Abtak Media Google News

ગાંધીનગરમાં રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના હસ્તે ઇન્ડિયન રોડ કોંગ્રેસના દ્વિપક્ષીય અધિવેશનનો પ્રારંભ

ગાંધીનગર ન્યૂઝ 

વિકસિત ભારત 2047 સાકાર કરવા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા બ્રીજ નિર્માણમાં ક્વોલીટી વર્ક એપ્રોચ અને ગ્લોબલ ટેકનોલોજીનો ઉપયોગ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અનુરોધ

સિવિલ ઇજનેરો આધુનિક ભારતના નિર્માતા- ‘વિશ્વકર્મા’ છે. તેમના દ્વારા નિર્મિત રોડ સહિતના વિકાસ કામો દેશ- આવનાર પેઢીઓ હંમેશા યાદ રાખશે. ઈજનેરો દ્વારા કરેલા શ્રેષ્ઠ કામો એ જ તમારો સૌથી મોટો એવોર્ડ છે. દેશ માટે સારા રોડ, ડિઝાઇન અને ઉત્તમ માળખાકીય સુવિધાઓ તૈયાર કરવાનું સદભાગ્ય આજના સિવિલ ઈજનેરના હાથમાં છે જે તમે સૌ નિષ્ઠાથી કરી રહ્યા છો તેમ, ગાંધીનગર ખાતે 82માં ‘એન્યુઅલ ઇન્ડિયન રોડ કોંગ્રેસ’નો શુભારંભ કરાવતાં કેન્દ્રીય સડક પરિવહન – રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું. કેન્દ્રીય સડક પરિવહન – રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીના હસ્તે અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે 82માં ‘એન્યુઅલ ઇન્ડિયન રોડ કોંગ્રેસ’નો શુભારંભ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, રોડ ક્ધસ્ટ્રક્શન ક્ષેત્રે કોસ્ટ ઈફેક્ટિવ,અલટરનેટિવ મટિરિયલ ઓપ્શન, ઇકોલોજી એન્ડ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન અને ટાઇમ મેનેજમેન્ટ એમ ચાર બાબતો સૌથી મહત્વપૂર્ણ છે. આ ચાર બાબતોના સંકલનના અભાવે રોડ પ્રોજેક્ટમાં વિલંબ થતાં હોય છે જેને કારણે સરકાર અને કંપનીઓને કરોડોનું નુકસાન થાય છે. મંત્રી આ બાબતે મુંબઈનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે જ્યારે મુંબઇમાં ફલાય ઓવરના કામો કરતી કંપનીઓને ઓફર હતી કે જો તમે સમય અવધિ પહેલા કામ પૂર્ણ કરશો તો રૂ. 1 લાખનું ઈનામ અપાશે અને જો એક દિવસનો વિલંબ થશે તો રૂ. 1.5 લાખનો દંડ લેવામાં આવશે.

સારા હેતુ સાથે કરેલા કાર્યોમાં ભૂલ થાય તો પણ તે ક્ષમ્ય છે પરંતુ બદઇરાદા સાથે કરેલા કાર્યો કદી પણ માફ કરી શકાતા નથી. ભારત સરકાર પાસે વિકાસ કાર્યો કરવા નાણાની કમી નથી એટલે તમામ કામો તેની સામે મર્યાદા પહેલા પૂર્ણ થાય તે જરૂરી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત સરકારે અમદાવાદ- ધોલેરા હાઇવે બનાવવા માટે લાખો ટન પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરીને એક ઇકોલોજીકલ પર્યાવરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પર્યાવરણના ભોગે વિકાસ કરવો યોગ્ય નથી. નવીન રોડ બનાવવા માટે વૃક્ષો કાપવા કરતા તે વૃક્ષોનું યોગ્ય જગ્યાએ ટ્રાન્સપ્લાન્ટ કરવું વધુ ઉત્તમ રહેશે. ભારતમાં નવીન આયામો માટે યુવાનોને વધુ પ્રોત્સાહિત કરવા પડશે તો જ આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરી શકીશું.

રોડના કામોમાં ગુણવત્તા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવો પડશે તો જ આપણે દેશને ઉત્તમ માર્ગો આપી શકીશું. કેન્દ્રીય પરિવહન મંત્રી ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત દેશ આજે દરેક ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજીને ખૂબ જ મહત્વ આપી રહ્યો છે, ત્યારે રોડ ક્ધસ્ટ્રક્શન ક્ષેત્રે પણ ઇનોવેટીવ ટેકનોલોજી અને ખાસ કરીને ગુણવત્તાને પ્રાધાન્ય આપવું ખૂબ જ જરૂરી છે. આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા તેમજ ભારતને પાંચ ટ્રિલિયન ઇકોનોમી બનાવવા માટે વૈશ્વિક કક્ષાએ થતી બેસ્ટ પ્રેક્ટિસીસથી પ્રેરણા લઈ આ ક્ષેત્રની સાંપ્રત ટેકનોલોજી અને ઈનોવેટીવ વિચારોને પ્રોત્સાહન આપવું જોઈએ. દેશમાં થતી રોડ દુર્ઘટનાઓને ટાળવા માટે ગડકરીએ રોડ ક્ધસ્ટ્રક્શન એન્જિનિયરિંગ પર વધારે ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો. સાથે જ તેમણે દેશના વિકાસ દરને વેગ આપવા માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ધોરણનો ઉપયોગ કરવા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે મહારાષ્ટ્રનું ઉદાહરણ આપતા કહ્યું કે, મહારાષ્ટ્રના ગામડાઓને રોડ કનેક્ટિવટી પૂરી પાડવા તેમણે વધુમાં વધુ બજેટ ખર્ચ કર્યું હતું, અને તેની ભરપાઈ માટે મુંબઈના રોડ-રસ્તા કામ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપથી પૂર્ણ કર્યા હતા. રોડ ક્ધસ્ટ્રક્શન ક્ષેત્રે પણ ઇનોવેટિવ મોડલથી રેવન્યુ જનરેટ કરી શકાય તેમ છે, એમ, જણાવી મંત્રીએ 82માં એન્યુઅલ રોડ કોંગ્રેસના સફળ આયોજન માટે સૌ હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી. કેન્દ્રીય મંત્રી ગડકરીએ આ પ્રસંગે સેન્ટ્રલ રોડ ફંડ- સીઆરએફમાં રૂ.1,000 કરોડ તેમજ સેતુ ભારત હેઠળ રૂ. 1,000 કરોડ એમ કુલ રૂ. 2,000 કરોડના વિકાસ કામોની ગુજરાતને ભેટ આપી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાષ્ટ્ર અને રાજ્યના વિકાસને ગતિ આપવામાં સુદ્રઢ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મહત્વનું પરિબળ ગણાવ્યું છે. આ સંદર્ભમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત 2047ને સાકાર કરવા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સડક તથા બ્રિજ નિર્માણમાં ગ્લોબલ ટેકનોલોજીના ઉપયોગ સાથે ક્વોલિટી વર્ક એપ્રોચ પણ અપનાવવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ઇન્ડિયન રોડ કોંગ્રેસના 82માં અધિવેશનના પ્રારંભ અવસરે સંબોધન કરી રહ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાછલા નવ વર્ષમાં દેશમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નેટવર્કના વિસ્તૃતિકરણ પર ઘણું ધ્યાન આપ્યું છે.

દેશમાં 54 હજાર કિલોમીટરનો નેશનલ હાઇવે અને ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે નિર્માણ વિસ્તાર થયો છે. દેશમાં 99% ગામોને રોડ કનેક્ટિવિટી મળી ગઈ છે અને મજબૂત રોડ નેટવર્ક તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતના આર્થિક, ઔદ્યોગિક સામાજિક વિકાસનું કેટાલિસ્ટ બની રહ્યું છે. તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ઇન્ડિયન રોડ કોંગ્રેસના સભ્યોને સ્ટેબલ નેટવર્કના કેટલિસ્ટ એજન્ટ ગણાવતા જણાવ્યું કે, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા બદલાતા વાતાવરણ સાથે સડક નિર્માણ, બ્રિજ ડિઝાઇન્સમાં સમયાનુકુલ બદલાવ જરૂરી છે. નિર્માણ કાર્યમાં ગ્લોબલ ટેક્નોલોજી અને અપડેટેડ મશીનરીની જાણકારી આપવા આઇઆરસી દ્વારા આયોજિત પ્રદર્શનો લાભ લેવા પણ તેમણે અપીલ કરી હતી.

રાજ્યના પાંચ હાઇસ્પીડ કોરિડોર નિર્માણનું કાર્ય પ્રગતિમાં: મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે ગુજરાતમાં રોડ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રકચરની વિસ્તૃત છણાવટ કરી હતી. તેમણે દેશભરના રાજ્યોમાંથી આ અધિવેશનમાં સહભાગી આઇઆરસી મેમ્બરને કહ્યું કે, ગુજરાતે વડાપ્રધાન નરેદ્રભાઇ મોદીના પદ ચિન્હો પર ચાલતા સડક નિર્માણ સહિતના કાર્યોના બજેટમાં આ વર્ષે 20,600 કરોડ રૂપિયાથી વધુનું પ્રાવધાન કર્યું છે. એટલું જ નહિ, રાજ્યમાં ટુરિઝમ ડેવલપમેન્ટ માટે ટુરિઝમ સરકીટ માટે 600 કરોડ અને સરહદી વિસ્તારોના છેવાડાના ગામોને પાકા રસ્તાથી જોડવા પ્રગતિપથ અંતર્ગત 500 કરોડનું બજેટ ફાળવ્યું છે. તેમ પણ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં નાના મોટા પુલોનો સરવે કરી દેવાયો છે અને જરૂરિયાત મુજબ સ્ટ્રેન્ધનીંગ કામોને પ્રાયોરિટી પણ આપી છે. તથા રાજ્યના પાંચ હાઇ સ્પીડ કોરીડોર નિર્માણ પ્રગતિમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.