Abtak Media Google News

સરહદ ઉપર રક્ષા કરતા જવાનોને ૧૬.૮૨ લાખ સર્વિસ મેડલ એનાયત કરવાના બાકી

સરહદ ઉપર જીવના જોખમે દેશની રક્ષા કરતા જવાનોને પુરસ્કૃત કરવામાં સરકાર ઉણી ઉતરી રહી છે. અંદાજીત ૧૬.૮૨ લાખ સર્વિસ મેડલ ફાળવવાના બાકી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સરકારે રાજયસભામાં એક પ્રશ્ર્નના જવાબમાં કહ્યું હતું કે, ૩૧ ડિસેમ્બર ૨૦૧૬ની ગણતરી પ્રમાણે આર્મી, નૌકાદળ અને વાયુસેનામાં ૧૬.૮૨ લાખ મેડલો આપીને જવાનોને પુરસ્કૃત કરવાના બાકી છે.

વધુમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, ૨૦૦૮ સુધીમાં કુલ ૯.૮૮ લાખ મેડલો એનાયત કરવામાં આવ્યા છે અને હવે આ કામગીરી સર્વિસ હેડ કવાર્ટરમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. એક તરફ જવાનો સરહદ ઉપર સતત સુરક્ષા કરી રહ્યાં હોય છે બીજી તરફ કાશ્મીર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં આતંકી હુમલાનો સતત ભય રહે છે. કોઈપણ તહેવાર કે પ્રસંગોથી દૂર રહીને આ સેનાના જવાનો દેશની રક્ષાકાજે હંમેશા ખડેપગે હોય છે પરંતુ આ જવાનોને પુરસ્કૃત કરવામાં સરકારની કામગીરી ખુબ નબળી દેખાઈ રહી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે ત્યારે હવે સર્વિસ મેડલો એનાયત કરવાની કામગીરી ઝડપી બની તે માટે સરકાર દ્વારા મહત્વના નિર્ણયો કરવામાં આવી રહ્યાં હોવાનું પણ સ્પષ્ટ થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.