Abtak Media Google News
  • જીવલેણ દુર્ધટના બાદ સરકારનો એક જ તકીયા કલામ કડક તપાસના આદેશ
  • જીવલેણ દુધર્ટનાના થોડા દિવસ કડક રહેલી સરકાર મામલો શાંત પડતા જ ઢીલી પડી જાય છે
  • અનેક ઘરોના દીપક બુઝાયા, પરિવારના માળા વિંખાયા, કાળની કાલીમાની થપાટ સામે સરકાર માંયકાગલી પુરવાર થઇ રહી છે

સરકાર માઁય – બાપના મનમાં માનવ જીવનું મુખ્ય માત્ર ચાર લાખ રૂપિયા જ હોય તેવું લાગી રહ્યું છે. દર વખતે જીવલેણ અને હૈયા હચમાવી દેતી ઘટનામાં રાજય સરકારનો એક જ તકીયા કલામ હોય છે કે કડક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જવાબદારોને છોડવામાં આવશી નહી ઘટના બન્યા બાદ બે ચાર દિવસ કડક રહેલી સરકાર લોકોનો રોષ શાંત પડતા સાથે જ ઠીલ ઢફ થઇ જાય છે. અને ફરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવા માંડે છે.રાજયમાં ગમે તેવી જીવલેણ દુર્ધટના સર્જાય અને ગમે તેટલા વ્યકિતઓના મોત નિપજે છતાં સરકારના પેટનું પાણી શુઘ્ધા પણ હલતું નથી. સરકારની જવાબદારી જો કોઇ વ્યકિત મોતને ભેટે તો તેના પરિવારજનોને ચાર લાખ રૂપિયા અને ઘાયલોને પ0 હજાર રૂપિયા આપવા પુરતી હોય તેવું લાગી રહ્યું છે. અનેક પરિવારોના ચિરાગ બુઝાય ગયા છે અનેક પરિવારના માળા વિંખેરાય ગયા છે.ગેમ ઝોનમાં વેકેશનનો આનંદ માણવા ગયેલા ભુલકાઓ તંત્રના પાપે આગમાં ભડથુ થઇ ગયા છે. લાકડવાયાનું અંતિમ મોઢુ પણ જોવાનું પરિવારના સભ્યોને નસીબ થયું નથી. અગ્ની સંસ્કાર કરતા પરિવારને એ વાતનો ખરેખર ખ્યાલ નથી કે તેઓ પોતાના સ્વજનની જ અંતિમ વિધી કરી રહી છે. કે અન્ય કોઇ વ્યકિતની સરકારી ડીએનએના આધારે જ લાશ સોંપે તેને સ્વીકારી લેવા લોકો મજબુર છે.કાંકરિયા રાઇડ દુર્ધટના, મોરબી ઝુલતા પુલનલ દુર્ધટના, વડોદરા હરણી બોટ દુર્ધટના, સુરત તક્ષશીલા આગ કાંડ, ભરૂચ હોસ્પિટલ આગ કાંડ, અમદાવાદ શ્રેયસ હોસ્પિટલ આગ કાંડ, ભાવનગર રંઘોળા અકસ્માત, અમદાવાદમાં તથ્ય પટેલ અને હવે રાજકોટમાં અગ્નિકાંડની જીવલેણમાં રાજય સરકાર એક જ સુત્ર અપનાવી લીધું છે. કે કડક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સીટની રચના કરી દેવામાં આવી છે. જવાબદાર સરકારી તંત્ર અને કોઇપણ ચરમબંધીને છોડવામાં આવશે નહીં.

સરકારમાં બેઠેલા નિષ્ઠુર લોકોની ગુનાહિત બેદરકારીના પાપે રાજયમાં સતત જીવલેણ દુર્ધટના સર્જાય જાય છે તપાસ રિપોર્ટ આવી જશે,  જવાબદારોની ધરપકડ કરવામાં આવશે, સરકારી અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવશે. પરંતુ ખરેખર ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે ભૂતકાળની ઘટનામાંથી કોઇ ઉપદેશ લેવામાં આવતા નથી. જીવલેણ દુર્ધટના બાદ કડક નિયમો ચોકકસ બનાવવામાં આવે છે. પરંતુ તે માત્ર કાગળ પર જ રહે છે. જમીન પર ઉતરતા નથી.

સરકાર જો આવી રીતે જ બેદરકાર રહેશે તો હવે એવું પણ બનશે કે પોતાના ઘર પાસે શેરીમાં પણ રમવા જવા માટે બાળકને ફફડાટ રહેશે. સરકારે ખરેખર નિયમો બનાવી તેનું પાલન થાય તે જોવાની પણ તસ્દી લેવી જોઇએ.

સરકાર નિભંર છે સામા પક્ષે પ્રજાની યાદશકિત પણ ઓછી છે આવી હૈયા હચમચાવી દેતી ઘટના બે-ચાર અઠવાડીયા યાદ રાખી ભૂલી જશે. સરકાર પ્રજાને જીવલેણ રમત રમવા મજબુર કરે છે. ત્યારે બીજી તરફ પ્રજા પણ જીવલેણ રમતો હસતા મોઢે રમી રહી હોય તેવા કરૂણ દ્રશ્યો સર્જાયા લાગે છે.

ઘટનાને 30 કલાક જેટલો સમય વીતી ગયો છતાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર જાણે નિષ્ક્રિય

સમગ્ર અગ્નિકાંડ માં જો કોઈ આંખે વળગે તેવો પ્રશ્ન હોય તો તે એ જ છે કે ઘટનાને 30 કલાક જેટલો સમય વીતી ગયો છે છતાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર હજુ પણ નિષ્ક્રિય છે તેમના તરફથી કોઈ નક્કર વાત હજુ સુધી કહેવામાં આવી નથી અથવા તો કોઈ નક્કર આંકડો આપવામાં આવ્યો નથી. ત્યારે શું આ બંને ટોચના અધિકારીઓ તેમના વિભાગને બચાવવા માટે મથામણ કરી રહ્યા છે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન છે? હૃદય કંપાવે તેવી આ ઘટનામાં કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે પગલાંઓ લેવા જોઈએ તેમાં પણ તેઓ ઉણા ઉતર્યા છે ઊલટું આ બંને અધિકારીઓએ જાણે મૌન સેવી લીધું હોય તેવું ચિત્ર પણ ઊભું થયું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.