Abtak Media Google News

કોરોના મહામારીને કારણે અનેક વ્યવસાયોને માઠી અસર પહોંચી છે. ત્યારે સૌથી વધારે ખરાબ અસર પડી હોય તો એ ટુરિઝમ ક્ષેત્ર છે. કોરોનાની પહેલી લહેર ભારતમાં આવી ત્યારથી ટુરિઝમ સાથે સંકળાયેલ તમામ લોકોના ધંધા વ્યવસાય બંધ થઈ ગયા હતા. ટુરિસ્ટ ગાઈડ હોય કે પછી ટેક્સી સંચાલક હોય કે પછી બુકીંગ કરતી કંપની હોય દરેકને માઠી અસર પહોંચી છે.

Advertisement

સરકાર દ્વારા કોરોનાની પહેલી લહેર બાદ ઉદ્યોગ, ખેતી સહિતના ક્ષેત્રો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ એ સમયે ટુરિઝમ ક્ષેત્રને કોઈ ખાસ પેકેજ કે સહાય આપવામાં આવી ન હતી. જેને લઈ એજન્ટો અને ટુરિસ્ટ વ્યવસાય સાથે સંકળાયેલ લોકોએ સરકારને સહાય આપવા અનેક વખત રજુઆત કરી છે.

હાલ સરકાર ટુરિઝમ ક્ષેત્રને મોટી સહાય આપવાની તૈયારી દર્શાવી રહી છે.પ્રવાસન, વિમાની ઉડ્ડયન, હોટેલ ઉદ્યોગને કોરોના કાળમાં આર્થિક ફટકો પડ્યો છે. ત્યારે સરકાર આ તમામ ક્ષેત્રને આર્થિક  મદદ કરી તમામ ક્ષેત્રને બેઠું કરવા ૧ લાખ કરોડનું પેકેજ આપવાની તૈયારી દર્શાવી છે. ત્યારે ‘અબતક’ દ્વારા ટુરિઝમ ક્ષેત્ર સાથે જોડાયેલ ટ્રાવેલ ઓફિસો અને એજન્ટો સાથે ચર્ચા કરવામાં આવી હતી.

જેમાં તેમણે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના સમયમાં પ્રવસન ક્ષેત્રને બહુ મોટી આર્થિક નુક્શાની પહોંચી છે. ત્યારે સરકાર જીએસટી, પ્રોપર્ટી ટેક્સ, વાહન ટેક્સ સહિત આર્થિક સહાય આપવામાં આવે તેવી ચર્ચા કરવામાં આવી હતી.

ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાં કામ કરતા નોકરીયાતોનો ૩૫ ટકા પગાર સરકાર ચુકવે: ફેવરિટ ટુર્સ

Vlcsnap 2021 05 26 12H49M47S650

ફેવરિટ ટુર્સ એન્ડ ફોરેક્ષ ટ્રાવેલ્સના માલિક દિલીપ મસરાણીએ ‘અબતક’ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ બિઝનેશ દેશના જીડીપીમાં ૧૦ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. જે છેલ્લા દોઢ વર્ષથી સાવ બંધ થઈ ગયેલ છે. ભારતમાં ટુરિઝમ ક્ષેત્રમાં નોકરિયાતોનો ૧૦ ટકા હિસ્સો છે. આ બધાની આજીવિકા પર મોટી અસર પહોંચી છે. ટુરિઝમ ક્ષેત્રના મોટાભાગના લોકો લોન લઈને પોતાની ઓફીસ કે વાહનો રાખતા હોય છે તે લોકોને સૌથી વધારે અસર પહોંચી છે. ઘણા લોકોને પોતાના વાહનો કે ઓફિસો વહેંચવાનો વારો આવ્યો છે. સરકાર ટુરિઝમ ક્ષેત્રને રાહત આપવાની જો તૈયારીઓ બતાવતી હોય તો સૌ પ્રથમ જે કોઈ વ્યકતી પોતાની પ્રોપર્ટી આ ધંધામાં લાઈને બેઠાં છે મેતેને ૨૦૨૦-૨૧ અને ૨૧-૨૨નો પ્રોપર્ટી ટેક્ષ માફ કરવો જોઈએ. કોઇપણ કંપનીમાં નોકરી કરતી વ્યક્તિને ૩૫ ટકા પગાર સરકાર ચૂકવે અને જેતે કંપની ૬૫ ટકા પગાર ચૂકવે તેવી વ્યવસ્થા રાખવી જોઈએ. જીએસટી બે વર્ષ માટે માફ કરવું જોઈએ. તેમજ જે બસ, કાર અને ટેક્સી ઓપરેટર છે તેમનો આરટીઓ ટેક્સ બે વર્ષ માટે સંપૂર્ણ માફ કરવામાં આવે. લોકોમાં કોરોનાને કારણે જે નેગેટિવિટી છે અને જે ડર છે તે કાઢવા માટે સરકારે બનતા પ્રયત્નો કરવા જોઈએ. છેલ્લા દોઢ વર્ષથી લોકો ઘરમાં જ છે ત્યારે લોકો પણ હવે કંટાળ્યા છે તેમને પણ બહાર નીકળવું છે. અત્યારની આર્થિક સ્થિતિ જોતા લોકો ડોમેસ્ટિક ટ્રાવેલ કરવાનું વધારે પસંદ કરશે. અત્યારે લોકોને ફરવા જવામાં એક પ્રશ્ન આર્ટિફિસિયાર ટેસ્ટ પણ છે. લોકો આ ટેસ્ટ કરાવવાથી પણ ડરે છે. ત્યારે અમારા એસોસિએશન દ્વારા સરકારને રજુઆત કરવામાં આવી હતી કે જે લોકોએ વેકસીનના બે ડોઝ લઈ લીધા છે. તેમની પાસે ટેસ્ટનો આગ્રહ રાખવામાં ન આવે. કોરોનાની પહેલી લહેર આવી ત્યારે જ સરકાર પાસે આશા હતી કે કંઈક સહાય આપે પરંતુ હવે સરકાર ટુરિઝમને બુસ્ટ કરવા કઈ પગલાં લે તો ખરેખર ટુરિઝમને મોટી રાહત થાઈ.

જી.એસ.ટી. પ્રોપર્ટી, વ્હીકલ ટેકસ રિફંડ આપવા જોઈએ: આરવી હોલિડે

Vlcsnap 2021 05 26 12H49M35S783

આરવી હોલિડેના મલિક વિમલ મુંગરાએ ‘અબતક’ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા કોરોનાની સૌથી વધારે અસર ટુરિઝમ ક્ષેત્રને થઈ છે. ખાસ તો ડોમેસ્ટિક અને ઇટરનેશનલ ટુર, હોટેલ વગેરેને સૌથી વધારે અસર થઈ છે. છેલ્લા ૨ વર્ષથી કોઈ ખાસ બિઝનેશ મળ્યો નથી. કોરોનાના આ કપરા કાળમાં ફક્ત ૫ ટકા બિઝનેશ જ મળ્યો છે. જ્યારે ઓફીસ ભાડું, ઇલેક્ટ્રિસિટી બિલ, જીએસટી અન્ય ખર્ચ લાગવાનું તો શરૂ જ છે. કોરોનાની અસર જે ટુરિઝમ ક્ષેત્ર પર પડી છે. અને આ ક્ષેત્ર ફરી બેઠું થાય તે માટે સરકારે સહાય પેકેજ જાહેર કરવાની જરૂર છે. જેમા સરકારે જે ટેક્સ લીધા છે તે રિફંડ કરવા જોઈએ. તેમજ ડોમેસ્ટિક પેકેજ, ઇન્ટરનેશનલ પેકેજમાં સરકારે વળતર આપવું જોઈએ. તેમજ જીએસટીની જો વાત કરવામાં આવે તો આવતા બે વર્ષ સુધી કે જ્યારે બિઝનેશ રેગ્યુલર થઈ જાય ત્યાં સુધી જીએસટીમાં રાહત આપવામાં આવે અથવા ટેક્સમાં માફી મળે તો ટુરિઝમ ઇન્ડસ્ટ્રી ફરી બેઠી થાય તેવા ચાન્સ વધી જાય છે.

આગામી પાંચ વર્ષ સુધી જી.એસ.ટી તેમજ અન્ય ટેક્સ નાબુદ સહાયની  સરકાર પાસે અપેક્ષા: અમેશભાઈ દફ્તરી (પ્રભાવ ટુર અને ટ્રાવેલ્સ)

Vlcsnap 2021 05 27 13H52M50S059

છેલ્લા ૨૫ વર્ષથી ટુર અને ટ્રાવેલ્સ ના ધંધા સાથે સંકળાયેલાછી એ વર્ષો થી આ ધંધામાં અમે ઉતાર-ચઢાવ જોયા છે પરંતુ છેલ્લા બે વર્ષથી  કોરોના કાળા ની જે માઠી અસરથી પ્રવાસન ક્ષેત્ર પર પડી છે જેના કારણે ટૂર ટ્રાવેલ્સ નો ધંધો પડી ભાંગ્યો છે હાલ સમાચાર મળી રહ્યા છે

નાણામંત્રાલય દ્વારા પ્રવાસન ક્ષેત્રને રાહત પેકેજ આપવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે ત્યારે અમારી સરકાર પાસે એક અપેક્ષા જે બે વર્ષથી પડી ભાંગેલા અમારા ધંધા વ્યાપાર ને પુન: વેગવંતુ કરવા માટે સૌ પ્રથમ તો જીએસટી ટેક્સ આગામી પાંચ વર્ષ સુધી બાદ કરી આપે અથવા નાબૂદ કરી આપે તેમજ અન્ય જેટલા પણ ટેક્સ છે તેમાં રાહત આપવામાં આવે નાના-મોટા અમારા વેલેન્ટાઈન ડે છે તેને પણ બાદ કરવામાં આવે તેવી સરકાર પાસે અમને આશા છે હોસ્પિટાલિટી ખાતે પણ મોટી રાહત આપે તેવું અમે ઇચ્છીએ છીએ પ્રવાસન સ્થળોએ હોટલ બુકીંગ કે લાઈટ છે સ્થળ છે ત્યાં પણ અમને રાહત મળી રહે તેવી અપેક્ષાઓ હાલ સરકાર પાસે અમે ાલફ તેમજ સરકાર દ્વારા જ આ નિર્ણય લેવામાં આવ્યો છે તેને અમે હૃદય પૂર્વક આવકારવા તૈયાર છે

ઈન્કમ ટેક્ષમાં રાહત અને નાના ટ્રાવેલ્સ એજન્ટોને લોન આપવી જોઈએ: સ્ટેલી ટુર્સ એન્ડ ફોરેક્ષ પ્રાઈવેટ લીમીટેડ

Vlcsnap 2021 05 27 08H34M33S621

સ્ટેલી ટુર્સ એન્ડ ફોરેક્ષ પ્રાઇવેટ લિમિટેડના કલ્પેશ સાવલિયાએ ‘અબતક’ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોરોનાની સ્થિતિમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ ટુરિઝમ ક્ષેત્રની થઈ છે. છેલ્લા દોઢ બે વર્ષથી ટુરિઝમ ક્ષેત્ર બંધ છે તેમ કહી શકાય. ટુરિઝમ ક્ષેત્ર સાથે સંકળાયેલ લોકોને ઇનકમ ટેક્સ આવતા બે વર્ષ સુધી રાહત આપવી જોઈએ. જે પ્રોપર્ટી ટેક્સ, વાહનોના ટેક્સ, પ્રોફેશનલ ટેક્સમાં રાહત આપી જે નાના ટ્રાવેલ એજન્ટોને લોન આપીને સરકાર રાહત આપવી જોઈએ. કોરોનાની સ્થિતિને કારણે નાના ટ્રાવેલ એજન્ટોને સૌથી વધારે અસર પડી છે. તેઓ ટ્રાવેલ્સને ધંધો મૂકી નાની મોટી નોકરીઓ કે અન્ય વ્યવસાય કરતા થઈ ગયા છે.

સરકારે અત્યાર સુધી દરેક ક્ષેત્રને રાહત આપી છે હોવી ટુરિઝમ ક્ષેત્રને હવે સૌથી વધારે જરૂર છે. સરકાર જો હવે કોઈ રાહત નહીં આપે તો હવે ટુરિઝમ ક્ષેત્રની હજુ વધારે ખરાબ સ્થિતિ આવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.