Abtak Media Google News

કેન્દ્ર સરકારે પહેલીવાર પોતાના બજેટમાં જેલમાં ગરીબોના મુદ્દાનો સમાવેશ કર્યો છે.  આ મુજબ જે કેદીઓ આર્થિક સંકડામણના કારણે જેલમાંથી જામીન મેળવી શકતા નથી તેમનો ખર્ચ સરકાર ઉઠાવશે.  લગભગ બે લાખ કેદીઓ છે, જેમની સજા પૂરી થઈ ગઈ છે, પરંતુ મુક્તિ માટે નક્કી કરેલી રકમ ન મળવાને કારણે તેઓ જેલમાં જ છે.  હવે આવા ગરીબોની મદદ માટે સરકારે હાથ લંબાવ્યો છે.

ગરીબોને હજુ એક વર્ષ મફત અનાજ મળશે

કેન્દ્ર સરકારે આગામી વર્ષ એટલે કે 2024 સુધી તમામ અંત્યોદય અને પ્રાથમિકતા ધરાવતા પરિવારોને મફત અનાજ આપવાની જાહેરાત કરી છે.  પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લગભગ બે લાખ કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.