સમાચાર

ગાંધીનગરમાં ૫૧,૦૦૦ દિવડાની મહાઆરતી પ્રસંગે વડાપ્રધાનનરેન્દ્ર મોદીની મુખાકૃતિનુ આબેહુબ સર્જન કરાયું છે . સંસ્કારી નગરી ગાંધીનગર – પાટનગરમાં છેલ્લા 12 વર્ષથી યોજાતાં નવરાત્રી મહોત્સવમાં દુર્ગા અષ્ટમીના દિવસે સામુહિક દિપ આરતીનું એક અનેરું આકર્ષણ રહ્યું છે.

આ સામૂહિક દિપ આરતીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેલૈયાઓને એક ચોક્કસ જગ્યાએ પ્રજ્વલિત દિવાઓ સાથે ઉભા રાખી ફોર્મેશન રચવામાં આવે છે . જેમાં એક દિપ કૃતી રચાય છે.આ કૃતિમાં વિવિધ દેવ-દેવીઓ કે મહાન વ્યક્તિત્વોની મુખાકૃતિની અંગાકૃતિ રચવામાં આવે છે. જે જોઈને ઉપસ્થિત સૌ દર્શકો પ્રભાવિત થાય છે.Whatsapp Image 2023 10 23 At 15.10.01 9Cef40B6

ગાંધીનગર ખાતે આજદિન સુધી જેટલી આવી દિપ કૃતિ રચાયેલ છે તે તમામના સર્જકો શ્રી રાજુભાઇ જોષી, દીપકભાઈ ભટ્ટ અને શાંતિલાલ ઘોગારી ગાંધીનગર ના જ વસાહતીઓ છે.ત્રણેય સર્જકો ૨૦૧૨થી માતાજી પ્રત્યેની ભક્તિ સ્વરુપે અષ્ટમી ને ઉજવે છે.આ દિપ કૃતિ તૈયાર કરવામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેલૈયાઓને ચોક્કસ જગ્યાએ દીપ સહિત ઉભા રાખીને ફોર્મેશન રચવાની સમગ્ર પ્રક્રિયામાં ડિઝાઇન તથા સ્વયંસેવકો સાથે સંકલન કરી આખી દિપકૃતિને વાસ્તવિક રીતે સાકાર કરવાની પ્રક્રિયા માં લગભગ ૯ થી ૧૦ કલાકનો સમય લાગતો હોય છે.પણ આ ત્રણેય મિત્રો ગાંધીનગર વાસીઓને શ્રેષ્ઠ નવરાત્રી મહોત્સવ નો આનંદ નિસ્વાર્થ ભાવે કરાવવાના ઉદ્દેશ્ય સાથે છેલ્લા ૧૨ વર્ષથી મા જગદંબા પ્રત્યે પોતાનાં ભાવ દર્શાવી રહ્યા છે.

Whatsapp Image 2023 10 23 At 15.10.01 712B9A0C

આ વર્ષે પણ સહાય ફાઉન્ડેશન આયોજિત , ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન કેતનકુમાર પટેલ દ્વારા પ્રેરિત કેસરિયા ગરબામાં પોતાની કલા અને અનુભવના નિચોડ થકી ૫૧,૦૦૦ દિવડાની મહાઆરતી પ્રસંગે વડાપ્રધાનનરેન્દ્ર મોદીની મુખાકૃતિનુ આબેહુબ સર્જન કરીને ઉપસ્થિત સર્વેને આનંદિત કરાવી કેસરિયા ગરબા ના સમગ્ર પ્રસંગ ની શોભામાં વધારો કરેલ છે.

વિશાલ સાગઠિયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.