Abtak Media Google News

પોલીસે સીસીટીવી ફુટેજ અને મોબાઇલ લોકેશનના આધારે અપહરણકારનો પીછો કરી પોરબંદર પાસેથી ઝડપી લીધા

કાર વેચાણના સોદાના રૂા.10 લાખની ઉઘરાણી પતાવવા અપહરણ કર્યાની કબુલાત

પોરબંદરના દસ જેટલા શખ્સો સામે અપહરણ અને મોબાઇલ લૂંટનો નોંધાતો ગુનો

શહેરના ગોંડલ ચોકડી પાસેથી ગતમોડી રાતે કાર લે-વેચના ધંધાર્થીનું પોરબંદરના દસ જેટલા શખ્સોએ અપહરણ કરી રૂા.એક લાખની કિંમતના મોબાઇલની લૂંટ ચલાવી ઘટના પોલીસમાં નોંધાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચ અને તાલુકા પોલીસે સીસીટીવી ફુટેજ અને મોબાઇલ લોકેશન મેળવી પગેરૂ દબાવ્યું હતું. પોરબંદર પાસેથી અપહરણકાર ગેંગને ઝડપી અપહૃતને મુક્ત કરાવ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ ચોકડી પાસેથી કાર લે-વેચ કરતા વાહદિ ઇબ્રાહીમ સોરા નામના 25 વર્ષના યુવાનનું પોરબંદરના મિલન નિમાવત, રાજ ઓડેદરા સહિત દસ જેટલા શખ્સો બે અલગ અલગ કાર લઇને આવી અપહરણ કર્યાની ગોંડલ રોડ પર આવેલા ખોડીયારનગરમાં રહેતા સિકંદર ઇસ્માઇલભાઇ સુમરાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી પોતાની પાસે રહેલો એક લાખની કિંમતના મોબાઇલની લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાવી છે.

કાર લે-વેચનો વ્યવસાય કરતા ઇમરાન પાસે પોરબંદરના મિલન નિમાવત રૂા.10 લાખ માગતો હોવાતી ઇમરાનની તપાસ માટે ગોંડલ ચોકડી પાસે આવ્યાનો વાહીદ સોરાને બોલાવ્યો હતો ત્યારે તેની સાથે સિકંદર ઇસ્માઇલ સુમરા પણ ગોંડલ ચોકડીએ સાથે ગયો હતો. મિલન નિમાવત સાથે આવેલા દસ જેટલા શખ્સોએ વાહિદને વર્નાકારમાં બળજબરીથી બેસાડી દેતા સિકંદર તેને છોડાવવા વચ્ચે પડયો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ તેને ધક્કો મારી પછાડી દઇ તેના હાથમાંથી એક લાખની કિંમતનો મોબાઇલ લઇને પોરબંદર તરફ ભાગી ગયાનું પોલીસને જણાવતા ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, પી.આઇ. વાય.બી.જાડેજા, તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. કે.જે.રાણા સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને સીસીટીવી ફુટેજ તપાસ કરતા મિલન નિમાવત સહિતના શખ્સો વાહિદને કારમાં બળજબરીથી અપહરણ કરતા ફુટેજ મળ્યા હતા.

સિકંદરની સાથે મોબાઇલમાં અપહરણકારોએ વાત કરી ઇમરાન પાસે રૂા.10 લાખ માગે છે તેના રૂા.12 લાખ આપવામાં નહી આવે તો વાહિદની હત્યા કરી નાખશુ તેવી ધમકી દીધી હતી. પોલીસે મોબાઇલ લોકેશનના આધારે પગેરૂ દબાવ્યું હતું તેમજ પોરબંદર પોલીસને પણ એલર્ટ કર્યા હતા. પોરબંદર નજીકથી મિલન નિમાવત સહિતના શખ્સોને મોડીરાતે ઝડપી અપહૃત વાહિદ સોરાને મુક્ત કરાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.