Abtak Media Google News

ખેતીની આવક પર કરવેરો નાખવાનો કોઇ ઇરાદો નથી: જેટલી

વચેટીયાઓને હટાવી ખેડૂતો પાસેથી ખેત ઉત્પાદનોની સીધી ખરીદી કરવાનો વિચાર ઘણા સમયથી સરકાર કરી રહી છે. હવે આ વિચારની અમલવારી માટે નીતિ આયોગે પણ ટેકો આપ્યો છે. ટુંક સમયમાં ખેડૂતો અને ગ્રાહકોના ફાયદા માટે સરકાર વચેટીયાઓને હટાવી ઉત્પાદનોની સીધી ખરીદી કરશે. ઉપરાંત ખેતીની આવક મામલે નાણાંપ્રધાન જેટલીએ મહત્વની જાહેરાત કરી છે.

ખેતીની આવક પર કોઇપણ જાતનો કરવેરો નાખવાનો વિચાર સરકારનો ન હોવાનો નાણાંપ્રધાન અ‚ણ જેટલીનું કહેવું છે. અગાઉ નીતિ આયોગના સભ્ય વિવેક દેબરોએ ખેતીની આવક ઉપર કર નાખવાનો વિચાર રજૂ કર્યો હતો. આ વિચાર વ્યક્તિગત હોવાનું કહી નીતિ આયોગે ખેત ઉત્પાદનોની આવક ઉપર ટેક્સ નાખવાની વાતનો છેદ ઉડાડી દીધો છે. નાણાંપ્રધાન જેટલી પણ ખેતીની આવક પર કરવેરો નાખવાના સમર્થનમાં નથી.

નાણાંપ્રધાન અ‚ણ જેટલીના જણાવ્યા મુજબ બંધારણ મુજબ કેન્દ્ર પાસે ખેતીની આવક પર કરવેરો નાખવાની સત્તા નથી. અગાઉ વડાપ્રધાન સાથે ત્રણ વર્ષના એક્શન એજન્ડા માટેની બેઠકમાં નીતિ આયોગે કેટલાક લોકો ખેતીની આવક પર કરવેરા માટે મળતી છુટનો ગેરઉપયોગ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. ખેતીની આવક કરવેરાથી મુક્ત હોવાથી આ નિયમનો ઘણા લોકો ગેરફાયદો ઉપાડતા હોવાનો વ્યુહ નીતિ આયોગનો હતો. અલબત હવે આ વાત ઉપર સરકારે પડદો પાડી દીધો છે.  બીજી તરફ સરકાર ખેડૂતોની આવક વધારવા અને ગ્રાહક સુધી ફાયદો પહોંચાડવા માટે ખેત ઉત્પાદનોની સીધી ખરીદી કરવાનો વિચાર કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.