Abtak Media Google News

રાજયના ૮ મહાનગરોમાં સરકાર પશુ હોસ્ટેલો માટે ટોકનદરે જમીન ફાળવશે

રાજયની ૮ મહાનગરપાલિકાઓમાં રઝળતા પશુઓને લઈ સરકાર હરકતમાં આવી ગઈ છે. રસ્તે રઝળતા પશુઓના કારણે લોકોને અનેક પ્રકારની હાડમારીનો સામનો કરવો પડતો હોય છે. માટે સરકાર હવે ૮ મહાનગરપાલિકાઓમાં પશુઓની હોસ્ટેલ માટે ટોકનદરે જમીન ફાળવવામાં આવશે.

મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ ગઈકાલે આ જાહેરાત કરી હતી. ભરવાડ અને રબારી સમાજના ૫૧૩ પશુપાલકોને રૂ.૬.૭૭ કરોડની લોન ન્યુ ગુજરાત ગૌપાલક વિકાસ નિગમ સ્કીમ હેઠળ ફાળવાશે. ‚પાણી સરકાર પશુ હોસ્ટેલને વિજળી, પાણી અને શેડ સહિતની સુવિધાઓ આપશે. આ ઉપરાંત પાંચ હજાર જેટલા પશુ હોસ્ટેલને રૂ.૩ લાખ સુધીની સહાય પૂરી પાડવામાં આવશે. ચાલુ બજેટમાં સરકારે આ માટે રૂ.૧.૪૦ કરોડની ફાળવણી કરી હતી. આ મામલે સામાજિક ન્યાયમંત્રી ઈશ્ર્વર પરમારે કહ્યું હતું કે, દરેક પશુને આરએફઆઈડી ટેગ આપવામાં આવશે. જો પશુ રઝળતા જોવા મળશે તો તેના માલીકને દંડ શે. જેલની સજા પણ શે. તેમણે ઉમેર્યું હતું કે, ગોપાલક નિગમ દ્વારા ૭૩૪૦ લાર્ભાીઓને રૂ.૪૩.૬૫ કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી હતી.

બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકાના સીનીયર અધિકારીના મત અનુસાર જો પશુ હોસ્ટેલોને શહેરની બહાર ખસેડવામાં આવશે તો માલધારીઓના વિરોધનો સામનો કરવો પડશે. અમદાવાદના ત્રણ ઝોનમાં પશુ હોસ્ટેલો માટે સ્ળની તપાસ ઈ રહી હોવાનું જાણવા મળે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.